હૈદરાબાદ: એન્કાઉન્ટર પર BJP મહિલા સાંસદે ઉઠાવ્યાં સવાલ, કહ્યું-'જે પણ થયું ખુબ ભયાનક થયું'
Trending Photos
નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટી (BJP) ના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધી (Maneka Gandhi) એ હૈદરાબાદ પોલીસે કરેલા એન્કાઉન્ટર (Encounter) પર સવાલ ઉઠાવ્યાં છે. જેમાં મહિલા પશુ ચિકિત્સક સાથે દુષ્કર્મ અને ત્યારબાદ તેની જઘન્ય હત્યા કરી મૃતદેહને બાળી મૂકનારા ચારેય આરોપીઓ માર્યા ગયા છે.
અથડામણની ટીકા કરતા મેનકા ગાંધીએ કહ્યું કે જે પણ થયું તે આ દેશ માટે ખુબ ભયાનક થયું છે. તમે ઈચ્છો છો એટલે કરીને કઈ તમે લોકોને આ રીતે મારી શકો નહીં. તમે કાયદાને તમારા હાથમાં લઈ શકો નહીં, આમ પણ તેમને કોર્ટમાંથી ફાંસીની જ સજા મળત. તેમણે કહ્યું કે જો ન્યાય બંદૂકથી કરવામાં આવે તો આ દેશમાં અદાલતો અને પોલીસની શું જરૂર છે?
#WATCH Maneka Gandhi:Jo hua hai bohot bhayanak hua hai desh ke liye. You can't take law in your hands,they(accused) would've been hanged by Court anyhow. If you're going to shoot them before due process of law has been followed, then what's the point of having courts,law&police? pic.twitter.com/w3Fe2whr31
— ANI (@ANI) December 6, 2019
અત્રે જણાવવાનું કે આજે વહેલી સવારે જે સ્થળે આ આરોપીઓએ પીડિતા વેટેનરી ડોક્ટરનો 27 નવેમ્બરના રોજ ગેંગરેપ (Gangrape) કરીને હત્યા કરી હતીં ત્યાં જ તેઓ એન્કાઉન્ટરમાં ઠાર કરાયા હતાં. હૈદરાબાદ (Hyderabad) થી લગભગ 50 કિમી દૂર શાદનગર પાસે ચટનપલ્લીથી ભાગવાની કોશિશ કરી હતી. ચારેય આરોપીઓ માર્યા ગયાં. આરોપીઓએ શમશાબાદ પાસે સામૂહિક દુષ્કર્મ કરીને પીડિતાની હત્યા કરી મૃતદેહને બાળી મૂક્યો હતો.
તપાસના ભાગ રૂપે ક્રાઈમ સીન રિક્રિએટ કરવા માટે આરોપીઓને ઘટનાસ્થળે લઈ જવાયા હતાં. જ્યાં આરોપીઓએ ભાગવાની કોશિશ કરી અને ત્યારબાદ પોલીસે તેમને અથડામણમાં ઠાર કર્યા હતાં. યુવા ડોક્ટર સાથે થયેલી દર્દનાક ઘટના બાદ દેશભરમાં ગુસ્સો વ્યાપી ગયો હતો. અપરાધીઓને તત્કાળ મોતની સજા આપવાની માગણી ઉઠી હતી.
પોલીસનો દાવો આરોપીઓએ હથિયાર છીનવ્યા હતાં
ડીસીપી શમશાબાદ પ્રકાશ રેડ્ડીએ કહ્યું કે સાઈબરાબાદ પોલીસ આરોપીઓને ક્રાઈમ સ્પોટ પર ઘટનાઓના રિકન્સ્ટ્રક્શન માટે લઈ ગઈ હતી. આરોપીઓએ પોલીસ પાસેથી હથિયાર છીનવ્યાં અને પોલીસ પર ફાયરિંગ કર્યું હતું. રેડ્ડીએ કહ્યું કે પોલીસે આત્મરક્ષામાં જવાબી ફાયરિંગ કર્યું જેમાં આરોપીઓ માર્યા ગયા.
આ VIDEO પણ ખાસ જુઓ...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે