જુનાગઢ : ગમખ્વાર અકસ્માતમાં 4 લોકોના મોત, જોતજોતામાં કાર બની ગઈ કાટમાળ
જુનાગઢ માંગરોળ નજીક કાર પલ્ટી મારી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઘટના સ્થળે જ 4 વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. ડ્રાઈવરે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા કારે પલ્ટી મારી હોવાથી અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે પોલીસ ઘટના સ્થળે તપાસ હાથ ધરી છે.
Trending Photos
હનીફ ખોખર/જુનાગઢ : જુનાગઢ માંગરોળ નજીક કાર પલ્ટી મારી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઘટના સ્થળે જ 4 વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. ડ્રાઈવરે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા કારે પલ્ટી મારી હોવાથી અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે પોલીસ ઘટના સ્થળે તપાસ હાથ ધરી છે.
સ્થાનિકો પાસેથી મળેલી માહિતી અનુસાર, માંગરોળના યુવાનો વહેલી સવારે સીલ ગામથી આવતા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો. GJ20A 3673 નંબરની કાર માંગરોળના કલ્યાણ ગામ નજીક વહેલી સવારે અકસ્માત નડ્યો હતો. આ કાર ફુલ સ્પીડમાં આવી રહી હતી. જેમાં ચાર યુવકો બેસેલા હતા. ફુલ સ્પીડની કારે અચાનક કાબૂ ગુમાવતા પહેલા તો તે બેકાબૂ બની હતી, અને બાદમાં પલટી મારીને સીધી જ બસ સ્ટેન્ડમાં ઘૂસી ગઈ હતી. જેને પગલે કારમાં સવાર ચાર યુવકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા.
મુતક યુવકોના નામ
નીખીલ વાળા, વીકી પીઠવા, મોહિત રાજા કોડીયાતર, દેવા દીનેશ કરમટા
અકસ્માત બાદ કાર જાણે ભંગારની જેમ બની ગઈ હતી. કાર આખી દબાઈ ગઈ હતી. જેમાંથી યુવકોને બહાર કાઢવામાં આવ્યા હતા. આ સમયે અરેરાટી ફેલાઈ જાય તેવા દ્રશ્યો સર્જાયા હતા. અકસ્માત એટલો ભયંકર હતો કે મૃતદેહોને જે.સી.બી.ની મદદથી કાઢવા પડ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે