PM મોદીની બાયૉપિક ઉપરાંત NAMO TV પર પણ ECએ પ્રતિબંધ લાદ્યો
Trending Photos
નવી દિલ્હી : ચૂંટણી પંચે વડાપ્રધાન મોદીની બાયોપિકના સ્ક્રીનિંગ બાદ હવે નમો ટીવી પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. પંચના એક વરિષ્ઠ અધિકારીએ બુધવારે કહ્યું કે, બાયોપિક પર પ્રતિબંધનો આદેશ ઇસીનો આદેશ નમો ટીવી પર પણ લાગુ થાય છે, જેને ચૂંટણી દરમિયાન પ્રસારિત કરી શકાય નહી. અધિકારીએ આદેશનાં એક પેરેગ્રાફનો ઉલ્લેખ કર્યો જેના અનુસાર, કોઇ ફણ પ્રકારની પ્રમાણીત સામગ્રી સાથે સંબંધિત કોઇ પણ પોસ્ટર અથવા પ્રચાર સામગ્રી જે પ્રત્યક્ષ રીતે કોઇ ઉમેદવારની ચૂંટણી સંભાવનાઓને વધારે છે, તે આદર્શ આચાર સંહિતા લાગુ રહેનારા ક્ષેત્રમાં ઇલેક્ટ્રોનિક મીડિયામાં પ્રદર્શીત નહી કરવામાં આવે.
અત્રે ઉલ્લેખનીય છેકે ચૂંટણી પંચે બુધવારે વડાપ્રધાન મોદીની બાયોપિકની રિલીઝ અંગે લોકસભા ચૂંટણી યોજાય ત્યા સુધી પ્રતિબંધ લગાવી દીધો હતો. પંચે કહ્યું કે, એવી કોઇ પણ સામગ્રીને દેખાડી શકાય નહી, જે ચૂંટણીમાં તમામ દાવેદારોને સમાન તક ઉપલબ્ધ કરાવવાનાં સિદ્ધાંત સાથે મેળ નથી ખાતો. પંચે પોતાનાં આદેશમાં કહ્યું કે, કોઇ પણ રાજનીતિક એકમ અથવા તેની સાથે જોડાયેલા કોઇ પણ વ્યક્તિ પર આધારિત જીવન અથવા જીવનનાં સ્વરૂપમાં કોઇ પણ મહિમામંડન, જે ચૂંટણી દરમિયાન તમામ દાવેદારોને સમાન અવસર ના આપે તે અયોગ્ય છે.
ચૂંટણી પંચે કહ્યું કે, તેનીપાસે એનટીઆર લક્ષ્મી, વડાપ્રધાન મોદી અને ઉદયામા સિંહમ સહિત ફિલ્મો મુદ્દે ફરિયાદ આવી છે, જેમાં એક ઉમેદવાર અથા કોઇ રાજનીતિક પાર્ટીની ચૂંટણી સંભાવના અંગે રચનાત્મક સ્વતંત્રતાના નામે ઓછામાં ઓછું તેને મોટુ કરીને દેખાડવામાં ન આવવું જોઇએ. પંચના અનુસાર જો કે પ્રદર્શન સામગ્રીના રચનાત્મક સામગ્રીનો હિસ્સો હોવાનો દાવો કરવામાં આવ્યો છે પરંતુ તેમાં તમામ લોકોને સમાન અવસર ઉપલબ્ધ કરાવવાને પ્રબાવિત કરવાની ક્ષમતા છે જે આદર્શ ચૂંટણી આચાર સંહિતાની વિરુદ્ધ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે