Cat Que Virus: આઈસીએમઆરની ચેતવણી- ભારતમાં અંધાધૂંધી મચાવી શકે છે બીજો ચીની વાયરસ


વૈજ્ઞાનિકોએ વિભિન્ન રાજ્યોમાં 883 લોકોના સેમ્પલ લીધા અને તેમાંથી બેમાં વાયરસ વિરુદ્ધ એન્ટીબોડી મળ્યા. તપાસમાં જાણવા મળ્યું કે, બંન્ને લોકો એક સમયે સંક્રમિત થયા હતા.

Cat Que Virus: આઈસીએમઆરની ચેતવણી- ભારતમાં અંધાધૂંધી મચાવી શકે છે બીજો ચીની વાયરસ

નવી દિલ્હીઃ એક તરફ ભારત સહિત વિશ્વ કોરોનાના પ્રકોપથી પીછો છોડાવવા માટે સંઘર્ષ કરી રહ્યાં છે તો બીજીતરફ ચીનના વધુ એક વાયરસનો ખતરો દેશ-દુનિયા પર દેખાવા લાગ્યો છે. ભારતીય તબીબી સંશોધન પરિષદ  (ICMR)એ ભારત સરકારને ચેતવણી આપી છે કે ચીનનો કેટ ક્યૂ વાયરસ (Cat Que Virus એટલે કે CQV) ભારતમાં એન્ટ્રી કરી શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ વ્યક્તિઓમાં ફેબ્રીલ બીમારીઓ (Febrile Illnesses),  મેન્ટિજાઇટિસ (Meningitis) અને બાળકોમાં ઇન્સેફલાઇટિસ (Paediatric Encephalitis) ની સમસ્યા ઉભી કરી શકે છે. 

કેટ ક્યૂ વાયરસની હાજરીના મળ્યા પ્રમાણ
આઈસીએમઆરના પુણે સ્થિત નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીના સાત શોધકર્તાઓના હવાલાથી કહેવામાં આવ્યું છે કે ચીન અને વિયતનામમાં કેટ ક્યૂ વાયરસની હાજરીની જાણકારી મળી છે. ત્યાં ક્યૂલેક્સ મચ્છરો અને પિગમાં આ વાયરસ મળ્યો છે. નિષ્ણાંતોએ ચેતવણી આપી છે કે ભારતમાં પણ ક્યૂલેક્સ મચ્છરોમાં કેટ ક્યૂ વાયરસ જેવું કંઈ મળ્યું છે. સંસ્થાએ કહ્યું કે, સીક્યૂવી મૂળઃ પિગમાં મળે છે અને ચીનના પાલતૂ પિગમાં આ વાયરસ વિરુદ્ધ ફ્લોરિંગ એન્ટીબોડીઝ મળી આવી છે. તેનો મતલબ છે કે કેટ ક્યૂ વાયરસે ચીનમાં સ્થાનીક સ્તરે પોતાનો પ્રકોપ ફેલાવવાનું શરૂ કરી દીધું છે. 
 

દેશમાં કોરોના હાંફી રહ્યો છે? મળ્યા આ રાહતના સમાચાર
 

883 સેમ્પલમાં બે પોઝિટિવ
વૈજ્ઞાનિકોએ વિભિન્ન રાજ્યોમાં 883 લોકોના સેમ્પલ લીધા અને તેમાંથી બેમાં વાયરસ વિરુદ્ધ એન્ટીબોડી મળ્યા. તપાસમાં જાણવા મળ્યું કે, બંન્ને લોકો એક સમયે સંક્રમિત થયા હતા. ઈન્ડિયન જર્નલ ઓફ મેડિકલ રિસર્ચમાં જૂન મહિનામાં પ્રકાશિત એક રિસર્ચમાં કહેવામાં આવ્યું કે, વ્યક્તિઓમાં સીરમ સેમ્પલોની તપાસમાં એન્ટી-સીક્યૂવી આઈજીજી એન્ટીબોડી મળવી અને મચ્છરોમાં સીક્યૂવીનું રેપ્લકેશન કેપેબિલિટીથી જાણવા મળે છે કે ભારતમાં આ બીમારી ફેલાવાની ક્ષમતા રાખે છે. તેવામાં મનુષ્યો અને પિગના વધુ સીરમ સેમ્પલોની તપાસ થવી જોઈએ જેથી ખ્યાલ આવી શકે કે આ વાયરસ આપણી વચ્ચે પહેલાથી તો હાજર નથીને. 

એક વૈજ્ઞાનિકે કહ્યુ, ભારતના સંદર્ભમાં આંકડા જણાવે છે કે કેટલાક મચ્છર સીક્યૂવીને લઈને સંવેદનશીલ છે. આ પ્રકારના મચ્છર સીક્યૂવીના સંક્રમણનું કારણ બની શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news