VIDEO: વૃદ્ધ દંપત્તિને ચોધાર આંસુએ રડાવનારા પુત્ર-પુત્રવધુને DM અને પોલીસે ભણાવ્યો પાઠ
ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં એક કળિયુગી પુત્ર અને પુત્રવધુ પોતાના માતા પિતાને ઘરમાંથી બહાર કાઢી મૂકવાની કોશિશ કરી રહ્યાં હતાં. આ મામલે વૃદ્ધ દંપત્તિનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાઈરલ થયો હતો.
Trending Photos
ગાઝિયાબાદ: ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં એક કળિયુગી પુત્ર અને પુત્રવધુ પોતાના માતા પિતાને ઘરમાંથી બહાર કાઢી મૂકવાની કોશિશ કરી રહ્યાં હતાં. આ મામલે વૃદ્ધ દંપત્તિનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાઈરલ થયો હતો. વૃદ્ધ દંપત્તિએ પ્રશાસનને ગુહાર લગાવતા આ મામલાનો વીડિયો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટથી પોસ્ટ કર્યો હતો. વાત જાણે એમ હતી કે ગાઝિયાબાદના લોની ક્ષેત્રમાં રહેતા એક વૃદ્ધ દંપત્તિએ પુત્ર અને પુત્રવધુ પર ઘરમાંથી કાઢી મૂકવાના પ્રયત્ન કરવાનો આરોપ લગાવ્યો હતો. વૃદ્ધ દંપત્તિએ આરોપ લગાવ્યો હતો કે પુત્ર અને પુત્રવધુ તેમને જબરદસ્તીથી ઘરની બહાર કાઢી મૂકવા માંગે છે. દંપત્તિએ આ બાબતે ગાઝિયાબાદના ડીએમને પણ ગુહાર લગાવી હતી.
This video was shared on social media ; Issue examined and resolved ;pertains to family dispute between parents and children , Esp daughter in law /mother in law ; SDM/ CO LONI have visited ;children have agreed in writing to vacate parents house within next 10 days @CMOfficeUP pic.twitter.com/xLgjQX3ZWI
— DM Ghaziabad (@dm_ghaziabad) July 7, 2019
ગાઝિયાબાદના ડીએમ રિતુ મહેશ્વરીએ આ બાબતને ગંભીરતા લેતા કાર્યવાહીના આદેશ આપ્યાં. ત્યારબાદ ગાઝિયાબાદ પોલીસ હરકતમાં આવી અને તેમણે વૃદ્ધ દંપત્તિ અને પુત્ર વચ્ચે સમાધાન કરાવ્યું. પોલીસની હાજરીમાં પુત્રએ સમાધાન પત્ર લખ્યો. સમાધાન મુજબ પુત્રએ લેખિતમાં આશ્વાસન આપ્યું છે કે તે 10 દિવસની અંદર પત્ની અને સામાન સાથે મકાન એમએમ-63, ડીએલએફ, અંકુર વિહાર છોડીને જતો રહેશે.
વાઈરલ વીડિયોમાં વૃદ્ધ દંપત્તિ કહી રહ્યાં છે કે અમે અમારા પૈસે બનાવેલા ઘરમાં રહીએ છીએ. અમારું મકાન એમએમ-63, અંકુર વિહારમાં છે. અમારો એક જ પુત્ર છે. અમારા પુત્ર-પુત્રવધુ અમારા પર દબાણ કરે છે કે અમે અમારું મકાન ખાલી કરીને અહીંથી જતા રહીએ. અમે જીવીએ કે મરીએ તેનાથી પુત્ર અને પુત્રવધુને કોઈ સંબંધ નથી. વીડિયોમાં વૃદ્ધ પુરુષની પત્ની સતત રોતી જોવા મળી રહી છે.
Written agreement in parents- children dispute case of LONI ghaziabad; issue resolved pic.twitter.com/nvN74golXY
— DM Ghaziabad (@dm_ghaziabad) July 7, 2019
વૃદ્ધે આરોપ લાગવ્યો કે તેમના પુત્ર અને પુત્રવધુ દંપત્તિ પર ખોટા આરોપ લગાવે છે. જેથી કરીને હાર્ટ એટેકથી બંનેનું મોત થઈ જાય અને કાં તો આત્મહત્યા કરી લઈએ. અત્રે જણાવવાનું કે વૃદ્ધ દંપત્તિમાં પુરુષ હ્રદય રોગથી પીડિત છે. ગાઝિયાબાદના જિલ્લાધિકારી રિતુ માહેશ્વરીએ આ મામલે કાર્યવાહીના આદેશ આપ્યાં હતાં. ડીએમ રિતુ માહેશ્વરીએ આ મામલાનો વીડિયો અને સમાધાનની તસવીરો પોતાના અધિકૃત ટ્વિટર એકાઉન્ટથી શેર કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે