સચિન પાયલટને BJPની ઓફર, કહ્યું- દેશને પ્રાથમિકતા આપનારા માટે ખુલ્લા છે દરવાજા
રાજસ્થાન કોંગ્રેસમાં મુખ્યમંત્રી અશોક ગેહલોત અને યુવા નેતા સચિન પાયલટ વચ્ચે ચાલી રહેલા આંતરિક વિવાદ પર ભાજપે પ્રતિક્રિયા આપી છે.
Trending Photos
જયપુરઃ રાજસ્થાનમાં પોતાની સરકાર અને મુખ્યમંત્રી અશોક ગેહલોતથી નારાજ ચાલી રહેલા કોંગ્રેસ નેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટ પર ભારતીય જનતા પાર્ટીની નજર છે. ભાજપે ઇશારામાં પાયલટને ઓફર આપતા કહ્યુ કે, પાર્ટીના દરવાજા તે બધા લોકો માટે ખુલ્લા છે જે દેશને પ્રથમ પ્રાથમિકતા આપે છે. રાજસ્થાનથી સાંસદ રાજ્યવર્ધન સિંહ રાઠોડે કહ્યુ કે કોંગ્રેસ પાર્ટીમાં કોઈ વિઝન બચ્યુ નથી અને તેથી નેતાઓએ પાર્ટી છોડી વિઝન વાળી બીજી પાર્ટીમાં જવુ પડશે.
પૂર્વ ઓલિમ્પિયન શૂટર રાઠોડે સચિન પાયલટના ભાજપમાં સામેલ થવાના સવાલના જવાબમાં કહ્યુ- અમારી પાર્ટીના દરવાજા તે બધા લોકો માટે ખુલ્લા છે જે દેશને પ્રાથમિકતા આપે છે અને પોતાની વિચારધારા ઈન્ડિયા ફર્સ્ટ કરી શકે છે. કોંગ્રેસ પાર્ટીમાં ફૂટ માટે રાષ્ટ્રીય નેતૃત્વને જવાબદાર ઠેરવતા રાઠોડે કહ્યું- જ્યારે કેન્દ્રમાં તમારૂ નેતૃત્વ નબળું હોય છે તો પ્રાદેશિક નેતા પોતાની મનમરજી કરે છે. ભલે તમારો સંદેશ ગમે તે હોય, પંજાબ હોય કે રાજસ્થાન. વિઝન ન હોવાને કારણે નેતા પાર્ટી છોડી વિઝનવાળી પાર્ટી જોઈન કરશે.
રાઠોડે કહ્યુ કે, આવા સમયમાં જ્યારે તેણે કોરોના મેનેજમેન્ટ કર્યું હતું, ઇન્જેક્શન કચરાના ડબ્બા અને ગટરમાં મળી રહ્યાં હતા, તે માત્ર સત્તામાં રહેવાનું મેનેજમેન્ટ કરી રહ્યાં છે. પાયલટ જૂથના ધારાસભ્ય તરફથી ફોન ટેપિંગનો આરોપ લગાવવા પર કહ્યું- પદ, સત્તા અને ધનને લઈને 2.5 વર્ષથી રાજસ્થાન કોંગ્રેસમાં આંતરિક વિખવાદ છે. ક્યારેક તે મહિનાઓ સુધી હોટેલમાં રહે છે તો ક્યારેક સરકારી મશીનરીનો ઉપયોગ ફોન ટેપિંગ માટે થાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે