પાંચ રાજ્યોમાં મળી હાર પર કોંગ્રેસમાં મંથન, ગેહલોતે રાહુલ ગાંધી માટે કહી આ વાત
પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને ખરાબ હારનો સામનો કરવો પડ્યો છે. ચૂંટણીના પરિણામો આવ્યા બાદ ફરી એકવાર કોંગ્રેસના નેતૃત્વ પર સવાલ ઉભા થવા લાગ્યા છે. કોંગ્રેસ માટે આ કઠિન સમય તરીકે જોવામાં આવે છે અને પાર્ટી અધ્યક્ષને લઇને કોંગ્રેસના નેતા ફરી એકવાર ચર્ચા કરવા લાગ્યા છે.
Trending Photos
નવી દિલ્હી: પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને ખરાબ હારનો સામનો કરવો પડ્યો છે. ચૂંટણીના પરિણામો આવ્યા બાદ ફરી એકવાર કોંગ્રેસના નેતૃત્વ પર સવાલ ઉભા થવા લાગ્યા છે. કોંગ્રેસ માટે આ કઠિન સમય તરીકે જોવામાં આવે છે અને પાર્ટી અધ્યક્ષને લઇને કોંગ્રેસના નેતા ફરી એકવાર ચર્ચા કરવા લાગ્યા છે. આ ક્રમમાં રાજસ્થનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ગાંધી પરિવારનો બચાવ કરતાં રાહુલ ગાંધીને પાર્ટી અધ્યક્ષ બનાવવાની દલીલ કરી છે.
'રાહુલ ગાંધીએ કોંગ્રેસ અધ્યક્ષ બનવું જોઈએ'
અશોક ગેહલોતે કહ્યું કે રાહુલ ગાંધીએ પાર્ટી અધ્યક્ષ બનવું જોઈએ. છેલ્લા 3 દાયકાથી ગાંધી પરિવારમાંથી કોઈ પણ પીએમ કે મંત્રી નથી બન્યું. એ સમજવું જરૂરી છે કે કોંગ્રેસની એકતા માટે ગાંધી પરિવાર મહત્વપૂર્ણ છે. કોંગ્રેસ વર્કિંગ કમિટિ (CWC)ની બેઠક પહેલા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના નેતૃત્વને સમર્થન આપતા રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતે રવિવારે કહ્યું હતું કે રાહુલ ગાંધી એકમાત્ર એવા વ્યક્તિ છે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે પોતાની પૂરી તાકાતથી લડી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે CWCની બેઠકમાં ચૂંટણી હારનું 'પોસ્ટમોર્ટમ' કરવામાં આવશે અને આગળની વ્યૂહરચના નક્કી કરવામાં આવશે. ગેહલોતે અહીં પત્રકારોને કહ્યું, "રાજકારણમાં અનેક પ્રકારની સ્થિતિઓ ઊભી થાય છે, તેનાથી ગભરાવું જોઈએ નહીં. આપણે લાંબા સમયથી જોયું છે, ઉતાર-ચઢાવ આવતા રહે છે, આ જ ભારતીય જનતા પાર્ટી જે આજે સત્તામાં છે, તેને એક સમયે સંસદમાં માત્ર 2 બેઠકો મળી હતી. તેથી જ ચૂંટણીમાં જીત અને હાર થાય છે, અમે તેનાથી ડરતા નથી.
આગળ નવેસરથી કામ કરવાનું છે
તેમના અનુસાર આજે રાહુલ ગાંધી એકલા વ્યક્તિ છે, જે દમખમ સાથે નરેન્દ્ર મોદીજીનો મુકાબલો કરી રહ્યા છે અને નરેન્દ્ર મોદીજીને પણ રાહુલ ગાંધીજીને ટાર્ગેટ કરીને જ પોતાના ભાષણની શરૂઆત કરવી પડે છે અને તેનો અંત કરવો પડે છે. તમે સમજી શકો છો કે તેનો શું મતલબ છે. સીડબ્લ્યૂસીની બેઠક વિશે ગેહલોતે કહ્યું 'સીડબ્લ્યૂસીની બેઠક સોનિયાજીએ સમય સાથે બોલાવી છે. ત્યાં બેસીને આપણે ચર્ચા કરીશું અમે લોકો, પોસ્ટમોર્ટમ પણ કરીશું. આગળ કેવી વધવાનું છે. આગળ નવેસરથી કેવી રીતે કામ કરવાનું છે તેના વિશે વાત કરીશું. જ્યાં ખોટ છે, તેને દૂર કરીશું.'
કોંગ્રેસ કેડર ગભરાશે નહી
તેમણે પાંચ રાજ્યોમાં કોંગ્રેસને મળેલી હાર પર કહ્યું કે રાજકારણમાં ઘણા પ્રકારની પરિસ્થિતિ બની જાય છે, તેનાથી ગભરાવવાની જરૂર નથી. ઉતાર-ચઢાવ આવતા રહે છે. આ જ ભાજપ જે આજે સત્તામાં છે, તેમને 542 માંથી ફક્ત 2 લોકસભા સીટો મળી હતી તે પણ દિવસો અમે જોયા છે. એટલા માટે ચૂંટણીમાં હાર-જીત થતી રહે છે, તેનાથી ગભરાવવાની જરૂર નથી. કોંગ્રેસ કેડર ગભરાશે નહી
સોનિયા ગાંધીની અધ્યક્ષમાં બેઠક
સીડબલ્યૂસી બેઠકની બેઠક માટે કોંગ્રેસની વચગાળાની અધ્યક્ષ સોનિયા ગાંધી, કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગે અને અંબિકા સોની 5 રાજ્યોમાં ચૂંટણીની હાર અને હાલની રાજકીય સ્થિતિ પર ચર્ચા કરવા માટે કોંગ્રેસ કાર્યાલય પહોંચી ગયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે