CDS Bipin Rawat: ઉંચાઈ પર જંગમાં એક્સપર્ટ છે બિપિન રાવત! જાણો 10 મોટી ખાસિયતો
તમને જણાવી દઈએ કે સીડીએસ બિપિન રાવતના કરિયરનો મોટો ભાગ ભારતીય સેનામાં પસાર થયો છે. તેઓ ઉંચાઈ પર જંગ લડવામાં નિષ્ણાંત રહ્યા છે.
Trending Photos
નવી દિલ્હીઃ CDS Bipin Rawat profile: તમિલનાડુના કુન્નૂરમાં આજે સેનાનું હેલીકોપ્ટર ક્રેશ થઈ ગયું છે. જેમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત અને તેમના પત્ની સહિત 14 લોકો સવાર હતા. જાણકારી અનુસાર અત્યાર સુધી ત્રણ લોકોને બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે 11 મૃતદેહ મળી આવ્યા છે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવતને લઈને હજુ સુધી કોઈ સત્તાવાર જાણકારી સામે આવી નથી.
તમને જણાવી દઈએ કે સીડીએસ બિપિન રાવતના કરિયરનો મોટો ભાગ સેનાની સેવામાં પસાર થયો છે. તેઓ ઉંચાઈ પર જંગ લડવાના એક્સપર્ટ રહ્યા છે. આવો જાણીએ તેમની 10 ખુબીઓ...
- બિપિન રાવતને આર્મીમાં ઉંચાઈ પર જંગ લડવા અને કાઉન્ટર-ઇમરજન્સી ઓપરેશન એટલે કે જવાબી કાર્યવાહી એક્સપર્ટ તરીકે ઓળખવામાં આવતા હતા.
- વર્ષ 2016માં ઉરીમાં સેનાના કેમ્પ પર થયેલા આતંકી હુમલા બાદ આર્મી ચીફ જનરલ બિપિન રાવતના નેતૃત્વમાં 29 સપ્ટેમ્બર 2016ના પાકિસ્તાનમાં વસેલા આતંકી કેમ્પોને ધ્વસ્ત કરવા માટે સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી. જેને બિપિન રાવતે ટ્રેન્ડ પેરા કમાન્ડોના માધ્યમથી અંજામ આપ્યો હતો.
- ઉરીમાં સેનાના કેમ્પ અને પુલવામામાં સીઆરપીએફ પર થયેલા હુમલામાં ઘણા જવાન શહીદ થયા બાદ સેનાએ સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી.
- આર્મી સર્વિસ દરમિયાન તેમણે એલઓસી, ચીન બોર્ડર અને નોર્થ-ઈસ્ટમાં એક લાંબો સમય પસાર કર્યો છે.
- બિપિન રાવતે કાશ્મીર ઘાટીમાં પ્રથમ નેશનલ રાઇફલ્સમાં બ્રિગિડેયર અને બાદમાં મેજર જનરલ તરીકે ઇન્ફેન્ટ્રી ડિવીઝની કમાન સંભાળી.
- સાઉથ કમાન્ડની કમાન સંભાળતા તેમણે પાકિસ્તાન સાથે આવેલી પશ્ચિમી સરહદ પર મૈકનાઇઝ્ડ-વોરફેયરની સાથે-સાથે એરફોર્સ અને નેવીની સાથે સારો તાલમેલ બેસાડ્યો.
- ચાઇનીઝ બોર્ડર પર બિપિન રાવત કર્નલ તરીકે ઇન્ફ્રેન્ટ્રી બટાલિયનની કમાન સંભાળી ચુક્યા છે.
- બિપિનરાવતને ઇન્ડિયન મિલિટ્રી એકેડમીમાં સ્વર્ડ ઓફ ઓનરથી નવાજવામાં આવ્યા છે.
- રાવત ચીફ ઓફ કમિટિના અધ્યક્ષની સાથે ભારતીય સેનાના 27માં સેનાધ્યક્ષના રૂપમાં પણ કાર્ય કરી ચુક્યા છે.
મહત્વનું છે કે બિપિન રાવતનો જન્મ 16 માર્ચ 1958ના ઉત્તરાખંડના પૌડીમાં એક ગઢવાલી રાજપૂત પરિવારમાં થયો હતો. બિપિન રાવત 1978માં આર્મીમાં જોડાયા હતા. બિપિન રાવતે 2011માં ચૌધરી ચરણ સિંહ યુનિવર્સિટીમાંથી મિલિટ્રી મીડિયા સ્ટડીઝમાં પીએચડીની ડિગ્રી મેળવી હતી.
આર્મી ચીફથી CDS બનવાની સફર
બિપિન રાવત 1 સપ્ટેમ્બર 2016ના આર્મીની વાઇસ ચીફનું પદ સંભાળ્યું અને 31 ડિસેમ્બર 2016ના ઇન્ડિયન આર્મીના 26માં ચીફની જવાબદારી સંભાળી હતી. તો 30 ડિસેમ્બર 2019ના તેમને ભારતના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) બનાવવામાં આવ્યા હતા. રાવતે 1 જાન્યુઆરી 2020ના સીડીએસનો કાર્યભાર સંભાળ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે