મુંગેર હિંસા: ચૂંટણી પંચની મોટી કાર્યવાહી, જિલ્લાના DM અને SPને તત્કાળ પ્રભાવથી હટાવ્યા
બિહારના મુંગેર (Munger) જિલ્લામાં મૂર્તિ વિસર્જન દરમિયાન હિંસા ભડકી ઉઠવાના કેસમાં ચૂંટણી પંચે મોટી કાર્યવાહી કરી છે. ત્યાંના એસપી લીપિ સિંહ અને ડીએમ રાજેશ મીણાને તત્કાળ પ્રભાવથી હટાવી દેવાયા છે. સોમવારે મોડી રાતે વિસર્જન દરમિયાન પોલીસ અને પબ્લિક વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં ગોળી વાગતા એક યુવકનું મોત થયું હતું. તથા અનેક લોકો ઘાયલ થયા હતા.
Trending Photos
મુંગેર: બિહારના મુંગેર (Munger) જિલ્લામાં મૂર્તિ વિસર્જન દરમિયાન હિંસા ભડકી ઉઠવાના કેસમાં ચૂંટણી પંચે મોટી કાર્યવાહી કરી છે. ત્યાંના એસપી લીપિ સિંહ અને ડીએમ રાજેશ મીણાને તત્કાળ પ્રભાવથી હટાવી દેવાયા છે. સોમવારે મોડી રાતે વિસર્જન દરમિયાન પોલીસ અને પબ્લિક વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં ગોળી વાગતા એક યુવકનું મોત થયું હતું. તથા અનેક લોકો ઘાયલ થયા હતા.
ચૂંટણી પંચે મગધ કમિશનર ચુબા આઓને સમગ્ર તપાસના આદેશ આપ્યા છે. આ સાથે જ ચૂંટણી પંચે તેમને સાત દિવસની અંદર કમિશનરને રિપોર્ટ સોંપવાનો આદેશ આપ્યો છે. ચૂંટણી પંચે મુંગેરમાં નવા ડીએમ અને એસપીને નિયુક્ત કરવાનો આદેશ આપ્યો છે.
આ સાથે જ આ કેસમાં મુફસિલ સ્ટેશન ઈનચાર્જ બાસુદેવપુર ઓપી અધ્યક્ષને પણ લાઈન હાજર કર્યા. અત્રે જણાવવાનું કે આજે મુંગેરમાં લોકોએ ગુસ્સે ભરાઈને બબાલ મચાવી.લોકોએ એસપી લીપિ સિંહ અને એસડીઓના કાર્યાલયમાં ખુબ તોડફોડ કરી.
આક્રોશિત લોકોએ પુરબસરાય ગાડી અને પોલીસવાહનમાં આગચંપી કરી તથા પોલીસ સ્ટેશને પણ પથ્થરમારો કર્યો છે. હકીકતમાં મુંગેરમાં લોકો સતત કાર્યવાહીની માગણી કરી રહ્યા છે અને હજુ સુધી દોષિતો પર કોઈ કાર્યવાહી ન થવાના કારણે નારાજ લોકોએ આ ઘટનાને અંજામ આપ્યો છે.
અત્રે જણાવવાનું કે સોમવારે મોડી રાતે બિહારના મુંગેર જિલ્લામાં મૂર્તિ વિસર્જન દરમિયાન પોલીસ અને પબ્લિક વચ્ચે ઘર્ષણ થયું હતું. આ દરમિયાન થયેલી હિંસામાં એક યુવકનું મોત થયું. આ સાથે જ પોલીસના લગભગ બે ડઝન જેટલા જવાનો પથ્થરબાજી અને ફાયરિંગની ઝપેટમાં આવી જવાથી ઘાયલ થયા. નોંધનીય છે કે જિલ્લાના એસપી લીપિ સિંહ અને ડીએમ રાજેશ મીણાએ અધિકૃત નિવેદનમાં આ ઘટના માટે અસામાજિક તત્વોને જવાબદારી ઠેરવ્યા હતાં.
આ દરમિયાન થયેલી હિંસામાં એક યુવકનું મોત થયું. આ સાથે જ પોલીસના લગભગ બે ડઝન જેટલા જવાનો પથ્થરબાજી અને ફાયરિંગની ઝપેટમાં આવી જવાથી ઘાયલ થયા. નોંધનીય છે કે જિલ્લાના એસપી લીપિ સિંહ અને ડીએમ રાજેશ મીણાએ અધિકૃત નિવેદનમાં આ ઘટના માટે અસામાજિક તત્વોને જવાબદારી ઠેરવ્યા હતાં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે