CNG-PNG Gas: મોંઘવારીની મોટી થપાટ માટે રહો તૈયાર, 1 એપ્રિલથી વધશે CNG-PNG ગેસના ભાવ!
દેશમાં હાલ દરેક વસ્તુઓના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના કારણે સામાન્ય લોકોનું જીવવું સતત મુશ્કેલ બની રહ્યો છે. ખાદ્ય ચીજવસ્તુઓ, કાચા તેલ, ફળો અને શાકભાજી સહિત અનેક ઉત્પાદનોની કિંમતો વધી રહી છે.
Trending Photos
દેશમાં હાલ દરેક વસ્તુઓના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના કારણે સામાન્ય લોકોનું જીવવું સતત મુશ્કેલ બની રહ્યો છે. ખાદ્ય ચીજવસ્તુઓ, કાચા તેલ, ફળો અને શાકભાજી સહિત અનેક ઉત્પાદનોની કિંમતો વધી રહી છે. મોંઘવારીના કારણે સામાન્ય માણસ મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે. વ્યક્તિના ઘરનો ખર્ચો કાઢવો પણ મુશ્કેલ બની જાય છે. મોંઘવારીના કારણે આપઘાતના સમાચાર સતત આવતા હોય છે.
1 એપ્રિલ 2023થી દેશમાં ગેસના ભાવ વધશે.
ગેસના ભાવ વધતાતેની સીધી અસર દેશના સામાન્ય નાગરિકોના ખિસ્સા પર પડશે. કેન્દ્રીય કેબિનેટ ટૂંક સમયમાં દેશમાં ઉત્પાદિત કુદરતી ગેસની કિંમતો વધારવા પર વિચાર કરી શકે છે. તમને જણાવી દઈએ કે નેચરલ ગેસ એટલે કે સીએનજીના ભાવમાં વધારાને કારણે લોકોની અવરજવર પર પણ અસર પડશે, જેના કારણે ઓટો રિક્ષા, ટેમ્પોના ભાડામાં વધારો થવાની સંભાવના છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકાર દેશમાં ઉત્પાદિત કુદરતી ગેસના ભાવમાં બે વખત વધારો કરે છે. આ ગેસનો ઉપયોગ સીએનજીના રૂપમાં વાહનોમાં થાય છે. તે જ સમયે, પીએનજીનો ઉપયોગ રસોડામાં ગેસ તરીકે થાય છે. આ ઉપરાંત ઉત્પાદિત કુદરતી ગેસનો ઉપયોગ વીજળી અને ખાતરના ઉત્પાદનમાં થાય છે. 1 એપ્રિલથી આ ગેસના ભાવમાં જોરદાર ઉછાળો આવી શકે છે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જો કેન્દ્ર સરકાર પહેલાની ફોર્મ્યુલા અનુસાર ગેસની કિંમત નક્કી કરે છે, તો ગેસની કિંમત $ 10.7 પ્રતિ mmBtu સુધી થઈ શકે છે. તે જ સમયે, નવા ગેસ ફિલ્ડમાંથી ગેસની કિંમત કાઢવા પર કેટલાક ફેરફારો જોવા મળી શકે છે.
કેન્દ્ર સરકાર કુદરતી ગેસના ભાવ બે ફોર્મ્યુલા સાથે નક્કી કરે છે. ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન અને ઓઈલ ઈન્ડિયા લિમિટેડ રાષ્ટ્રીય પેટ્રોલિયમ કંપનીઓ નવા ક્ષેત્રોમાંથી ઉત્પાદિત ગેસ માટે ચૂકવણી કરે છે. બીજી તરફ ઊંડા સમુદ્રના નવા વિસ્તારોમાંથી નીકળતા ગેસના પેમેન્ટની ફોર્મ્યુલા છે. તમને જણાવી દઈએ કે અગાઉ જ્યારે કિંમતોમાં 70 ટકાનો વધારો થયો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે