Corona ના કેસ ઘટતાં સરકારે આપી આ સુવિધાઓ, નવી ગાઇડલાઇન્સ જાહેર

કેન્દ્રીય ગૃહ મંત્રલયે કોવિડ 19 (Covid-19)ની દેખરેખ, નિયમન અને સાવધાની માટે દિશાનિર્દેશ (Guidelines) લાગૂ કરવાના આદેશ જાહેર કર્યા છે. આ આદેશ 1 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી સુધી લાગૂ રહેશે.

Corona ના કેસ ઘટતાં સરકારે આપી આ સુવિધાઓ, નવી ગાઇડલાઇન્સ જાહેર

નવી દિલ્હી: કોરોના વાયરસ (Coronavirus) ની વિરૂદ્ધ લડાઇમાં ભારત સતત જીત તરફ અગ્રેસર છે પરંતુ બિમારી હજી બિમારી પણ ખતમ થઇ નથી. કેન્દ્ર સરકાર સતત લોકોને માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટેંસિંગનું પાલન કરાવવાનો આગ્રહ કરે છે. આ કડીમાં વધુ એક પગલું આગળ વધારતાં કેન્દ્રીય ગૃહ મંત્રલયે કોવિડ 19 (Covid-19)ની દેખરેખ, નિયમન અને સાવધાની માટે દિશાનિર્દેશ (Guidelines) લાગૂ કરવાના આદેશ જાહેર કર્યા છે. આ આદેશ 1 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી સુધી લાગૂ રહેશે. નવી ગાઇડલાઇન્સના અનુસાર સિનેમા હોલમાં હવે 50 ટકથી વધુ લોકોને બેસવાની પરવાનગી રહેશે. આ સાથે જ સ્વિમિંગ પૂલમાં લોકો સામાન્ય લોકો પણ જઇ શકશે. 

સિનેમાઘરના માલિકોને મોટી રાહત
કેન્દ્ર સરકાર દ્રારા કહેવામાં આવ્યું છે કે રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોને વિભિન્ન ગતિવિધિઓ અને કોરોનાની સારવારના ઉપાયોને ચાલુ રાખવા અને SOP લાગૂ કરવી અનિવાર્ય રહેશે. સિનેમા હોલ વધુ ક્ષમતા સાથે ખુલી શકે છે. સિનેમા હોલ માટે સૂચના તથા પ્રસારણ મંત્રાલય નવી એસઓપી જાહેર કરશે. આ ઉપરાંત  સોશિયલ ડિસ્ટેંસિંગનું અને ધાર્મિક આયોજનો રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની SOP ના અનુસાર પરવાનગી આપવામાં આવશે. જ્યારે સ્વિમિંગ પૂલને લઇને રમતગમત મંત્રાલય દ્રારા SOP જાહેર કરવામાં આવશે. 

તમામ પ્રકારના પ્રદર્શની હોલને મળી પરવાનગી
ગાઇડલાઇનમાં કહેવામાં આવ્યું કે બિઝનેસ ટૂ બિઝનેસ (B2B) પ્રદર્શની હોલને પહેલાંથી જ પરવાનગી આપવામાં આવી છે. હવે તમામ પ્રકારના પ્રદર્શની હોલની અનુમતિ આપવમાઅં આવશે, જેના માટે વાણિજ્ય વિભાગ દ્રારા MHA સાથે ચર્ચા કરી સંશોધિત એસઓપી જાહેર કરવામાં આવશે. 

કોરોનાને સંપૂર્ણ રીતે ખતમ કરવાનો સરકારનો ટાર્ગેટ
કેન્દ્રીય ગૃહ મંત્રાલયનું કહેવું છે કે દિશાનિર્દેશોનો મુખ્ય ઉદ્દેશ્ય કોવિડ 19 વિરૂદ્ધ કરવામાં આવેલા પ્રયત્નોને બનાવી રાખવા અને કોરોનાના પ્રસારને રોકવાનો છે. તમને જણાવી દઇએ કે ગત ચાર મહિનાથી દેશમાં કોરોનાના સક્રિય અને નવા કેસની સંખ્યામાં સતત ઘટાડો આવ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news