COVID19 Guidelines: ગૃહ મંત્રાલયે કોરોના સર્વેલાન્સ માટે ગાઇડલાઇનને 31 જાન્યુઆરી સુધી વધારી
ગૃહ મંત્રાલયે દેશમાં કોરનાના મામલાની નવી ગાઇડલાઇન જાહેર કરી દીધી છે. કોરોનાના મામલાના સર્વેલન્સ માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પહેલાના દિશાનિર્દેશોને 31 જાન્યુઆરી 2021 સુધી લાગૂ રહેવા માટે વિસ્તાર કર્યો છે.
Trending Photos
નવી દિલ્હીઃ ગૃહ મંત્રાલયે દેશમાં કોરનાના મામલાની નવી ગાઇડલાઇન જાહેર કરી દીધી છે. કોરોનાના મામલાના સર્વેલન્સ માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પહેલાના દિશાનિર્દેશોને 31 જાન્યુઆરી 2021 સુધી લાગૂ રહેવા માટે વિસ્તાર કર્યો છે. ગૃહ મંત્રાલયે કહ્યું કે, કન્ટેઈનમેન્ટ ઝોનનાં સાવધાની રાખવી જોઈએ. આ ઝોનની અંદર લાગૂ થયેલા નિયમોનું સખત રીતે પાલન કરવું જોઈએ. કોરોના પીડિતો સાથે સારો વ્યવહાર કરવો જોઈએ અને તેને પણ કડક રીતે લાગૂ કરવામાં આવે.
ગૃહ મંત્રાલયે કહ્યું કે, બ્રિટનમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેનને કારણે સાવચેતી રાખવાની જરૂરીયાત છે. ભારતમાં સક્રિય કેસની સંખ્યામાં ઘટાડો આવ્યો છે, પરંતુ વિશ્વ સ્તર પર કેસમાં વૃદ્ધિ થઈ છે. ગૃહ મંત્રાલયે રાજ્યોને કન્ટેઇન્મેન્ટ ઝોન પર ધ્યાન આપવા અને સરહદ બંધ માટે કહ્યું છે અને કહ્યું છે કે કડક રીતે એસઓપીનું પાલન કરવું જોઈએ.
Ministry of Home Affairs (MHA) extends the earlier guidelines for COVID19 surveillance to remain in force up to 31st January 2021 pic.twitter.com/RVlW3rju1L
— ANI (@ANI) December 28, 2020
સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, ભારતમાં હાલ કોરોનાના સક્રિય કેસ 3 લાખથી ઓછા છે. કુલ કેસમાં માત્ર 2.72 ટકા સક્રિય છે. કુલ સક્રિય કેસમાં 1389 છેલ્લા 24 કલાકમાં ઘટાડો થયો છે. એક મહિના કરતા વધુ સમયથી દરરોજ સાજા થનારા લોકોની સંખ્યા નવા દર્દીઓથી વધુ રહી છે. દેશમાં કોરોનાનો રિકવરી રેટ વધીને 95.83 ટકા થઈ ચુક્યો છે.
સીરમ ઇન્સ્ટિટ્યૂટના સીઈઓને આશા, સરકાર જલદી વેક્સિનના ઉપયોગની આપશે મંજૂરી
ઉલ્લેખનીય છે કે ભારતમાં સોમવારે કોરોના વાયરસના 20,021 નવા કેસ સામે આવ્યા છે અને 279 લોકોના મૃત્યુ થયા છે. દેશમાં કુલ કેસ 1,02,07,871 થઈ ચુક્યા છે. અત્યાર સુધી કોરોનાથી 1,47,901 દર્દીઓના મૃત્યુ થયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે