IPL વચ્ચે MS Dhoni ને મોટો ઝટકો, માતા-પિતા કોરોના પોઝિટિવ થતાં હોસ્પિટલમાં કરાયા દાખલ

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના માતા-પિતાને કોરોનાનું સંક્રમણ થયું છે. જેને પગલે માતા-પિતા બન્નેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં. બીજી તરફ હાલ આઈપીએલ ચાલી રહી છે અને ધોની હાલ ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમની કપ્તાની કરી રહ્યાં છે. ડોક્ટર્સે કહ્યું છેકે, થોડા દિવસોમાં ધોનીની માતા-પિતા બન્ને સ્વસ્થ થઈ જશે.
 

IPL વચ્ચે MS Dhoni ને મોટો ઝટકો, માતા-પિતા કોરોના પોઝિટિવ થતાં હોસ્પિટલમાં કરાયા દાખલ

રાંચીઃ ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના માતા-પિતાને કોરોનાનું સંક્રમણ થયું છે. જેને પગલે માતા દેવિકા દેવી અને પિતા પાન સિંહ બન્નેને રાંચી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં. બીજી તરફ હાલ આઈપીએલ ચાલી રહી છે અને ધોની હાલ ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમની કપ્તાની કરી રહ્યાં છે. 

NBT મુજબ ડોક્ટર્સે કહ્યું છેકે, થોડા દિવસોમાં ધોનીની માતા-પિતા બન્ને સ્વસ્થ થઈ જશે. અત્યારે એમનું ઓક્સીન લેવલ સામાન્ય છે. પલ્સ સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલના મત બન્નેને કોરોનાનું સંક્રમણ તેમનાં ફેફસાં સુધી નથી પહોંચ્યું. ડોક્ટર્સને વિશ્વાસ છેકે, થોડા દિવસોમાં બન્ને બિલકુલ ઠીક થઈ જશે.

જાણાવી દઈએકે, ધોનીના પિતા પાન સિંહ 1964માં રાંચીમાં આવેલાં મેકોનમાં જૂનિયર પદ પર નોકરી મળવાથી ઝારખંડમાં રહેવા લાગ્યા હતા. ભારતમાં છેલ્લાં 24 કલાકમાં 1 લાખથી વધારે કોરોનાના નવા કેસ સામે આવ્યાં છે. જેમાં 2 હજારથી વધારે લોકોનું મૃત્યુ થઈ ચુક્યું છે. ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને રાજ્યમાં 22 એપ્રિલ સવારે 6 વાગ્યાથી લઈને 29 એપ્રિલ સવારે 6 વાગ્યા સુધી લોકડાઉન જેવી કડક પાબંદી લગાવી દીધી છે.

જણાવી દઈએકે, ઝારખંડમાં કોરોનાના સંક્રમિતોની સંખ્યા સતત વધી રહી છે. ઝારખંડમાં મંગળવારે 4969 નવા સંક્રમિત દર્દીઓ સામે આવ્યાં છે. આ સાથે જ ઝારખંડમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 1 લાખ 72 હજારને પાર થઈ ગઈ છે. જેમાં સૌથી વધારે કોરોનાનું સંક્રમણ રાંચીમાં છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news