MPમાં ITના દરોડામાં 281 કરોડના રેકેટનો પર્દાફાશ, 14.6 કરોડ રોકડ જપ્ત
આવકવેરા વિભાગની ટીમે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથના અંગત સચિવ પ્રવીણ કક્કડ સાથે તેના નજીકના વ્યક્તિ પ્રતીક જોશી અને અશ્વિન શર્માનાં ઘરે પણ દરોડા પાડ્યા હતા
Trending Photos
નવી દિલ્હી : સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સેસ (CBDT) એ સોમવારે જણાવ્યું કે, મધ્યપ્રદેશમાં આવેકવેરા વિભાગનાં દરોડા દરમિયાન આશરે 281 કરોડ રૂપિયાનાં બેહિસાબ નાણાનાં રેકેટનો પર્દાફાશ થયો છે. સમાચાર એજન્સી એએનઆઇનાં અનુસાર સીબીડીટીએ જણાવ્યું કે, આ રેકેટ રોકડનો એક હિસ્સો દિલ્હીની એક મોટી રાજનીતિક પાર્ટીને ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. આ સાથે જ આશરે 20 કરોડ રૂપિયા હવાલા દ્વારા પાર્ટીનાં એક વરિષ્ટ પદાધિકારીનાં તુગલક રોડ ખાતેનાં મકાન ખાતે ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. જો કે સીબીડીટીએ અત્યાર સુધી કોઇ પણ વ્યક્તિનાં નામનો ખુલાસો નથી કરવામાં આવ્યો.
અત્રે ઉલ્લેખનીય છે કે, આવકવેરા વિભાગની ટીમે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથનાં અંગત સચિવ પ્રવીણ કક્કડની સાથે તેમનાં નજીકનાં પ્રતીક જોશી અને અશ્વિન શર્માનાં ઘરે દરોડા પાડ્યા હતા. ભોપાલે દરોડા દરમિયાન જ મધ્યપ્રદેશ પોલીસ અને સીઆરપીએફનાં જવાનો વચ્ચે ઘર્ષણ થયું હતું. ભોપાલમાં દરોડા દરમિયાન જ મધ્યપ્રદેશ પોલીસ અને સીઆરપીએફ જવાનો વચ્ચે ટક્કરની સ્થિતી પણ પેદા થઇ ગઇ હતી. કહેવાઇ રહ્યું છે કે એમપી પોલીસ પરાણે તે કોમ્પલેક્સમાં ઘુસવાનો પ્રયાસ પણ કરી રહી હતી, જ્યાં દરોડાની કાર્યવાહી કરવામાં આવી રહી હતી.
બીજી તરફ સીબીડીટીએ જણાવ્યું કે તે કેશ રેકેટ રાજનીતિ, વ્યાપાર અને સરકારી સેવાઓ સાથે જોડાયેલા લોકોનાં ત્યાંથી દરોડા દરમિયાન સામે આવ્યું છે. દરોડા દરમિયાન 14.6 કરોડ રૂપિયાની રોકડ, 252 દારૂની બોટલ, કેટલાક હથિયાર અને વાઘની ખાલ પણ મળી આવી છે. સીબીડીટીએ જણાવ્યું કે, દિલ્હીમાં કરવામાં આવેલા દરોડાની કાર્યવાહીમાં એક કેશબુક સામે આવી છે, જેમાં 230 કરોડનાં બેનામી લેવડ દેવડનો ઉલ્લેખ છે. દિલ્હીમાં થયેલી દરોડાની કાર્યવાહીમાં કેશ રેકેટના અનેક પુરાવાઓ સામે આવ્યા છે.
સીબીડીટીના અનુસાર કેશબુક અને અનેક પુરાવાઓ સાથે જ 242 કરોડ રૂપિયાથી વધારેની રકમ હેરફેરીનાં પરિણામો મળ્યા છે. મળતી માહિતી અનુસાર આ રકમને નકલી બિલ દ્વારા હેરફેર દ્વારા વહીવટ કરવામાં આવી રહ્યો હતો. સાથે જ કર ચોરી માટે બનાવાયેલી 80 કરતા વધારે કંપનીઓનાં પુરાવા પણ મળ્યા છે. સીબીડીટીએ જણાવ્યું કે દરોડા દરમિયાન દિલ્હીનાં પોશ વિસ્તારમાં અનેક બેનામી સંપત્તીઓ અંગે પણ માહિતી મળી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે