CM ઉદ્ધવ ઠાકરેએ PM મોદીને પત્ર લખ્યો, કહ્યું- 25 વર્ષથી વધુ ઉંમરના લોકોને આપવામાં આવે વેક્સિન
મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસથી રેકોર્ડ કેસ સામે આવી રહ્યાં છે. આ વચ્ચે પ્રદેશના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પીએમ મોદીને પત્ર લખ્યો છે.
Trending Photos
મુંબઈઃ મહારાષ્ટ્રમાં સતત વધી રહેલા કોરોના કેસ વચ્ચે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (Chief Minister Uddhav Thackeray) એ પીએમ મોદી (PM Modi) ને પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે કહ્યું કે, 25 વર્ષથી વધુ ઉંમરના બધા લોકોને કોરોનાની વેક્સિન આપવાની મંજૂરી આપો.
સાથે તેમણે વેક્સિન માટે 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને મંજૂરી આપવાના તેમના પ્રસ્તાવનો સ્વીકાર કરવા માટે પીએમનો આભાર માન્યો છે. ઠાકરેએ પત્રમાં કહ્યુ કે, દેશમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ કોરોના વેક્સિન આપવામાં આવી છે. રવિવાર સુધી રાજ્યમાં 76.86 લાખ ડોઝ આપવામાં આવ્યા છે.
આ પહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે પણ આ પ્રકારની માંગ ઉઠાવી છે.
CM Uddhav Balasaheb Thackeray has written to the Hon’ble Prime Minister Shri @narendramodi to further lower the age group eligible for vaccination to 25years old to curb the intensity of the rising cases in the state. pic.twitter.com/YWwebaYW9X
— CMO Maharashtra (@CMOMaharashtra) April 5, 2021
આ સમયે દેશભરમાં 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને કોરોનાની વેક્સિન આપવામાં આવી રહી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે અત્યાર સુધી આઠ કરોડથી વધુ કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવી ચુક્યા છે.
મહત્વનું છે કે મહારાષ્ટ્રમાં રવિવારે કોરોના વાયરસ સંક્રમણના 57074 નવા કેસ સામે આવ્યા હતા. જે એક દિવસમાં રાજ્યમાં સર્વાધિક સંખ્યા છે. તો 222 દર્દીઓના મૃત્યુ થયા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે