Health Tips: લીલા બટાકા સહિત આ 4 વસ્તું ભૂલેચૂકે ન ખાવી જોઈએ, કારણ ખાસ જાણો નહીં તો પસ્તાશો 

આપણા હાલતા ચાલતા દિવસમાં એવી ચીજવસ્તુઓ ખાઈએ છીએ, જે આપણા સ્વાસ્થ્ય માટે ઝેર બની શકે છે. તો ઘણી એવી પણ વસ્તુ છે જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક પણ છે. ત્યારે જો ખાવા પીવામાં ધ્યાન રાખવામાં ન આવે તો આપણી આ બેદરકારી આપણા મોતનું કારણ પણ બની શકે છે. 

Health Tips: લીલા બટાકા સહિત આ 4 વસ્તું ભૂલેચૂકે ન ખાવી જોઈએ, કારણ ખાસ જાણો નહીં તો પસ્તાશો 

આપણા હાલતા ચાલતા દિવસમાં એવી ચીજવસ્તુઓ ખાઈએ છીએ, જે આપણા સ્વાસ્થ્ય માટે ઝેર બની શકે છે. તો ઘણી એવી પણ વસ્તુ છે જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક પણ છે. ત્યારે જો ખાવા પીવામાં ધ્યાન રાખવામાં ન આવે તો આપણી આ બેદરકારી આપણા મોતનું કારણ પણ બની શકે છે. આયુર્વેદિક અને યુનાની નિષ્ણાત ડૉ. સલીમ ઝૈદીએ જણાવ્યું કે અમુક એવા ખોરાક હોય છે જેનું સેવન ઝેરની જેમ સ્વાસ્થ્યને અસર કરે છે. ત્યારે એવી જ 5 ખાદ્ય ચીજો છે, જે ઝેર સમાન છે, છતાં આપણે તેનું સેવન કરતા રહીએ છીએ. 

લીલા બટેટા સ્વાસ્થ્ય માટે ઝેર છે
ઘણીવાર લોકો જાણતા કે અજાણતા લીલા બટાકાનું સેવન કરે છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. યુનાઇટેડ સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર અનુસાર, લીલા બટાકામાં મળતું સોલનસેફ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. ત્યારે ભૂલથી પણ આવા લીલા બટાકાનું સેવન હાનિકારક સાબિત થઈ શકે છે. એટલું જ નહીં આવા લીલા બટાકા ખાવાથી માથાનો દુખાવો જેવી અનેક બીમારીઓ થઈ શકે છે. 

જાયફળનું સેવન ન કરો
જાયફળ એક એવો મસાલો છે જેની તાસીર ગરમ છે. આમ તો તેનું મર્યાદિત સેવન દવાની જેમ અસર કરે છે, પરંતુ તેનો વધુ પડતો ઉપયોગ કરીએ તો તે ઝેર બનીને આરોગ્યને અસર કરે છે. જો તમે તેનું વધુ પડતું સેવન કરીએ કો નર્વસનેસ, ભતિભ્રમ, હૃદયના ધબકારા વધી જવા, મુઝવણ થવી, ઉલટી અને ઉબકા જેવી અનેક સમસ્યાઓ થઈ શકે છે.

કડવી બદામ ખાવાનું ટાળો
કડવી બદામમાં ગ્લાયકોસાઇડ એમીગડાલિન નામનું ઝેર હોય છે. જ્યારે પીવામાં આવે છે, ત્યારે આ ઝેર હાઇડ્રોજન સાયનાઇડ સહિત અનેક સંયોજનોમાં તૂટી જાય છે અને મૃત્યુનું કારણ બની શકે છે. એટલે કડવી બદામનું સેવન કરવાનું ટાળજો. 

કાચા રાજમા લેવાનું ટાળો
રાજમામાં ફાયટોહેમેગ્લુટીનિન નામનું ઝેર હોય છે. જો તમે રાજમાનું સેવન કરો છો, તો ભૂલથી કાચા રાજમા ક્યારેક ન ખાતા, હંમેશા રાંધેલા રાજમા જ ખાવા જોઈએ. કાચા રાજમામાં ઝેર હોય છે જે શરીર પર ઝેર જેવું કામ કરે છે. મુઠ્ઠીભર અથવા 4 થી 5 કાચા અધૂરા રાંધેલા રાજમા તમને બીમાર કરવા માટે પૂરતા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news