ખુબ સારૂ કર્યુ મોદી જી.... સરકારના આ નિર્ણયથી કોંગ્રેસ પણ ખુશ, કહ્યું- દેશને પહેલા રાખો, મળીને કરવાનું છે કામ

કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે (Education Minister Ramesh Pokhriyal 'Nishank') બેઠક પૂરી થયા બાદ ટ્વીટ કરી આ નિર્ણયની જાણકારી આપી છે. સીબીએસઈ ધોરણ 12ની પરીક્ષા જૂનમાં લેવાશે. તેની તારીખ 1 જૂને જાહેર કરવામાં આવશે. 
 

ખુબ સારૂ કર્યુ મોદી જી.... સરકારના આ નિર્ણયથી કોંગ્રેસ પણ ખુશ, કહ્યું- દેશને પહેલા રાખો, મળીને કરવાનું છે કામ

નવી દિલ્હીઃ કોરોના સંક્રમણ (coronavirus second wave) ની ખતરનાક બનેલી બીજી લહેરને જોતા કેન્દ્ર સરકારે સીબીએસઈ 10 અને 12ની બોર્ડની પરીક્ષાને ટાળવાનો નિર્ણય લીધો છે. 12માં ધોરણની પરીક્ષાને ટાળી દેવામાં આવી છે તો ધોરણ 10ની પરીક્ષાને રદ્દ કરી દેવામાં આવી છે. મોદી સરકારના આ નિર્ણય પર કોંગ્રેસ પાર્ટીએ ખુશી જાહેર કરી છે. પરંતુ પાર્ટીએ પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધીને પણ ક્રેડિટ આપી દીધી. 

કોંગ્રેસ પાર્ટીના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ કરવામાં આવ્યું, 'ખુબ સારૂ કર્યુ મોજી જી તમે રાહુલ અને પ્રિયંકા ગાંધીની સલાહને સાંભળી અને કોંગ્રેસ પાર્ટી આપણા રાષ્ટ્રને બદલવામાં લાંબો રસ્તો કાપસે. આ અમારૂ લોકતાંત્રિક કર્તવ્ય છે કે લોકોની ભલાઈ માટે સાથે કામ કરીએ. તે જોવું સારૂ છે કે ભાજપે અહંકારની આગળ રાષ્ટ્રને રાખ્યું.'

તો કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પણ કેન્દ્રના નિર્ણય પર ખુશી વ્યક્ત કરી છે. પરંતુ તેમણે તે પણ કહ્યું કે, ધોરણ 12ની પરીક્ષા વિશે પણ કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવે. તેમણે ટ્વીટ કર્યું, ખુશી થઈ કે આખરે સરકારે 10માંની પરીક્ષાને રદ્દ કરવાનો નિર્ણય લીધો. હવે 12ની પરીક્ષા વિશે પણ અંતિમ નિર્ણય લેવો જોઈએ. જૂન સુધી છાત્રોને કારણ વગર દબાવમાં રાખવાનો કોઈ અર્થ નથી. પ્રિયંકાએ કહ્યું. આ બરાબર નથી. સરકારને આગ્રહ કરુ છું કે હાલ નિર્ણય લેવામાં આવે. 

જાણો શિક્ષણ મંત્રાલયનો નિર્ણય
કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે (Education Minister Ramesh Pokhriyal 'Nishank') બેઠક પૂરી થયા બાદ ટ્વીટ કરી આ નિર્ણયની જાણકારી આપી છે. સીબીએસઈ ધોરણ 12ની પરીક્ષા જૂનમાં લેવાશે. તેની તારીખ 1 જૂને જાહેર કરવામાં આવશે. ત્યારે દેશની સ્થિતિને જોતા નિર્ણય કરવામાં આવશે. તો ધોરણ 10ની પરીક્ષા સ્થગિત કરવામાં આવી છે. 

આ પણ વાંચોઃ દેશમાં વેક્સિન ચોરીની પ્રથમ ઘટના, આ રાજ્યની સરકારી હોસ્પિટલમાંથી 320 ડોઝની ચોરી
      
પ્રિયંકા ગાંધીએ માંગ કરી હતી કે ધોરણ 10 અને ધોરણ 10ની પરીક્ષા રદ્દ કરવામાં આવે. આ બન્ને ધોરણની પરીક્ષા ચાર મેથી શરૂ થવાની હતી. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત અન્ય નેતાઓએ પણ કોરોનાના વધી રહેલા કેસને જોતા પરીક્ષા પર પુનર્વિચાર કરવાનું કહ્યું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news