ચીની જાસૂસ યુવતીની પૂછપરછમાં થયો મોટો ખુલાસો, સુરક્ષા એજન્સીઓના હોશ ઉડ્યા
Trending Photos
નવી દિલ્હી: જાસૂસી મામલે પકડાયેલી યુવતી ક્વિન્સીની પૂછપરછ દરમિયાન ચીની જાસૂસી નેટવર્ક (Chinese spy network) અંગે મોટો ખુલાસો થયો છે. તપાસ એજન્સીઓને જાણવા મળ્યું છે કે ચીને (China) પોતાની ઈન્ડિયન જાસૂસી ટીમને પ્રધાનમંત્રી કાર્યાલય સહિત મોટા કાર્યાલયોની આંતરિક જાણકારી આપવાનું કહ્યું હતું.
અધિકારીઓની પણ માંગી જાણકારી
ચીને પોતાના જાસૂસોને ગ્રેડિંગ મુજબ જાણકારી આપવાનું કહ્યું હતું. એટલે કે મોટા કાર્યાલયોમાં કઈ વ્યક્તિ મહત્વના પદ પર છે. સ્ટાફમાં કોણ કેટલો પ્રભાવશાળી છે. આ જાણકારી માટે કોલકાતાની એક પ્રભાવશાળી મહિલા સાથે ચીની મહાબોધિ મંદિરના પ્રમુખે ક્વિન્સીનો પરિચય કરાવ્યો હતો.
કમ્યુનિસ્ટ પાર્ટીના લીડરની પત્નીને મોકલવાના હતા કાગળો
ક્વિન્સીને કહેવાયું હતું કે પ્રભાવશાળી મહિલા જે દસ્તાવેજ આપે તેને ચીની ભાષામાં ટ્રાન્સલેટ કરીને ચીન મોકલવાના છે. અત્યાર સુધીની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ દસ્તાવેજ ચીની કમ્યુનિસ્ટ પાર્ટીના લીડરની પત્ની મિસિસ ડિંગ અને મિસ્ટર ચાઉને મોકલવાના હતા.
ચીની યુવતી તથા તેના સાથીઓની પૂછપરછ દરમિયાન થયેલા ખુલાસાથી સુરક્ષા એજન્સીઓમાં હડકંપ મચી ગયો છે. ઈન્ટેલિજન્સ એજન્સીઓના નિવેદનોના આધારે સમગ્ર કેસની ઊંડી તપાસ શરૂ કરી દેવાઈ છે. કોલકાતા સહિત અનેક જગ્યાઓ પર લોકોની પૂછપરછ ચાલુ છે.
અત્રે જણાવવાનું કે આ કેસમાં દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે ગત મહિને એક પત્રકાર રાજીવ શર્મા સહિત ચીની યુવતી અને તેના નેપાળી સાથી શેર બહાદુરની ધરપકડ કરી હતી. ત્રણેય હાલ તિહાડ જેલમાં બંધ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે