ભારતીય સેનાના જવાનોએ ચીનના કર્નલને જીવતો પકડ્યો હતો: સૂત્ર
સીમા વિવાદ પર અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર બતાવવા જઇ રહ્યા છીએ. ગલવાનમાં ચીનના સૈનિક ભારતના કબજામાં હતા. લદ્દાખમાં ભારતીય સૈનિકોએ ચીનના કર્નલને જીવતો પકડ્યો હતો.
Trending Photos
નવી દિલ્હી: સીમા વિવાદ પર અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર બતાવવા જઇ રહ્યા છીએ. ગલવાનમાં ચીનના સૈનિક ભારતના કબજામાં હતા. લદ્દાખમાં ભારતીય સૈનિકોએ ચીનના કર્નલને જીવતો પકડ્યો હતો. ભારતીય સેનાના 3 મીડિયમ રેજિમેન્ટના જવાનોએ ચીનના કર્નલને બંધક બનાવ્યો હતો. સૂત્રોના અનુસાર ઝડપમાં ચીનના 45 થી 50 સૈનિક માર્યા ગયા હતા.
ગલવાનનું સત્ય
LAC પર સોમવારે રાત્રે ચીનના નિર્માણ કાર્યના કારણે ઝડપ થઇ હતી. LAC પર ચીનના નિર્માણના પ્રયત્નને ભારતીય સેનાએ અટકાવ્યો હતો. સૈનિકોની બહાદુરીના કારણે ચીન LAC પાર કરી ન શક્યું. સૈનિકોના બલિદાનના કારણે ચીન ઘૂસણખોરી શક્યું નહી. ચીને આપણી સીમામાં ઘૂસવાનો પ્રયત્ન કર્યો, તેમને આકરો જવાબ આપવામાં આવ્યો. LAC પર કોઇપણ પ્રકારના એકતરફી ફેરફાર સહન નથી. 60 વર્ષમાં આપણી 43 વર્ગ કિમી જમીન પર ચીને કબજો કર્યો છે. કારણ વિના વિવાદથી સૈનિકોનું મનોબળ તોડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.
ચીન પર વડાપ્રધાનનો સંદેશ
પીએમ મોદીએ સર્વદળીય બેઠક બાદ દેશના નામે સંબોધનમાં ચીન પર કહ્યું હતું કે કોઇ ઘૂસણખોરી નથી જેથી આપણી પોસ્ટ કબજો થયો હોય. 20 વીર સૈનિકોને પાઠ ભણાવ્યો, તેમને મોટી કિંમત ચૂકવવી પડી. અમારી સેના દરેક પરિસ્થિનો સામનો કરવા માટે તૈયાર છે. સેનાને આપણે યોગ્ય કાર્યવાહી કરવાની છૂટ આપી છે. આપણે ઇચ્છીએ છીએ કે શાંતિ અને કૂટનીતિક પ્રયત્નથી મુદ્દો ઉકેલાય. સંપ્રભૂતા સર્વોપરી છે, સીમા પર 5 વર્ષથી વિકાસ કર્યો છે. સારું ઇંફ્રાસ્ટ્રક્ચર ચીનની હરકત પર નજર રાખવામાં મદદગાર છે. બહારી દબાણમાં ભારત ક્યારે ઝૂક્યું નથી, આ વખતે પણ એવું નહી થાય.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે