WATCH: દેહરાદૂનમાં ગેસ સિલિન્ડર વિસ્ફોટથી મોટો અકસ્માત, 4 બાળકીઓના મોત
Gas Cylinder Blast: ત્યૂણી પુલ પાસેના એક મકાનમાં બે પરિવાર રહે છે. ગુરુવારે સાંજે ઘટના બની ત્યારે બાળકીઓની માતાઓ કપડાં ધોવા માટે ઘરની બહાર નીકળી હતી. આ સિવાય આગ લાગ્યા બાદ એક પુરુષ અને એક છોકરો ઘરની બહાર નીકળવામાં સફળ રહ્યા હતા. પરંતુ છોકરીઓ તેમાં ફસાઈ ગઈ.
Trending Photos
Uttarakhand News: ઉત્તરાખંડ (Uttarakhand) ના દેહરાદૂન (Dehradun)માં ગેસ સિલિન્ડર વિસ્ફોટને કારણે એક ઘરમાં આગ લાગી હતી અને આ દુર્ઘટનામાં 4 છોકરીઓના મોત થયા હતા. આ ઘટના દેહરાદૂનના ચકરાતા તહસીલના તિયુની વિસ્તારમાં બની હતી. આગ લાગ્યા બાદ 4 છોકરીઓ તેમાં ફસાઈ ગઈ હતી અને આગ લાગવાને કારણે તેઓના મોત થયા હતા. ચકરાતાના ડેપ્યુટી કલેક્ટર યુક્તા મિશ્રાએ જણાવ્યું હતું કે લગભગ 5 કલાકની મહેનત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. પરંતુ ભીષણ આગના કારણે લાકડાનું મકાન સંપૂર્ણ બળીને ખાખ થઈ ગયું હતું. આગ લાગ્યા બાદ એસડીઆરએફની મદદથી અઢીથી 12 વર્ષની વયની ચાર છોકરીઓની શોધખોળ કરવામાં આવી હતી, જોકે બાદમાં જિલ્લા પ્રશાસને તેમના મૃત્યુની જાણકારી આપી હતી.
આગને કારણે 4 છોકરીઓના મોત
ડેપ્યુટી કલેક્ટર મિશ્રાએ માહિતી આપી હતી કે ત્યૂણી પુલ પાસેના એક મકાનમાં બે પરિવાર રહે છે. ગુરુવારે સાંજે ઘટના બની ત્યારે બાળકીઓની માતાઓ કપડાં ધોવા માટે ઘરની બહાર નીકળી હતી. આ સિવાય આગ લાગ્યા બાદ એક પુરુષ અને એક છોકરો ઘરની બહાર નીકળવામાં સફળ રહ્યા હતા. પરંતુ છોકરીઓ તેમાં ફસાઈ ગઈ.
#WATCH | Four people died during a massive fire that broke out in a house last evening near Tuni bridge in Dehradun district. Several fire tenders reached the spot and doused the fire: District administration pic.twitter.com/UUlmIDIFYo
— ANI UP/Uttarakhand (@ANINewsUP) April 7, 2023
આ પણ વાંચો: ના પંચરનું ટેન્શન ના તો હવા નિકળવાનો ડર, આવી રહ્યા છે આવા ટાયર, જાણો ડિટેલ્સ
આ પણ વાંચો: Gold Price Today:આન્ટી, ભાભી અને મહિલાઓ આ તક ચૂક્યા તો પસ્તાશો, સસ્તા થયા દાગીના
આ પણ વાંચો: વાસણ ધોવાનો સાબુ અચાનક પૂરો થઈ ગયો? રસોડામાં રહેલા સામાનથી તમારુ કામ સરળ બની જશે
ઘરમાં આગ લાગવાનું કારણ
ડેપ્યુટી કલેકટરે કહ્યું કે પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર ગેસ સિલિન્ડર ફાટવાને કારણે ઘરમાં આગ લાગવાની આશંકા છે. જો કે આ ઘટના પાછળનું ચોક્કસ કારણ શું છે તે તો તપાસ બાદ જ ખબર પડશે. દેહરાદૂન જિલ્લામાં તુની પુલ નજીક એક મકાનમાં ગઈકાલે સાંજે લાગેલી ભીષણ આગમાં ચાર લોકોના મોત થયા હતા, જિલ્લા વહીવટીતંત્રે જણાવ્યું હતું. ફાયરની અનેક ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી.
આ પણ વાંચો: ઉનાળાને કહો Bye-Bye!ખૂબ સસ્તામાં મળે છે હરતું-ફરતું AC,વીજળીનું બિલ પણ ઘટાડશે
આ પણ વાંચો: જો તમે નાકના વાળ તોડતા હો તો બની જજો સાવધાન! આ આદત તમારા મગજને પહોંચાડશે નુકસાન
આ પણ વાંચો: જૂની તિજોરીમાંથી આન્ટીને મળ્યો 18 વર્ષ જૂનો લવલેટર, પતિએ લખી હતી આવી અનોખી વાત
સીએમ ધામીએ આ વાત કહી
જો કે આગ લાગ્યા બાદ ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામીએ ટ્વીટ કર્યું હતું કે આજે ચકરાતાના તિયુની પુલ પાસે 4 માળના મકાનમાં આગ લાગવાને કારણે કેટલાક લોકો ત્યાં ફસાયા હોવાના સમાચાર છે. હું ત્યાં રહેતા પરિવારોની સુખાકારી ઈચ્છું છું. પોલીસ પ્રશાસનની ટીમ ઘટનાસ્થળે હાજર છે. અધિકારીઓને તાકીદે કામ કરવા સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચો: 8th Pay Commission પર આવ્યું મોટી અપડેટ, કર્મચારીઓના પગારમાં થશે બમ્પર વધારો
આ પણ વાંચો: આ સરકારી આદેશ બદલી દેશે લોકોની જીંદગી, દરેક ભારતીયને મળશે સીધો 7 લાખનો ફાયદો
આ પણ વાંચો: ગેસ સિલિન્ડર પર મળે છે 50 લાખ રૂપિયા સુધીનો મફત વીમો : જાણો તમારા અધિકારો અને નિયમો
આ પણ વાંચો: દેશનું એકમાત્ર ગામ...જ્યાં પ્લાસ્ટિક આપતાં મળે છે સોનું, કારણ જાણીને ચોંકી જશો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે