હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન જ્યારે વકીલે કહ્યું પ્લીઝ... એક ICU બેડ અપાવી દો... કોર્ટે હાથ ઉંચા કરી લીધા

દિલ્હી સરકારનું કહેવું છે કે દરેક હોસ્પિટલ અને સપ્લાયરે દરરોજ પોતાને ત્યાં સ્ટોકનું અપડેટ આપવું પડશે અને તે પણ જણાવવું પડશે કે તેનો કેટલો ઓક્સિજન મળ્યો. 
 

હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન જ્યારે વકીલે કહ્યું પ્લીઝ... એક ICU બેડ અપાવી દો... કોર્ટે હાથ ઉંચા કરી લીધા

નવી દિલ્હીઃ દિલ્હી હાઈકોર્ટમાં ઓક્સિજન અને જરૂરી દવાઓની અછતને લઈને સુનાવણી ચાલી રહી છે. દિલ્હી સરકાર તરફથી બુધવારે કોર્ટમાં એફિડેવિડ દાખલ કરી જણાવવામાં આવ્યું કે તેના તરફથી કઈ હોસ્પિટલને કેટલો ઓક્સિજન આપવામાં આવ્યો છે. તો સુનાવણી દરમિયાનવ આઈસીયૂ બેડને લઈને હાઈકોર્ટ પણ અસહાય નજર આવી. 

સુનાવણી દરમિયાન જ્યારે એક વકીલે કોર્ટને પોતાના સંબંધીની સ્થિતિ વિશે જણાવ્યું અને જેટલુ જલદી થઈ શકે એક આઈસીયૂ બેડની માંગ કરી. કોર્ટે કહ્યું કે, અમારી આ સમયે તમારી સાથે સહાનુભૂતિ છે, અમે શું કરીએ હોસ્પિટલમાં આઈસીયૂ બેડ નથી. 

— ANI (@ANI) April 28, 2021

દિલ્હી સરકારનું કહેવું છે કે દરેક હોસ્પિટલ અને સપ્લાયરે દરરોજ પોતાને ત્યાં સ્ટોકનું અપડેટ આપવું પડશે અને તે પણ જણાવવું પડશે કે તેનો કેટલો ઓક્સિજન મળ્યો. તો કોર્ટ તરફથી તે પૂછવા પર કે કઈ હોસ્પિટલને તત્કાલ ઓક્સિજન જોઈએ તેના પર શું કરશો. સરકાર તરફથી કહેવામાં આવ્યું કે, ઇમરજન્સી કોલ માટે 20 એમટી ઓક્સિજન રહેશે. 

મંગળવારે ઓક્સિજનની કમીને જોતા હાઈકોર્ટે કહ્યું કે હોસ્પિટલને મળી રહ્યો નથી અને લોકો પાસે એક લાખ રૂપિયા ઓક્સિજન સિલિન્ડર માટે માંગવામાં આવે છે. આ કેવી વ્યવસ્થા છે. સિસ્ટમ ફેલ નજર આવી રહી છે. 

તો કેન્દ્ર સરકારે જણાવ્યું કે, રેમડેસિવિરનું સેવન માત્ર હોસ્પિટલોમાં કરી શકાય છે, તો કોર્ટે કહ્યું કે, જ્યારે કોવિડ હોસ્પિટલોમાં દર્દીઓ માટે ઓક્સિજન અને બેડ ઉપલબ્ધ નથી તો તે કઈ રીતે દવાનું સેવન કરશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news