પાકિસ્તાનની સંસદમાં શરમજનક ઘટના, ઢાંકણીમાં પાણી લઈ ડૂબી મરવા જેવી સ્થિતિ, જુઓ VIDEO
પાકિસ્તાન એકબાજુ જ્યાં કાશ્મીર મુદ્દે સતત હોબાળો મચાવતું જોવા મળી રહ્યું છે ત્યાં તેની જ સંસદમાં અત્યંત શરમજનક વ્યવહાર જોવા મળ્યો છે.
Trending Photos
ઈસ્લામાબાદ: પાકિસ્તાન એકબાજુ જ્યાં કાશ્મીર મુદ્દે સતત હોબાળો મચાવતું જોવા મળી રહ્યું છે ત્યાં તેની જ સંસદમાં અત્યંત શરમજનક વ્યવહાર જોવા મળ્યો છે. ગુરુવારે પાકિસ્તાનની સંસદમાં કઈંક એવું જોવા મળ્યું કે જોનારાને શરમ આવી જાય. સંયુક્ત અધિવેશન દરમિયાન સત્તાપક્ષ અને વિપક્ષના સાંસદો ઝઘડી પડ્યાં. તેમની વચ્ચે ખુબ ધક્કામૂક્કી થઈ અને થપાટો પણ પડી. મહિલા સાંસદો સાથે પણ દુર્વ્યવહાર થયો તથા ઈમરાન ખાન વિરુદ્ધ વિપક્ષના સાંસદોએ ખુબ નારેબાજી કરી. પાકિસ્તાનની સંસદમાં થયેલા આ તમાશાને સોશિયલ મીડિયામાં ખુબ પ્રતિક્રિયા મળી રહી છે અને લોકો આ બદલ પાકિસ્તાનના નેતાઓની ઝાટકણી પણ કાઢી રહ્યાં છે. શરમજનક વાત એ છે કે જ્યારે આ હોબાળો મચી રહ્યો હતો ત્યારે વડાપ્રધાન ઈમરાન ખાન, પાકિસ્તાનની નેવી અને વાયુસેનાના પ્રમુખ તથા જોઈન્ટ ચીફ ઓફ સ્ટાફ કમિટીના અધ્યક્ષ પણ સંસદમાં હાજર હતાં.
FREE FOR ALL in Pakistan Parliament even as Pak President Arif Alvi was addressing the joint session 😂😂#WorthlessPakistan #PKMKB #ImranKhan #ArifAlvi #Pakistan #370IsHistory pic.twitter.com/Ovrtiunh6v
— Rosy (@rose_k01) September 12, 2019
વાત જાણે એમ હતી કે ગુરુવારે જોઈન્ટ સેશન દરમિયાન રાષ્ટ્રપતિ આરિફ અલ્વીના ભાષણ વચ્ચે પીએમ ઈમરાન ખાન વિરુદ્ધ નારેબાજી થવા લાગી. સંસદ સભ્યો વેલમાં આવીને ખુબ નારા લગાવવા લાગ્યાં. આ અધિવેશન ઈમરાન ખાન સરકારનું એક વર્ષ પૂરું થયું તે બદલ બોલાવવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ અલ્વીએ જેવા ઈમરાન સરકારનું એક વર્ષ પૂરું થવા બદલ અભિનંદન પાઠવ્યાં ત્યાં સંસદમાં હોબાળો શરૂ થઈ ગયો. વિપક્ષના નેતા ઈમરાન ખાન સરકારની વિદેશ નીતિ પર સવાલ ઉઠાવવા લાગ્યાં અને પાકિસ્તાનને તમામ આંતરરાષ્ટ્રીય મંચો પર મળેલી નિષ્ફળતાઓ બદલ ઈમરાન ખાન સરકારને કોસવા લાગ્યાં.
જુઓ LIVE TV
જેના કારણે ઈમરાન ખાનના મંત્રીઓ અને વિપક્ષના નેતાઓ વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ. વિપક્ષના નેતા 'ગો નિયાઝી ગો'ના નારા લગાવવા લાગ્યાં. જેના કારણે વેલમાં ઈમરાન ખાનના સાંસદો અને વિપક્ષી નેતાઓ વચ્ચે ખુબ ધક્કામૂક્કી થવા લાગી. સ્થિતિને નિયંત્રણ કરવા માટે માર્શલોને બોલાવવામાં આવ્યાં અને તેમણે વચ્ચે પડી સ્થિતિ સંભાળી. પરંતુ આમ છતાં પાકિસ્તાનના નેતાઓ ન માન્યા અને એકબીજા સાથે હાથાપાઈ કરતા જોવા મળ્યાં.
પાકિસ્તાનની સંસદની આ શરમજનક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં પાકિસ્તાનના નેતાઓના હોબાળા અને નારેબાજીને જોઈ શકાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે