ભાજપનો કટાક્ષ, 'જ્યારે 'બહેનજી'એ છોડી દીધા, તો સ્વાભાવિક છે કે 'દીદી'ને યાદ કરશે રાહુલ'

તૃણમૂલ કોંગ્રેસ પ્રમુખ મમતા બેનરજીની વિપક્ષી દળોની રેલીને સમર્થન કરવાને લઈને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર શુક્રવારે ભાજપે કટાક્ષ કરતા કહ્યું કે સ્વાભાવિક છે કે 'બહેનજી'એ તેમને છોડ્યા બાદ તેઓ 'દીદી'ને યાદ કરશે.

ભાજપનો કટાક્ષ, 'જ્યારે 'બહેનજી'એ છોડી દીધા, તો સ્વાભાવિક છે કે 'દીદી'ને યાદ કરશે રાહુલ'

નવી દિલ્હી: તૃણમૂલ કોંગ્રેસ પ્રમુખ મમતા બેનરજીની વિપક્ષી દળોની રેલીને સમર્થન કરવાને લઈને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર શુક્રવારે ભાજપે કટાક્ષ કરતા કહ્યું કે સ્વાભાવિક છે કે 'બહેનજી'એ તેમને છોડ્યા બાદ તેઓ 'દીદી'ને યાદ કરશે.

કોલકાતાના ઐતિહાસિક બ્રિગેડ પરેડ મેદાનમાં આજે ભાજપ વિરુદ્ધ થનારી આ  રેલીમાં 20થી વધુ વિપક્ષી દળોના નેતાઓ સામેલ થાય તેવી શક્યતા છે. ભાજપની આ ટિપ્પણીમાં કદાચ બહેનજીનો ઉલ્લેખ બસપા પ્રમુખ માયાવતી અને દીદીનો ઉલ્લેખ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી માટે કરવામાં આવ્યો હોઈ શકે છે. 

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ પત્રકાર પરિષદમાં કહ્યું કે રેલીથી ભગવા પાર્ટીઓના વિરોધીઓ અંગે એ ખુલાસો થાય છે કે તેઓ પોતાના દમ પર મુકાબલો કરી શકે તેમ નથી. તેમને પૂછવામાં આવ્યું કે શું મમતાને રાહુલના સમર્થન પત્રથી વિપક્ષની મજબુતાઈ દેખાય છે, તો તેમણે જવાબ આપ્યો કે જ્યારે બહેનજીએ તેમને છોડી દીધા. તો સ્વાભાવિક છે કે તેઓ દીદીને યાદ કરશે. 

ગઠબંધનમાં કોંગ્રેસને સામેલ કરવામાં આવી નથી. આ બાજુ કેન્દ્રીય મંત્રીએ ભરોસો વ્યક્ત કર્યો કે લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સમર્થન કરશે. તેમણે કહ્યું કે તેમણે (મોદીએ) હંમેશા એ વાત પર ભાર મૂક્યો છે કે દેશને એક મજબુત સરકાર જોઈએ, મજબુર સરકાર નહીં. 

તેમણે રેલીનો ઉલ્લેખ કરતા કહ્યું કે વિપક્ષી દળ વારંવાર કહી રહ્યાં છે કે ભાજપ સામે એકલા હાથે લડી શકાય તેમન થી અને તેનાથી તેમની નિષ્ફળતા ઉજાગર થાય છે. 

(ઈનપુટ-ભાષા)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news