'શિવસેના સાથે સંબંધ જોડનારી પવારની પાર્ટી 2 વર્ષ પહેલા BJP સાથે હાથ મિલાવવા ઈચ્છતી હતી'
Trending Photos
પુણે: ભાજપ (BJP) ના નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે (Devendra Fadnavis) મંગળવારે દાવો કર્યો કે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) બે વર્ષ પહેલા ભાજપ સાથે હાથ મીલાવવા ઈચ્છતી હતી. આ સાથે તેમણે કહ્યું કે હાલ મહારાષ્ટ્રમાં સરકાર પાડવાનો કે બદલવાનો સમય નથી કારણ કે રાજ્ય કોરોના વાયરસ મહામારી સામે ઝઝૂમી રહ્યું છે.
પુણેમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરતા મહારાષ્ટ્ર વિધાનસભામાં નેતા વિપક્ષે દાવો કરતા કહ્યું કે, 'બે વર્ષ પહેલા શરદ પવાર (Sharad Pawar) ની એનસીપી, ભાજપના નેતૃત્વવાળી મહારાષ્ટ્ર સરકારનો ભાગ બનવા માંગતી હતી. તેમણે કહ્યું કે અત્યારનો સમય સરકારના મૂલ્યાંકનનો નથી. આ સમય સવાલ ઊભા (કોવિડ-19 મહામારી દરમિયાન મેનેજમેન્ટ સંબંધે) કરવાનો છે, આ સમય ખામીઓ જણાવવાનો છે.'
ફડણવીસે કહ્યું કે પરંતુ આ સમય ખામીઓના આધારે સરકારનું મૂલ્યાંકન કરવાનો નથી. આ સમય મુખ્યમંત્રી બદલો કે પછી આ સરકારની જરૂર નથી એવું કહેવાનો નથી. તેમણે કહ્યું કે મુખ્ય વિપક્ષી પાાર્ટીના નાતે ભાજપ શિવસેના-કોંગ્રેસ-એનસીપી સરકારની ખામીઓને રેખાંકિત કરી રહ્યો છે. ફડણવીસે કહ્યું કે હાલ એ જરૂરી છે કે આ ખામીઓને કેવી રીતે દૂર કરવામાં આવે અને કેવી રીતે સરકાર સમક્ષ ઉઠાવવામાં આવે, જે અમે કરી રહ્યાં છીએ.
કોઈ નવું રાજકીય સમીકરણ નહી
એક સવાલના જવાબમાં તેમણે સ્પષ્ટ કર્યું કે રાજ્યમાં કોઈ નવું રાજકીય સમીકરણ બની રહ્યું નથી. પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે કોઈ નવું સમીકરણ નથી, સરકાર બદલવા કે પાડવી એ અમારા એજન્ડામાં નથી. બધા જોઈ રહ્યાં છે કે સરકાર કેવી રીતે ચાલી રહી છે અને મારે અલગથી જોવાની જરૂર નથી. એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યું સંબંધે પૂછવામાં આવેલા સવાલના જવાબમાં ફડણવીસે કહ્યું કે એનસીપી બે વર્ષ પહેલા ભાજપ સાથે હાથ મીલાવવા માંગતી હતી જ્યારે હું મુખ્યમંત્રી હતો.
તેમણે કહ્યું કે, 'તેઓ બે વર્ષ પહેલા અમારી સાથે આવવા માંગતા હતાં. આ અંગે બેઠક પણ થઈ હતી. પરંતુ અમારા વરિષ્ઠ નેતાઓએ સ્પષ્ટ કરી દીધુ હતું કે ભાજપ, શિવસેનાની સહમતિ વગર આમ કરી શકે નહીં.'
જુઓ LIVE TV
ફડણવીસે દાવો કર્યો કે તેમણે (ભાજપના નેતાઓએ) કહ્યું કે અમે કોંગ્રેસને અલગ થલગ કરવા માંગીએ છીએ પરંતુ અમે શિવસેનાનો સાથ પણ ઈચ્છીએ છીએ. જો તેઓ તેના માટે તૈયાર છે તો અમે (એનસીપીનો પ્રસ્તાવ) આગળ વધારવા તૈયાર છીએ. જો કે અમારા વરિષ્ઠ નેતાઓનું આ સ્ટેન્ડ હતું, વાત ઘણી આગળ વધવા છતાં તે મુદ્દો અભરાઈએ ચડી ગયો.
નાટકીય રીતે ગત નવેમ્બરમાં સવારે એનસીપી નેતા અજિત પવાર નાયબ ડે.ચીફ મીનિસ્ટર અને તેમના ચીફ મિનિસ્ટર તરીકે શપથ લેવાના સવાલ પર ફડણવીસે કહ્યું કે તેઓ આ સમ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે