કોંગ્રેસ નેતા થરૂરે કેન્દ્રીય મંત્રીને નોટિસ ફટકારી, ચેતવણી આપતા કહ્યું-48 કલાકમાં માફી માંગો
: કોંગ્રેસના નેતા શશિ થરૂરે પોતાના વકીલ મારફતે કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદને તેમના વિરુદ્ધ ખોટા અને બદનામીવાળા નિવેદન કરવાના આરોપસર નોટિસ મોકલી છે.
Trending Photos
નવી દિલ્હી: કોંગ્રેસના નેતા શશિ થરૂરે પોતાના વકીલ મારફતે કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદને તેમના વિરુદ્ધ ખોટા અને બદનામીવાળા નિવેદન કરવાના આરોપસર નોટિસ મોકલી છે. નોટિસમાં ચેતવણી આપતા કહેવાયું છે કે રવિશંકર પ્રસાદ 48 કલાકની અંદર માફી માંગે નહીં તો તેમના વિરુદ્ધ કાયદાકીય પ્રક્રિયા મુજબ કાર્યવાહી કરવામાં આવશે. મીડિયા રિપોર્ટ મુજબ કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે ટ્વિટ કરીને કહ્યું હતું કે શશિ થરૂર કે જેઓ એક હત્યા કેસના આરોપી છે તેમણે ખોટા નિવેદન આપીને ભગવાન શિવનું અપમાન કર્યુ છે.
પ્રસાદે વધુમાં કહ્યું હતું કે તેઓ આ મામલે પોતાને શિવભક્ત હોવાનો દાવો કરતા રાહુલ ગાંધી પાસે જવાબ માંગે છે કે કયા પ્રકારે કોંગ્રેસના સાંસદે ભગવાન શિવ અંગે અપમાનજનક ટિપ્પણી કરી હતી. રવિશંકર પ્રસાદે રાહુલ ગાંધીને કહ્યું હતું કે તેઓ તમામ હિંદુઓ પાસે માફી માંગે.
વાત જાણે એમ છે કે શશિ થરૂરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે ખુબ જ આપત્તિજનક ટિપ્પણી કરી હતી. ત્યારબાદ મામલાએ તૂલ પકડ્યું. કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે આ મામલે પ્રતિક્રિયા આપી અને કોંગ્રેસના ટોચના નેતૃત્વ પર સવાલ ઉઠાવ્યાં હતાં. કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કોંગ્રેસના નેતા શશિ થરૂરના શિવલિંગ અને વિંછી વાળા નિવેદનને લઈને તેમના પર નિશાન સાંધવા સાથે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના રાફેલ ડીલમાં ગડબડી પરના આરોપો પર કહ્યું હતું કે તેઓ દેશની સુરક્ષા સાથે રમી રહ્યાં છે. પ્રસાદે પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ઉજ્જૈનમાં મંદિરમાં દર્શન કરી રહ્યાં છે.
Shashi Tharoor who is accused in a murder case has attempted to disrespect Lord Shiva.
I seek a reply from Rahul Gandhi who claims himself to be a Bhakt of Lord Shiva on this horrific denunciation of Hindu gods by a Congress MP.
Rahul Gandhi must apologize to all Hindus. pic.twitter.com/QeShJoCHDZ
— Ravi Shankar Prasad (@rsprasad) October 28, 2018
હું તેમની નવી ભક્તિ માટે શુભકામના પાઠવું છું. તેઓ સ્વયં શિવ ભક્ત હોવાનો પરિચય આપી રહ્યાં છે. પરંતુ તેમના નેતા શશિ થરૂર શિવલિંગ માટે અયોગ્ય વાત કરી રહ્યાં છે. તેમણે કહ્યું કે એકબાજુ તો રાહુલ ગાંધી ઉજ્જૈનમાં મહાકાળના દર્શન કરી રહ્યાં છે જ્યારે બીજી બાજુ તેમના છૂટભૈયા નેતા દેવી દેવતાઓનું અપમાન કરી રહ્યાં છે.
પ્રસાદે કહ્યું હતું કે થરૂરે આવું પહેલીવાર નથી કર્યું. આ અગાઉ તેમણે કહ્યું હતું કે ભારત હિંદુ તાલિબાનમાં બદલાઈ રહ્યું છે. તેમણે કહ્યું કે તેઓ સમજી શકે છે કે થરૂપને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યે ચિઢ છે. પરંતુ વડાપ્રધાન મોદીના નામ પર ભગવાન શિવ પર આપત્તિજનક નિવેદન અપાઈ રહ્યાં છે.
તેમણે કહ્યું કે આ સહન નહીં થાય. દેશની જનતા તેનો જવાબ આપશે. આ મામલે તૂલ પકડતા કોંગ્રેસ નેતા શશિ થરૂરે ટ્વિટ કરીને સ્પષ્ટીકરણ આપ્યું કે આ ટિપ્પણી છ વર્ષથી સાર્વજનિક રીતે ઉપલબ્ધ છે. રવિશંકર પ્રસાદના છ વર્ષ જૂના નિવેદનને મુદ્દો બનાવવાથી એ સ્પષ્ટ થાય છે કે ભાજપ પાસે દેશને આપવા માટે કઈ નવું નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે