Rajkot: રાજકોટ પોલીસે અમેરિકન નાગરિકો સાથે છેતરપિંડી કરતા કોલ સેન્ટરનો પર્દાફાશ કર્યો
ચારેય આરોપી અમેરિકાના નાગરિકોનો મોબાઈલ નંબર અને ડેટા એકત્ર કર્યા હતા. સ્ક્રિપ્ટ તૈયાર કરી અમેરિકન નાગરિકોને પર્સનલ વિગતની વેરીફાઈ અમેરિકામાં સ્થિત એસ.કેસ એક્સપ્રેસ અને સ્પીડ કેસ નામની લોન કંપનીના નામે ફોન કરતા હતા.
Trending Photos
રક્ષિત પંડ્યા, રાજકોટઃ રાજકોટ પોલીસે (Rajkot Police) અમેરિકન નાગરિકો સાથે છેતરપિંડી કરતા કોલ સેન્ટરનો પર્દાફાશ કર્યો છે. આરોપીઓ લોન કંપનીના નામે લોન લેવા ઇચ્છતાં અમેરિકન નાગરિકોને એપ્લિકેશનની મદદથી ડોલરમાં છેતરપિંડી કરતા ચાર શખ્સોની પોલીસે ધરપકડ કરી છે. હાલ પોલીસે આરોપીઓની વધુ પૂછપરછ શરૂ કરી છે.
રાજકોટ પોલીસના સકંજામાં રહેલા આ શખ્સો સાધારણ લાગે છે પરંતુ અમેરિકન નાગરિકો સાથે હજારો ડોલરની છેતરપિંડી કરી ચુક્યા છે. જેના નામ છે મનોજ સત્યરામ શર્મા, રતન શત્રુઘ્ન કરણ, વિકી સંજય સિંહ અને સાહિલ અરવિંદ ઓડ. આરોપીઓ પર આરોપ છે કોલસેન્ટર ચલાવીને અમેરિકન નાગરિકો સાથે છેતરપિંડી કરવાનો. સમગ્ર મામલા પર નજર કરીએ તો, રાજકોટના સરધાર પાસે આવેલા હરિપર ગામે અમદાવાદના ચાર શખ્સ કોલ સેન્ટર ચલાવતા હોવાની પોલીસને માહિતી મળી હતી. જેને આધારે આજે રાજકોટ SOG પોલીસે આ કોલ સેન્ટર પર દરોડા પાડ્યા હતા. પોલીસ તપાસમાં આરોપીઓએ અમદાવાદના રહેવાસી હોવાનું અને છેલ્લા 15 દિવસથી જ રાજકોટમાં કોલસેન્ટર ચાલુ કર્યું હોવાનું કબૂલાત આપી છે. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરવામાં આવી છે.
કેવી છે મોડેશ ઓપરેન્ડી?
પોલીસના કહેવા મુજબ, આ ચારેય આરોપી અમેરિકાના નાગરિકોનો મોબાઈલ નંબર અને ડેટા એકત્ર કર્યા હતા. સ્ક્રિપ્ટ તૈયાર કરી અમેરિકન નાગરિકોને પર્સનલ વિગતની વેરીફાઈ અમેરિકામાં સ્થિત એસ.કેસ એક્સપ્રેસ અને સ્પીડ કેસ નામની લોન કંપનીના નામે ફોન કરતા હતા. લોન લેવા ઇચ્છતા અમેરિકન નાગરિકોના ક્રેડિટ રેટિંગ ઓછા હોઈ તેવા લોકોને ક્રેડિટ વધારી આપવાની લાલચ આપતા હતા અને TEXT NOW અને 8*8 વર્ક નામની મોબાઈલ એપ્લિકેશન મારફતે ઇન્ટરનેટની મદદથી કોલિંગ અને મેસેજ કરતા હતા. સોશિયલ સોક્યોરિટી નંબરના છેલ્લા ચાર આંકડાનો નંબર મેળવી વોલમાર્ટ અને રાઈટએડના વાઉચર ખરીદ કરી લેતા હતા. હજારો ડોલરની છેતરપિંડી કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
આરોપી રતન અને વીકે સિંહ અગાઉ કોલ સેન્ટરમાં નોકરીનો અનુભવ લઇ ચૂક્યા છે. હાલ પોલીસે આરોપીઓની ધરપકડ કરી કેટલા સમયથી આ કોલસેન્ટર ચલાવતા હતા અને હેન્ડલર કોણ છે તે સહિતની દિશામાં તપાસ શરૂ કરી છે. જોકે ભારતમાં ડેટા પ્રોટેક્શન બિલ લાવવાનું સરકાર વિચારી રહી છે અને રાજ્યસભામાં વિચારણા હેઠળ છે. ત્યારે પોલીસ પણ લોકોને અંગત ડેટા ક્યાંય શેર ન કરવા અપીલ કરી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે