હરિયાણામાં બોર્ડ ટોપર યુવતીનાં અપહરણ બાદ દુષ્કર્મ, 3ની ધરપકડ કરાઇ
મહેન્દ્રગઢ જિલ્લામાં 19 વર્ષીય યુવતીની સાથે ગેંગરેપની ઘટના સામે આવી છે. આરોપ છે કે મહેન્દ્રગઢના કનિનામાં 3 લોકોએ 19 વર્ષીય યુવતીનું કથિત રીતે અપહરણ કરીને તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો.
Trending Photos
રેવાડી : હરિયાણાના મહેન્દ્રગઢ જિલ્લામાં 19 વર્ષીય યુવતીની સાથે ગેંગરેપની ઘટના સામે આવી છે. આરોપ છે કે મહેન્દ્રગઢના કનિનામાં 3 લોકોએ 19 વર્ષીય યુવતીનું કથિત રીતે અપહરણ કરીને તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. આ માહિતી પોલીસે ગુરૂવારે આપી હતી. જો કે હાલ આ મુદ્દે હજી સુધી કોઇ ધરપકડ થઇ નથી. પીડિતા બોર્ડ ટોપર રહી ચુકી છે.
પોલીસે જણાવ્યું કે, યુવતીનું આરોપીઓએ કથિત રીતે બુધવારે અપહરણ કર્યું. તે સમયે યુવતી કોચિંગ માટે પોતાનાં ઘરેથી નિકળી હતી. થોડા અંતર પર આરોપીઓ કારમાં આવ્યા હતા અને તેને લિફ્ટ આપવાની વાત કરી. આરોપીઓ ગામનાં જ લોકો હતા અને યુવતી તેમને ઓળખતી હતી માટે તે કારમાં બેસી ગઇ હતી. જો કે તેઓ યુવતીને એક સુનસાન સ્થળ પર લઇ ગયા અને અને તેને નશીલો પદાર્થ પીવડાવીને બેહોશ કરી દીધી હતી. ત્યાર બાદ તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.
એડીજીપી એ.એસ ચાવલાનાં અનુસાર, જેમ પીડિતાએ જણાવ્યું તેમ તે સમયે ગામનાં બે યુવકો તેનું અપહરણ કરીને તેને નજીકની એક જગ્યા પર લઇ ગયા હતા. અહીં તેને કંઇક પીવા માટે આપ્યું હતું જેના કારણે તે બેહોશ થઇ ગઇ હતી. ત્યાર બાદ તેને કંઇ જ યાદ નથી. જ્યારે તે હોશમાં આવી તો એક યુવક ઉભો હતો. તેણે તેને બહાર એક સ્થળે છોડી અને તેનાં વાલીને લોકેશન અંગે માહિતી આપી હતી. આ મુદ્દે 3 લોકોની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી લેવામાં આવી છે. હાલ પોલીસ ત્રણેય આરોપીઓને શોધી રહી છે.
હુડ્ડાએ રાજ્ય સરકાર પાસે રાજીનામું માંગ્યું
આ મુદ્દે કાર્યવાહી માટે હરિયાણા સરકાર કડક કાર્યવાહી માટે પ્રતિબદ્ધ છે. મનોહરલાલ ખટ્ટરે કહ્યું કે, કાયદો પોતાનું કામ કરશે અને દોષીતોને સજા મળશે. બીજી તરફ હરિયાણાનાં પૂર્વ મુખ્યમંત્રી ભુપિંદર સિંહ હુડ્ડાએ કહ્યું કે, રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા સંપુર્ણ રીતે નિષ્ફળ થઇ ચુક્યું છે. સરકારને નૈતિક આધાર પર રાજીનામું આપી દેવું જોઇએ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે