LIVE : કાશ્મીરમાં એક કોરોના પીડિતનું મોત, ગ્રેટર નોઇડામાં નોંધાયા ત્રણ નવા કેસ

હાલમાં દેશમાં કોરોનાના 606 પોઝિટિવ મામલા સામે આવ્યા છે અને એના કારણે મૃતકોની સંખ્યા વધીને 11 થઈ ગઈ છે.

LIVE : કાશ્મીરમાં એક કોરોના પીડિતનું મોત, ગ્રેટર નોઇડામાં નોંધાયા ત્રણ નવા કેસ

નવી દિલ્હી : કોરોના વાયરસ (Coronavirus)ને કારણે આખી દુનિયામાં તાંડવ મચી ગયું છે. સ્પેન, ઇટાલી અને અમેરિકામાં પરિસ્થિતિ વધારે ગંભીર થઈ ગઈ છે. સ્પેનમાં કોરોનાના કારણે એક દિવસમાં 700 લોકોના મૃત્યુ થઈ ગયા છે. ભારતમાં આવી ભયાવહ સ્થિતિ ઉભી ન થાય એટલે હજારો લોકો ઘરમાં કેદ છે.  હાલમાં દેશમાં કોરોનાના 606 પોઝિટિવ મામલા સામે આવ્યા છે અને એના કારણે મૃતકોની સંખ્યા વધીને 11 થઈ ગઈ છે. રાહતની વાત તો એ છે કે કોરોનાપીડિત 42 લોકો સાજા પણ થઈ ગયા છે. 

LIVE UPDATES

  • ગ્રેટર નોઇડામાં સામે આવ્યા નવા ત્રણ કેસ
  • કોરોનાના કારણે કાશ્મીરમાં 65 વર્ષીય વડીલનું મૃત્યુ, ત્રણ દિવસથી હોસ્પિટલમાં હતા દાખલ
  • લોકડાઉનને ધ્યાનમાં રાખીને સૌરવ ગાંગુલી ગરીબોને 50 લાખ રૂપિયાના ચોખાનું દાન કરશે
  • દેશના તમામ ટોલનાકાઓ પર વસુલી રોકવામાં આવી
  • મહારાષ્ટ્રમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 128 થઈ
  • ગોવામાં કોરોનાના ચેપના નવા ત્રણ કેસ જાહેર, ત્રણેય વ્યક્તિઓ વિદેશથી પરત આવી હતી
  • ઇન્દોરમાં કોરોનાના ત્રણ પોઝિટિવ દર્દી મળ્યા
  • લોકડાઉનનો ભંગ કરવા બદલ દિલ્હીમાં 5000 લોકોની અને કેરળમાં 25 હજારથી વધારે લોકોની ધરપકડ
  • સ્પેન, ઇટાલી અને અમેરિકામાં પરિસ્થિતિ વધારે ગંભીર
  • પાકિસ્તાનમાં કોરોનાના 1081 મામલા, 8 લોકોના મૃત્યુ
  • અમેરિકામાં કોરોનાગ્રસ્ત લોકોની સંખ્યા 60 હજારને પાર, 827ના મોત
  • ફ્રાંસમાં 11,583 કોરોનાપીડિત, મૃતકોની સંખ્યા 1300ને પાર 
  • ઇટાલીમાં ભયાનક સ્થિત, મૃતકોની સંખ્યા 7500ને પાર
  • સ્પેનના ઉપ પ્રધાનમંત્રીને લાગ્યો કોરોનાનો ચેપ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news