J&K: કુલગામમાં 4 આંતકવાદીઓ છૂપાયા હોવાની આશંકા, સુરક્ષા દળ સાથે શૂટઆઉટ શરૂ
આ વિસ્તારમાં 2-4 આતંકવાદીઓ છૂપાયા હોવાની આશંકા દર્શાવવામાં આવી રહી છે. જમ્મૂ અને કાશ્મીર પોલીસના જણાવ્યા અનુસાર સુરક્ષા દળોને આ વિસ્તારમાં આતંકવાદીઓ છૂપાયા હોવાની સૂચના મળી હતી.
Trending Photos
નવી દિલ્હી: જમ્મૂ-કાશ્મીરના કુલગામમાં રવિવાર સવારે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે શૂટઆઉટ ચાલી રહ્યું છે. આ શૂટઆઉટ દેવસર વિસ્તારના કેલમ ગામમાં થઇ રહ્યું છે. આ વિસ્તારમાં 2-4 આતંકવાદીઓ છૂપાયા હોવાની આશંકા દર્શાવવામાં આવી રહી છે. જમ્મૂ અને કાશ્મીર પોલીસના જણાવ્યા અનુસાર સુરક્ષા દળોને આ વિસ્તારમાં આતંકવાદીઓ છૂપાયા હોવાની સૂચના મળી હતી.
તેના પર સેનાની સુરક્ષા દળોએ વિસ્તારમાં તપાસ અભિયાન શરૂ કર્યું હતું. આ વચ્ચે આતંકવાદીઓ અને સુરક્ષા દળોની સાથે શૂટઆઉટ શરૂ થઇ ગયું છે. આ વિસ્તારને ચારે બાજુએથી ઘેરી લેવામાં આવ્યો છે. સાથે જ મોબાઇલ અને ઇન્ટરનેટ સેવાઓ પણ બંધ કરી દેવામાં આવી છે. બંને તરફથી ગોળીબાર સતત ચાલી રહ્યો છે.
જણાવી દઇએ કે જમ્મૂ અને કાશ્મીરમાં સુરક્ષા દળોએ જાન્યુઆરીમાં મોટી સફળતા મળી હતી. કુલગામમાં સુરક્ષા દળોની સાથે શૂટઆઉટમાં અલ-બદ્રના સરગના જીતન ઉલ-ઇસ્લામ સહિત બે આતંકવાદી માર્યા ગયા હતા. પોલીસના અનુસાર, કટપોર શૂટઆઉટમાં બે આતંકવાદી જીતન ઉલ-ઇસ્લામ અને શકીલ ડાર માર્યા ગયા હતા. બંને આતંકવાદ સાથે જોડાયેલા ગુનામાં સામેલ હતા.
ઇસ્લામ ‘એ++’ શ્રેણીના આતંકવાદી હતા. જે ગત વર્ષે નવેમ્બરમાં હિજબુલ મુઝાહિદ્દીનને છોડી અલ-બદ્ર સાથે જોડાયા હતા. બંને સંગઠનોની વચ્ચે અલ-બદ્રને મજબૂત કરવા માટે થયેલા કરાર બાદ તેઓ આ (અલ-બદ્ર) આતંકવાદી સંગઠનમાં સામેલ થયા હતા.
જણાવી દઇએ કે આ પહેલા 6 ફેબ્રુઆરી પુલવામામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે થયેલા શૂટઆઉટમાં આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા (એલઇટી)ના એક સ્વયંભૂ જિલ્લા કમાન્ડર માર્યા ગયા હતા. પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે, પુલવામા જિલ્લાના ચકોર વિસ્તારમાં સેના અનો પોલીસના એક સંયુક્ત પેટ્રોલિંગ દળ પર આતંકવાદીઓના ગોળીબાર બાદ શૂટઆઉટ શરૂ થઇ ગયો હતો. પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ત્યારબાદ શૂટઆઉટમાં એક આતંકવાદી માર્યો ગયો હતો. મોતને ભેટેલ આતંકવાદીની ઓળખ એક સ્થાનિક રહેવાસી ઇરપાન અહમદ શેખ તરીકે થઇ હતી.
આતંકવાદી શેખનો એલઇટી સાથે સંબંદ્ધ હતો અને પુલવામામાં સંગઠનના જિલ્લા કમાન્ડરના તરીકે ઓળખાતો હતો. આંતકવાદી ગુનામાં સામેલગીરીને લીધે પોલીસ તેની શોધ કરી રહી હતી. પ્રવક્તાએ જણાવ્યું હતું કે ઇરફાન શેખનો એક લાંબો ગુનાહિત ઇતિહાસ હતો. જેમાં તેમની સામે ઘણા આતંકવાદી ગુના નોંધાયા હતા. ગ્રેનેડ હુમલા સહિત વિસ્તારમાં સુરક્ષા પ્રતિષ્ઠાનો પર ઘણા આતંકવાદી હુમાલા અને ષડયંત્રમાં તે સામેલ હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે