ક્રુડ ઓઈલના ભાવ તળીયે જવા છતાં ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ કેમ ઘટતા નથી?

અમેરિકામાં ક્રુડ ઓઈલના ભાગમાં ઐતિહાસિક ઘટાડો જોવા મળ્યો છે ત્યારે તેની અસર ભારતમાં પેટ્રોલ કે ડીઝલ પર કેમ પડતી નથી તે તમારે સમજવું ખુબ જરૂરી છે. હકીકતમાં અમેરિકામાં ક્રુડ ઓઈલના ભાવો WTI crude price હેઠળ નક્કી થાય છે. WTIનો અર્થ છે West Texas Intermediate, જ્યારે Organisation of Petroleum Exporting Countries એટલે કે ઓઈલ ઉત્પાદન કરનારા OPEC દેશો Brent Crude Price હેઠળ ભાવ નક્કી કરે છે. આ ઓર્ગેનાઈઝેશનમાં 15 દેશ સામેલ છે જેમાં સાઉદી અરબ, યુએઈ અને કતાર જેવા મોટા તેલ ઉત્પાદક દેશો પણ છે. 
ક્રુડ ઓઈલના ભાવ તળીયે જવા છતાં ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ કેમ ઘટતા નથી?

નવી દિલ્હી: અમેરિકામાં ક્રુડ ઓઈલના ભાગમાં ઐતિહાસિક ઘટાડો જોવા મળ્યો છે ત્યારે તેની અસર ભારતમાં પેટ્રોલ કે ડીઝલ પર કેમ પડતી નથી તે તમારે સમજવું ખુબ જરૂરી છે. હકીકતમાં અમેરિકામાં ક્રુડ ઓઈલના ભાવો WTI crude price હેઠળ નક્કી થાય છે. WTIનો અર્થ છે West Texas Intermediate, જ્યારે Organisation of Petroleum Exporting Countries એટલે કે ઓઈલ ઉત્પાદન કરનારા OPEC દેશો Brent Crude Price હેઠળ ભાવ નક્કી કરે છે. આ ઓર્ગેનાઈઝેશનમાં 15 દેશ સામેલ છે જેમાં સાઉદી અરબ, યુએઈ અને કતાર જેવા મોટા તેલ ઉત્પાદક દેશો પણ છે. 

ભારત પોતાનું મોટાભાગનું ક્રુડ ઓઈલ OPEC દેશો પાસેથી જ ખરીદી છે. Brent Crude Price હેઠળ આ દેશો હજુ પણ પ્રતિ બેરલ 25 ડોલરના ભાવે ક્રુડ ઓઈલ વેચે છે. કારણ કે આ દેશો પાસે હજુ પણ સ્ટોરેજની ક્ષમતા બાકી છે. દુનિયામાં 60 ટકા ક્રુડ ઓઈલના ભાવ Brent Crude Price હેઠળ જ નિર્ધારીત થાય છે. આથી અમેરિકામાં ક્રુડ ઓઈલના ભાવ ઓછા થવાની અસર મોટાભાગના દેશોમાં જોવા મળી રહી નથી. જેમાં ભારત પણ સામેલ છે. 

થોડા દિવસ પહેલા રશિયા અને સાઉદી અરબે માગણી ઓછી હોવા છતાં તેલનું ઉત્પાદન વધાર્યું હતું જેના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઈલના ભાવમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. પરંતુ હવે અમેરિકાએ સમજાવ્યાં બાદ બંને દેશોએ ઉત્પાદન ઘટાડ્યું છે. આમ છતાં દુનિયામાં લોકડાઉનના કારણે ક્રુડ ઓઈલની માગણીમાં ખુબ જ ઘટાડો થયો છે. જો આ લોકડાઉન લાંબા સમય સુધી ચાલ્યું તો બની શકે કે અમેરિકાની જેમ આંતરરાષ્ટ્રીય બજારમાં પણ ક્રુડ ઓઈલના ભાવોમાં ઐતિહાસિક ઘટાડો જોવા મળે. 

DNA ANALYSIS: कीमतें कम होने के बाद भी भारत में पेट्रोल-डीजल के दाम कम क्यों नहीं हो रहे?

હવે તમારા મનમાં સવાલ ઉઠતો હશે કે ભાવ ઓછા હોવા છતાં ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ઓછા કેમ થતા નથી? જેનું કારણ એ છે કે ભારતમાં પેટ્રોલ અને ડીઝલ પર અનેક પ્રકારના ટેક્સ લાગે છે. આ ટેક્સ ઓછા કરવાનો સરકારનો હાલ કોઈ ઈરાદો નથી. આ ટેક્સમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર બંનેની ભાગીદારી હોય છે. આજે જે પણ પેટ્રોલ કે ડીઝલ તમે ખરીદી રહ્યાં છો તે તમને એ ભાવે મળતું હશે જેના પર સરકારે તેને 20થી 25 દિવસ પહેલા ખરીદ્યું હતું. કારણ કે તેલનું ઉત્પાદન કરનારા દેશો પાસેથી તેલ ભારત પહોંચવામાં એટલો તો સમય લાગતો હોય છે. 

આ ઉપરાંત ડોલરની સરખામણીમાં ભારતીય રૂપિયાની હાલની કિંમત પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ પર પડે છે. દાખલા તરીકે જો આજે ક્રુડ ઓઈલની કિંમત 25 ડોલર પ્રતિ બેરલ હોય તો ભારતને 159 લીટર ક્રુડ ઓઈલ માટે 1921 રૂપિયા ચૂકવવા પડે. 

એટલે કે એક લીટર ક્રુડ ઓઈલની કિંમત લગભગ 12 રૂપિયા હશે. હવે ક્રુડ ઓઈલથી ડીઝલ અને પેટ્રોલ બનાવવામાં લગભગ 10 રૂપિયા પ્રતિ લીટરનો ખર્ચો આવે છે. ત્યારબાદ તેમાં અનેક પ્રકારના ટેક્સ અને બીજા ખર્ચા ઉમેરાય છે. ત્યારે ડીઝલની બેઝિક પ્રાઈસ લગભગ 22 રૂપિયા અને પેટ્રોલનો ભાવ 26 રૂપિયા થાય છે. ત્યારબાદ પેટ્રોલ પર લગભગ 23 રૂપિયા એક્સાઈઝ ડ્યૂટી લાગે છે અને ડીઝલ પર લગભગ 18 રૂપિયા 83 પૈસા લાગે છે. 

ત્યારબાદ તેમાં ડીલર્સ પોતાનું કમિશન ઉમેરે જે પેટ્રોલ અને ડીઝલના મામલે અલગ અલગ હોય છે. તેમાં રાજ્ય સરકારો પોતાનો વેટ અને સેલ્સ ટેક્સ ઉમેરે છે. થોડા દિવસ પહેલા પેટ્રોલ અને ડીઝલ પર સ્પેશિયલ એક્સાઈઝ ડ્યૂટી વધારાઈ હતી. આ બધા બાદ પેટ્રોલ અને ડીઝલ માટે મોટી કિંમત ચૂકવવી પડે છે. એટલે કે જે પેટ્રોલ 22 રૂપિયામાં રિફાઈનરીમાં તૈયાર થાય છે તેના પર તમારે 40 રૂપિયા કરતા પણ વધુ ચૂકવવા પડે છે. 

કોરોનાકાળમાં આ ટેક્સ સરકાર માટે વધુ જરૂરી બને છે. કારણ કે સસ્તુ ક્રુડ ઓઈલ ખરીદવાથી સરકારને ફાયદો તો થઈ રહ્યો છે પરંતુ કોરોના વાયરસ સામે લડવા માટે સરકાર પાસે પણ સારા એવા પૈસા જોઈએ અને પેટ્રોલ અને ડીઝલના વેચાણથી ઉપજતી કિંમતનો તેમાં મોટો  ફાળો છે. ભારત અમેરિકા પાસેથી પણ ક્રુડ ઓઈલ ખરીદે છે આથી તમને લાગી શકે કે તકનો ફાયદો ઉઠાવીને ભારતને લગભગ મફતમાં લાખો કરોડો લીટર ક્રુડ ઓઈલ અમેરિકા પાસેથી ખીદી લેવું જોઈએ પરંતુ તેમાં પણ એક સમસ્યા છે અને તે છે ભારત પાસે ક્રુડ ઓઈલ ભેગુ કરવા માટે પૂરતી સ્ટોરેજ સગવડ નથી. 

ભારત પાસે હાલ લગભગ 85 કરોડ લીટર ક્રુડ ઓઈલ ભેગુ કરવાની ક્ષમતા છે. જેનાથી ભારતની 7થી 9 દિવસની જરૂરિયાત પૂરી થઈ શકે છે. જો કે ભારત આ ક્ષમતાને વધારીને 238 લીટર કરવા માંગે છે પરંતુ હાલ ભારત અમેરિકામાં ઘટતા ક્રુડ ઓઈલના ભાવોનો વધુ ફાયદો ઉઠાવવાની સ્થિતિમાં નથી. આથી તમારે તમારી ગાડીમાં પેટ્રોલ કે ડીઝલ ભરાવતી વખતે પહેલા જેટલા જ રૂપિયા ખર્ચ કરવા પડશે. 

કહેવાય છે કે જે દેશ પાસે ક્રુડ ઓઈલનો પુરતો ભંડાર હશે તે દેશનું ભવિષ્ય ઉજ્વળ હશે પરંતુ આજે આ મહામારીએ આ દાવાને પોકળ સાબિત કરી દીધા છે અને અમેરિકા સહિત દુનિયાના મોટા મોટા દેશ પોતાના ક્રુડ ઓઈલને વેચવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યાં છે. છેલ્લા કેટલાક વર્ષો માં અમેરિકા માટે તો ક્રુડ ઓઈલથી વધુ કઈ રહ્યું નથી. ક્રુડ ઓઈલના નામ પર શરૂ થયેલા વિવાદ બાદ જ 1945માં પહેલી અને છેલ્લવાર કોઈ દેશ પર પરમાણુ હથિયારથી હુમલો થયો હતો. કારણ એ હતું કે 1940માં અમેરિકાએ જાપાનની આક્રમક નીતિઓથી નારાજ થઈને તેને ઓઈલનો સપ્લાય બંધ કરી દીધો હતો. જાપાન સમગ્ર એશિયા પર વિજય મેળવવા માંગતુ હતું પરંતુ તેની પાસે યુદ્ધ ચાલુ રાખવા માટે પૂરતું તેલ નહતું. તે સમયે અમેરિકા તેલ ઉત્પાદકોના સૌથી મોટા દેશોમાંથી એક હતો. 

ત્યારબાદ અમેરિકા સામે બદલો લેવા માટે જાપાને અમેરિકાના પર્લ હાર્બર પર હવાઈ હુમલો કર્યો હતો. જેમાં અમેરિકાના બે હજારથી વધુ નૌસૈનિકો માર્યા ગયા હતાં અને ત્યારબાદ જ અમેરિકા ઔપચારિક રીતે બીજા વિશ્વ યુદ્ધમાં સામેલ થયું હતું. જાપાનને પાઠ ભણાવવા માટે જ અમેરિકાએ 1945ના જુલાઈ મહિનામાં હિરોશીમા અને નાગાસાકી પર પરમાણુ બોમ્બ ઝીંક્યા હતાં. 

એટલું જ નહીં 1991માં ઈરાકે કુવૈત પર હુમલો કર્યો હતો તે યુદ્ધમાં પણ કેન્દ્રમાં તો ક્રુડ ઓઈલના ભાવો હતાં. ઈરાકનો આરોપ હતો કે કુવૈત તેલના ભાવો સાથે  છેડછાડ કરી રહ્યું છે અને નિર્ધારિત માત્રા કરતા વધુ તેલનું ઉત્પાદન કરી રહ્યું છે જ્યારે ઈરાકે કુવૈત પર હુમલો કર્યો હતો ઈરાકની સૈનાઓએ લગભગ 605 તેલના કુવાઓમાં આગ લગાવી દીધી હતી. 

જુઓ LIVE TV

આ યુદ્ધમાં અમેરિકા અને સહયોગી દેશો પણ જોડાયા હતાં. કારણ કે અણેરિકા નહતું ઈચ્છતું કે તેલ ઈત્પાદનમાં ઈરાકનો હિસ્સો વધે. જો ઈરાક આ યુદ્ધ જીતી જાત તો દુનિયાના 65 ટકા તેલ ઉત્પાદન પર ઈરાકનો કબ્જો થઈ જાત અને અમેરિકાને આ જરાય મંજૂર નહતું. કહેવાય છે કે અમેરિકાએ આ યુદ્ધ પર લગભગ 4 લાખ 50 હજાર કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતાં. એટલે કે તેલ માટે અમેરિકાએ પાણીની જેમ પૈસા વહાવ્યાં હતાં. પરંતુ જે તેલે દુનિયાને પરમાણુ યુદ્ધના હુમલા ઝેલવા મજબુર કર્યાં તે તેલ મોટા મોટા યુદ્ધોનું કારણ પણ બન્યું. અને આજે  આ જ તેલ આજે પાણી કરતા પણ સસ્તુ થઈ ગયું છે. એક વાયરસે તેલની પ્યાસી દુનિયાને અરીસો દેખાડ્યો છે.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news