ચીનનો દાવો-LACથી મોટાભાગના સૈનિકો પાછળ હટ્યા, ભારતે ડ્રેગનના નિવેદનને ગણાવ્યું ખોટું

ચીને (China)  દાવો કર્યો છે કે વાસ્તવિક નિયંત્રણરેખા (LAC) પાસે ભારત અને ચીનના મોટાભાગના સૈનિકો સંપૂર્ણ રીતે પાછળ હટી ગયા છે. જો કે સૂત્રોના જણાવ્યાં મુજબ ભારત સરકારે ચીનના આ દાવાને ખોટો ગણાવ્યો છે. ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબિને પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે ચીન અને ભારતના આગલી હરોળના સૈનિકોએ સરહદ પર મોટાભાગના સ્થળોથી પાછળ હટવાની પ્રક્રિયા પૂરી કરી લીધી છે તથા ગ્રાઉન્ડ સ્તરે તણાવ ઘટી રહ્યો છે. 
ચીનનો દાવો-LACથી મોટાભાગના સૈનિકો પાછળ હટ્યા, ભારતે ડ્રેગનના નિવેદનને ગણાવ્યું ખોટું

બેઈજિંગ: ચીને (China)  દાવો કર્યો છે કે વાસ્તવિક નિયંત્રણરેખા (LAC) પાસે ભારત અને ચીનના મોટાભાગના સૈનિકો સંપૂર્ણ રીતે પાછળ હટી ગયા છે. જો કે સૂત્રોના જણાવ્યાં મુજબ ભારત સરકારે ચીનના આ દાવાને ખોટો ગણાવ્યો છે. ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબિને પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે ચીન અને ભારતના આગલી હરોળના સૈનિકોએ સરહદ પર મોટાભાગના સ્થળોથી પાછળ હટવાની પ્રક્રિયા પૂરી કરી લીધી છે તથા ગ્રાઉન્ડ સ્તરે તણાવ ઘટી રહ્યો છે. 

વાત જાણે એમ છે કે ચીનના સરકારી મીડિયાના એક પત્રકારે તેમના મીડિયામાં આવેલી એ ખબરો પર ટિપ્પણી કરવાનું કહ્યું હતું જેમાં કહેવાયું હતું કે ભારત અને ચીનના સૈનિકોએ પૂર્વ લદાખ (Ladakh) માં લગવાન ઘાટી, હોટસ્પ્રિંગ અને કોંગકા વિસ્તારોમાં પાછળ હટવાની પ્રક્રિયા પૂરી કરી લીધી છે અને ફક્ત પેન્ગોંગ ત્સો વિસ્તારમાં જ સૈનિકોએ પાછળ હટવાનું બાકી છે. 

જેના પર પ્રવક્તાએ કહ્યું કે ચીન અને ભારતે હાલમાં જ સૈન્ય અને કૂટનીતિક માધ્યમોથી ઊંડી વાતીચીત કરી છે. સરહરદે ચીની અને ભારતીય સૈનિકોએ મોટાભાગના સ્થળો પર પાછળ હટવાની પ્રક્રિયા પૂરી કરી લીધી છે અને ગ્રાઉન્ડ સ્તરે તણાવ ઘટી રહ્યો છે. જ્યારે સૂત્રોનું કહેવું છે કે ભારત સરકારે ચીનના આ નિવેદનને ખોટું ગણાવ્યું છે. 

વાંગ દ્વારા મંદારિયન ભાષામાં કરાયેલી ટિપ્પણીનો અંગ્રેજીમાં અનુવાદ કરીને ચીનના વિદેશ મંત્રાલયે પોતાની વેબસાઈટ પર અપલોડ કર્યો છે. જેમાં કહેવાયું છે કે "આગલી હરોળના સૈનિકો મોટાભાગની જગ્યાઓ પરથી પાછળ હટી ગયા છે. આથી ગ્રાઉન્ડ સ્તરે તણાવ ઘટી રહ્યો છે. અમે કમાન્ડર સ્તરની ચાર તબક્કાની વાતચીત કરી અને પરામર્શ તથા સમન્વય માટે કાર્યકારી તંત્ર (WMCC)ની 3 બેઠકો કરી. હવે બાકીના મુદ્દાઓના સમાધાન માટે કમાન્ડર સ્તરની પાંચમા તબક્કાની વાતચીત માટે બંને પક્ષ સક્રિયતાથી તૈયારી કરી રહ્યા છે. અમે આશા કરીએ છીએ કે ભારત અમારી વચ્ચે બનેલી સહમતિના અમલીકરણ માટે ચીન સાથે કામ કરશે અને સરહદી વિસ્તારોમાં શાંતિ અને સ્થિરતા જાળવી રાખશે."

જુઓ LIVE TV

જલદી થશે આગામી તબક્કાની બેઠક
એમ પૂછવામાં આવ્યું કે કમાન્ડર સ્તરની આગામી તબક્કાની વાતચીત ક્યારે થશે તો વાંગે કહ્યું કે સમય આવશે ત્યારે તેની સૂચના અપાશે. વિદેશ મંત્રાલયે શુક્રવારે કહ્યું હતું કે ભારત અને ચીન પૂર્વ લદાખમાં સૈનિકોને જલદી સંપૂર્ણ રીતે હટાવવા પર સહમત થયા છે. આ અંગે જલદી સૈન્ય વાર્તા થઈ શકે છે. જેથી કરીને સૈનિકોને ઝડપથી હટાવવા તથા તણાવ ઓછો કરીને સરહદી વિસ્તારોમાં શાંતિ અને સ્થિરતા બહાલ કરવા માટે પગલાં લઈ શકાય. 

ઉલ્લેખનીય છે કે ગલવાન ખીણમાં બંને દેશના સૈનિકો વચ્ચે 15 જૂનના રોજ થયેલા લોહિયાળ ઘર્ષણ બાદ પૂર્વ લદાખમાં તણાવ અનેકગણો વધી ગયો છે. આ ઘર્ષણમાં ભારતના 20 સૈનિકો શહીદ થયા હતાં. જ્યારે અમેરિકાના ગુપ્તચર વિભાગના જણાવ્યાં મુજબ ચીનના 35 જેટલા સૈનિકો માર્યા ગયાં. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news