183 વર્ષ પછી કર્યું આ મહિલા ટુકડીનું નેતૃત્વ, બસ કંડેક્ટરની પુત્રીએ રચ્યો ઇતિહાસ
એક બાળકની માતા 30 વર્ષિય મેજર ખુશબૂના નેતૃત્વમાં દેશની સૌથી જૂની અર્ધલશ્કરી દળ આસામ રાઇફલ્સની 147 મહિલા સૈનિકોની ટૂકડીએ રાજપથ પર નારી શક્તિનું ગૌરવ પ્રસ્તુત કર્યું હતું.
Trending Photos
નવી દિલ્હી: આ વખતે ગણતંત્ર દિવસ (Republic Day)ની પરેડમાં આસામ રાઇફલની મહિલા ટુકડીના નેતૃત્વમાં ‘નારી શક્તિ’નું પણ ગૌરવશાળી પ્રદર્શન જોવા મળ્યું છે. જેમાં પહેલી વખત રાજપથ પર પરેડ કરી ઇતિહાસ રચ્યો છે. આ પરેડમાં મેજર ખુશબૂ કંવર આસામ રાઇફલ્સની મહિલા ટૂકડીની કમાન્ડર હતી.
એક બાળકની માતા 30 વર્ષિય મેજર ખુશબૂના નેતૃત્વમાં દેશની સૌથી જૂની અર્ધલશ્કરી દળ આસામ રાઇફલ્સની 147 મહિલા સૈનિકોની ટૂકડીએ રાજપથ પર નારી શક્તિનું ગૌરવ પ્રસ્તુત કર્યું હતું. રાજરથ પર પહેલી વખત 183 વર્ષ જુની આસામ રાઇફલ્સની મહિલા ટીમે તેમનું શક્તિ પ્રદર્શન કર્યું હતું. જણાવી દઇએ કે આસામ આઇફલ્સની સ્થાપના 1835માં થઇ હતી. આઝાદ ભારતના ઇતિહાસમાં પહેલી વખત આસામ રાઇફલ્સની મહિલા ટુકડીએ ગણતંત્ર દિવસની પરેડમાં ભાગ લીધો છે.
વધુમાં વાંચો: ત્રિરંગા યાત્રા દરમિયાન મૃત્યુ પામેલ ચંદન ગુપ્તાની યાદમાં ચોક બનાવાશે: મંત્રીની જાહેરાત
મેજર ખુશ્બૂ કંવરે કહ્યું કે, ‘આસામ રાઇફલની મહિલા ટુકડીનું નેતૃત્વ કરવું મારા માટે ખુબજ સન્માન અને ગર્વની વાત છે. અમે હાર્ડ પ્રેક્ટિસ કરી હતી. જો હું આવું કરી શકુ છું તો કોઇપણ છોકરી પોતાનું સપનું પૂર્ણ કરી શકે છે. બીજી મહિલાઓને જણાવા માગ છું કે સફળતાનો કોઇ શોર્ટકટ હોતો નથી.’
બસ કંડેક્ટરની પુત્રી
ખુશબુએ જમાવ્યું કે, હું રાજસ્થાનના એક બસ કંડેક્ટરની પુત્રી છું. મારી આ ઉપલબ્ધિ પર મારા પિતા ગર્વ કરે છે. પિતાએ તેમની જિંદગીમાં જેટલો સંધર્ષ કર્યો છે, તેની સામે આ તેમના માટે એક નાની ભેટ છે.
પતિ પણ છે મેજર
મેજર ખુશબૂ વર્તમાન સમયમાં મણિપુર રાજ્યના ઉખરૂલમાં તૈનાત છે. જયપુરમાં જન્મેલી ખુશબૂના સસરા મહેન્દ્ર સિંહ સેનાના રિટાયર્ડ કેપ્ટન છે. તેમના લગ્ન મેજર રાહુલ તંવર સાથે થયા છે. ખુશબૂ કંવરે 2012માં કમીશન પ્રાપ્ત કર્યું અને તે 2018માં મેજર બની. એમબીએ કરનાર ખુશબૂને વલણ શરૂથી જ સેના તરફ હતું.
5-6 મહિનાની મહેનત
ગણતંત્ર દિવસ પર મહિલા સૈનિકોની ટીમનું નેતૃત્વ કરવા તેમની ક્ષમતાને પ્રદર્શન કરનાર મેજર ખુશબૂ કંવરે આ પરેડ માટે લગભગ 6 મહિલા સુધી સતત હાર્ડ પ્રયત્ન કર્યો હતો. તેઓ તેમની મહિલા ટીમની સાથે વહેલી સવારે ઉઠીને મેદાનમાં 8થી 10 કલાક અભ્યાસ કરતી હતી. સાથે જ દરરોજ 12થી 18 કિલોમીટરનું અંતર નક્કી કરવામાં આવ્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે