Covid-19 Vaccination: દેશમાં કોરોના સામેની જંગમાં મહત્વનો પડાવ પાર, રસીકરણનો આંકડો 50 કરોડ ઉપર પહોંચ્યો, જાણો PM મોદીએ શું કહ્યું?
દેશમાં કોરોના રસીકરણ અભિયાને એક મહત્વનો પડાવ પાર કર્યો છે. અત્યાર સુધીમાં કોરોના રસીના 50 કરોડથી વધુ ડોઝ અપાઈ ચૂક્યા છે.
Trending Photos
નવી દિલ્હી: દેશમાં કોરોના રસીકરણ અભિયાને એક મહત્વનો પડાવ પાર કર્યો છે. અત્યાર સુધીમાં કોરોના રસીના 50 કરોડથી વધુ ડોઝ અપાઈ ચૂક્યા છે. રસીકરણ ડ્રાઈવનું આ માઈલ સ્ટોન પાર કરવા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વખાણ કર્યા. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે તેમની સરકાર 'બધાને રસી મફત રસી' હેઠળ બધા નાગરિકોનું રસીકરણ સુનિશ્ચિત કરશે. પ્રધાનમંત્રીનું આ નિવેદન એવા સમયે આવ્યું કે જ્યારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું કે કોરોના વિરોધી રસીના ડોઝ આપવા મામલે ભારતે 50 કરોડનો આંકડો પાર કર્યો છે. શુક્રવારે ભારતમાં 43.29 લાખ ડોઝ અપાયા હતા.
40 કરોડથી 50 કરોડ સુધી પહોંચવામાં માત્ર 20 દિવસ લાગ્યા
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે દેશમાં કોરોના રસીના અત્યાર સુધીમાં 50 કરોડથી વધુ ડોઝ લાગી ચૂક્યા છે. 40 કરોડથી 50 કરોડસુધી પહોંચવામાં માત્ર 20 દિવસ લાગ્યા છે.
કોરોના વિરુદ્ધ ભારતની જંગે તાકાત મેળવી-પીએમ મોદી
50 કરોડથી વધુ ડોઝ અપાયાના વખાણ કરતા પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે 'કોરોના વિરુદ્ધ ભારતની જંગે રફતાર પકડી છે. રસીકરણનો આંકડો 50 કરોડને પાર ગયો છે. આપણે આ આંકડાને વિસ્તાર આપવા અને બધાને રસી, મફત રસી હેઠળ આપણા તમામ નાગરિકોને રસી અપાય તેવી આશા કરીએ છીએ.'
India’s fight against COVID-19 receives a strong impetus. Vaccination numbers cross the 50 crore mark. We hope to build on these numbers and ensure our citizens are vaccinated under #SabkoVaccineMuftVaccine movement.
— Narendra Modi (@narendramodi) August 6, 2021
દેશમાં અત્યાર સુધીની કોરોના રસીકરણ અભિયાનની સફર
દેશમાં કોરોના રસીકરણ અભિયાનના આ મહત્વના પડાવને પાર કરવા પર આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટ કરીને જણાવ્યું કે અત્યાર સુધીનું આ અભિયાન કેવું રહ્યું. તેમણે જણાવ્યું કે ભારતને કોરોના રસીના 10 કરોડ ડોઝ આપવામાં 85 દિવસ લાગ્યા. 10થી 20 કરોડ સુધી પહોંચવામાં 45 દિવસ, 20થી 30 કરોડ સુધી પહોંચવામાં 29 દિવસ, 30થી 40 દિવસ સુધી પહોંચવામાં 24 દિવસ અને 40થી 50 કરોડ સુધી પહોંચવામાં ફક્ત 20 દિવસ લાગ્યા. એ જ રીતે જો 10 કરોડ ડોઝની સરેરાશ ગણીએ તો હાલના 10 કરોડના ડોઝ સૌથી ઓછા સમયમાં અપાયા છે.
PM @NarendraModi जी के '#SabkoVaccineMuftVaccine' अभियान से आज देश ने 50 करोड़ टीकाकरण का आँकड़ा पार कर लिया है।
भारत को
0-10 करोड़ का आँकड़ा छूने में 85 दिन
10-20 करोड़ में 45 दिन
20-30 करोड़ में 29 दिन
30-40 करोड़ में 24 दिन
और 50 करोड़ टीकाकरण में केवल 20 दिन लगे pic.twitter.com/pNqcUvxEqA
— Mansukh Mandaviya (@mansukhmandviya) August 6, 2021
16 જાન્યુઆરીએ શરૂ થયું હતું અભિયાન
દેશમાં કોરોના રસીકરણ અભિયાન 16 જાન્યુઆરીથી શરૂ થયું હતું. સૌથી પહેલા હેલ્થવર્કર્સ માટે શરૂ કરાયું. 2 ફેબ્રુઆરીથી ફ્રન્ટલાઈન વર્કર્સને પણ તેમા સામેલ કરાયા. 1 માર્ચથી રસીકરણ 60 વર્ષથી ઉપરના તમામ લોકો માટે અને 45 વર્ષથી ઉપરના એવા લોકો કે જે ગંભીર બીમારીથી પીડાતા હોય તેમના માટે શરૂ કરાયું. ત્યારબાદ 1 એપ્રિલથી 45 વર્ષથી ઉપરના તમામ લોકો માટે રસીકરણ શરૂ થઈ ગયું. તેના એક મહિના બાદ 1 મેથી દેશમાં 18 વર્ષથી ઉપરના તમામ લોકો માટે રસીકરણ શરૂ કરવામાં આવ્યું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે