Ukraine Russia War: ગોળી વાગવાથી ખારકીવમાં ભારતીય વિદ્યાર્થીનું મોત, પીએમ મોદીએ પરિવારજનો સાથે કરી વાત


યુક્રેનના ખારકીવ શહેરમાં એક ભારતીય વિદ્યાર્થીનું મોત થયું છે. વિદ્યાર્થીનું મોત ગોળીબારીને કારણે થયાનું સામે આવ્યું છે. આ મામલે વિદેશ મંત્રાલયે ટ્વીટ કરી દુખ વ્યક્ત કર્યુ છે. 


 

Ukraine Russia War: ગોળી વાગવાથી ખારકીવમાં ભારતીય વિદ્યાર્થીનું મોત, પીએમ મોદીએ પરિવારજનો સાથે કરી વાત

ખારકીવઃ રશિયા અને યુક્રેન વચ્ચે શરૂ થયેલા યુદ્ધની સીધી અસર ભારત પર પણ પડવા લાગી છે. યુક્રેનમાં ચાલી રહેલા જંગમાં એક ભારતીય વિદ્યાર્થીનું મોત થઈ ગયું છે. મૃતકની ઓળખ કર્ણાટકના નવીન તરીકે થઈ છે. નવીનના મિત્રોનું કહેવું છે કે આ ઘટના ત્યારે થઈ, જ્યારે તે ટ્રેન પકડવા માટે રેલવે સ્ટેશન જઈ રહ્યો હતો, જેથી તે પશ્ચિમી સરહદ પર પહોંચી શકે. ભારતીય વિદ્યાર્થી તરફથી દૂતાવાસ પાસે મદદની માંગ કરવામાં આવી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચી તરફથી વિદ્યાર્થીના મોતની પુષ્ટિ કરવામાં આવી છે. અરિંદમે ટ્વીટ કરી કહ્યુ- અમે ખુબ દુખની સાથે તે વાતની પુષ્ટિ કરીએ છીએ એક ભારતીય વિદ્યાર્થીનું ખારકીવમાં આજે સવારે ગોળીબારીમાં પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. મંત્રાલય મૃતક પરિવારના સંપર્કમાં છે. 

— ANI (@ANI) March 1, 2022

મંત્રાલયે કહ્યુ કે, આ દુખદ ઘટનાને લઈને અમે પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ અને સહાનુભૂમિ રાખીએ છીએ. એટલું જ નહીં તેમણે કહ્યુ કે, વિદેશ સચિવ તરફથી રશિયા અને યુક્રેનના રાજદૂતો સાથે વાત કરવામાં આવી છે અને માંગ કરવામાં આવી છે કે ભારતીય વિદ્યાર્થીઓની સુરક્ષિત વાપસીની વ્યવસ્થા કરવામાં આવે. ખારકીવ અને અન્ય શહેરોમાં હજુ પણ ભારતીય વિદ્યાર્થીઓ ફસાયેલા છે અને તેમને બહાર કાઢવાના પ્રયાસ તેજ કરી દેવામાં આવ્યા છે. 

નવીનના પિતા સાથે પીએમ મોદીએ કરી વાત
યુક્રેનના ખારકીવ શહેરમાં થયેલી ગોળીબારીમાં ભારતીય વિદ્યાર્થી નવીનનું મોત થયુ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવીનના પિતા સાથે ફોન પર વાત કરી છે. પીએમ મોદીએ દુખ વ્યક્ત કર્યુ છે. 

ભારતીયો માટે નવી એડવાઇઝરી જાહેર
યુક્રેનની રાજધાની કિવમાં સ્થિતિ સતત બગડી રહી છે. આ બધા વચ્ચે ત્યાં ફસાયેલા ભારતીયો માટે એક મહત્વની એડવાઈઝરી બહાર પાડવામાં આવી છે. જેમાં કહેવાયું છે કે તમામ ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓ આજે જ કિવ છોડી દે. એવુ પણ કહેવાયું છે કે કિવ છોડવા માટે જે પણ સાધન મળે તે પકડીને તરત ત્યાંથી નીકળી જાય. 

યુક્રેનમાં ભારતીય દૂતાવાસ તરફથી કહેવાયું છે કે ટ્રેન કે જે પણ સાધન મળે તે પકડીને લોકો કિવ આજે જ છોડી દે. અત્રે જણાવવાનું કે સંયુક્ત રાષ્ટ્રની ફટકાર અને પ્રતિબંધોના વરસાદ છતાં રશિયા અટકવા તૈયાર નથી. તેણે યુક્રેનની રાજધાની કિવ પર કબજા માટે એક મોટું મિલિટ્રી ઓપરેશન શરૂ કરી દીધુ છે. રશિયાનો 40 મીલ (64 કિમી) લાંબો  કાફલો કિવ તરફ ઝડપથી આગળ વધી રહ્યો છે. જંગ શરૂ થયા બાદથી આ યુક્રેન તરફ મોકલાયેલો અત્યાર સુધીનો સૌથી મોટો સૈન્ય કાફલો છે. આ પહેલા 27 કિમી લાંબા કાફલાની વાત સામે આવી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news