Kiradu Temple Mystery: આ મંદિરમાં રાત્રિ રોકાણ કરનાર બની જાય છે પથ્થર, જાણો ભયાનક રહસ્ય
રાજસ્થાનના બાડમેર જિલ્લામાં સ્થિત આ મંદિરનું નામ કિરાડૂ મંદિર (Kiradu Temple Rajasthan) છે. આ મંદિરને જોવા માટે લોકો દૂર-દૂરથી આવે છે, પરંતુ સાંજ થયા પહેલા બધા ચાલ્યા જાય છે. તેની પાછળ એક ખુબ ડરામણું કારણ છે.
Trending Photos
નવી દિલ્હીઃ વિશ્વમાં એવી અનેક જગ્યા છે, જેનું રહસ્ય 21મી સદીમાં પણ લોકોને ચોંકાવે છે. કલા અને સંસ્કૃતિનો પ્રદેશ રાજસ્થાન (Rajasthan)ની રેતીલી ધરતીમાં આજે પણ ઘણા રાઝ છુપાયેલા છે. અહીંના રાઝ વૈજ્ઞાનિકો માટે પણ પડકાર બનેલા છે. તેને જાણીને અનેક લોકોના પરસેવા છૂટવા લાગે છે. રાજસ્થાનના કિરાડૂ મંદિર (Kiradu Temple Mystery) રહસ્યોથી ભરેલું છે.
આ મંદિર (Kiradu Temple Mystery) વિશે પ્રચલિત છે કે સાંજ થયા બાદ જો કોઈ ભૂલથી અહીં રોકાય તો તે હંમેશા માટે પથ્થર બની જાય છે.
માણસ બની જાય છે પથ્થર
રાજસ્થાનના બાડમેર જિલ્લામાં સ્થિત આ મંદિરનું નામ કિરાડૂ મંદિર (Kiradu Temple Rajasthan) છે. આ મંદિરને જોવા માટે લોકો દૂર-દૂરથી આવે છે, પરંતુ સાંજ થયા પહેલા બધા ચાલ્યા જાય છે. તેની પાછળ એક ખુબ ડરામણું કારણ છે. આ મંદિરની માન્યતા છે કે જે વ્યક્તિ સૂરજ આથમ્યા બાદ આ મંદિરમાં રોકાય છે, તે હંમેશા માટે પથ્થર બની જાય છે. આ ડરામણા રહસ્યને કારણે અહીં કોઈ સાંજ થયા બાદ રોકાતું નથી.
સાધુના શ્રાપનું સત્ય
એવી માન્યતા છે કે આ ડરામણા રહસ્યની પાછળ એક સાધુનો શ્રાપ (Kiradu Temple Curse) છે. અહીં લોકોનું કહેવું છે કે આજ સુધી કોઈપણ વ્યક્તિ સાંજ થયા બાદ આ મંદિરમાંથી પરત ફર્યો નથી. આ મંદિર ખુબ સુંદર છે અને ખંઢેરો વચ્ચે સ્થિત છે. અહીં પર લોકો પિકનિક મનાવવા આવે છે. પરંતુ આ રહસ્યમયી મંદિરના નામથી લોકોમાં ડર છે. લોકો તેના નામથી ધ્રુજવા લાગે છે.
ડરામણા મંદિરનું રહસ્ય
આ ડરામણા રહસ્ય બાદ પણ આ મંદિરની સુંદરતા લોકોને પોતાના તરફ આકર્ષિત કરે છે. તેને કારણે અહીં દરરોજ લોકોના ટોળા જોવા મળે છે. પરંતુ સાંજ થયા પહેલા બધા લોકો પાછા ફરી જાય છે. ઘણા લોકો તો આ મંદિરને દૂરથી જોઈને પણ પરત ફરી જતા હોય છે. તે લોકો મંદિરમાં જવાની હિંમત દાખવી શકતા નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે