ઓ બાપ રે! આ છે દુનિયાના એકમાત્ર 'રૂ'ના શિલ્પકાર, રૂથી બનાવે છે અદભુત કલાકૃતિઓ
કલા અને કલાકારની અલગ જ દુનિયા હોય છે. એક કલાકાર દરેક વસ્તુમાં પોતાની કલાનો જાદુ વિખેરી શકે છે. સોશિયલ મીડિયા પર હાલ એક યૂનિક કલાકારનો વીડિયો સામે આવ્યો છે કોટનનો ઉપયોગ કરીને ગજબની કલાકૃતિઓ બનાવે છે..એટલું જ નહીં આ કલાકાર દુનિયાનો એકમાત્ર કોટન આર્ટિસ્ટ છે.
Trending Photos
નવી દિલ્લીઃ તમે શિલ્પકારોની અદભુત કલાકૃતિઓ જોઈ હશે. સામાન્ય રીતે માટી,પત્થર,ધાતુ કે લાકડાની મૂર્તિઓ તો લોકોને જોવા મળી જાય છે પણ શું તમે ક્યારેય રૂની મૂર્તિઓ જોઈ છે? તમને થતું હશે કે આખરે રૂમાંથી મૂર્તિ કેવી રીતે બની શકે? તો સોશિયલ મીડિયા પર રૂના એક અનોખા શિલ્પકારનો વીડિયો સામે આવ્યો છે જે દુનિયાના એકમાત્ર શિલ્પકાર છે અને ગર્વની વાત એ છે કે તે આપણા દેશના જ છે. આ છે નાસિકના અનંત ખૈરનાથ. અનંત કુમારે રૂમાંથી ગણેશજીની મૂર્તિ બનાવીને દુનિયાના લોકો સામે નવી કળાનું શ્રીગણેશ થયું..
કેવી રીતે બનાવાઈ રૂ ની મૂર્તિ?
ઘણા લોકોને થતું હશે કે રૂ વજનમાં ખુબ હલકું હોય છે. સામાન્ય હવામાં પણ રૂ ઉડી જાય છે તો પછી તેનાથી મૂર્તિ કેવી રીતે બની શકે? તો અનંત કુમાર કલાપ્રેમી તો છે જ સાથે સાથે તેઓ રસાયણ વિજ્ઞાનના જાણકાર પણ છે અને તેમનું રસાયણ વિજ્ઞાનનું જ્ઞાન તેમને તેમની કલામાં વરદાન સાબિત થઈ રહ્યું છે. અનંતે ઘણા પ્રયોગો કરીને એક એવું અનોખું સોલ્યુસન વિકસિત કર્યું કે જે વજનમાં હલકી રૂને પણ કડક બનાવી દે છે. અનંતે સામાન્ય રૂને મજબૂત અને ટિકાઉ બનાવી દિધી છે. હવે તો અનંત રૂની મોટામાં મોટી મૂર્તિઓ પણ સરળતાથી બનાવી લે છે. રૂની આ કલાકૃતિઓ જોઈને તમે અંદાજો લગાવી શકો છો કે આ કલાકારીમાં કેટલી મહેનત અને ધ્યાનની જરૂર પડે છે..અનંત કુમારની અદભુત પ્રતિભા જોઈને ગિનીઝ બુકે પણ માની લીધું કે સમગ્ર દુનિયામાં રૂમાંથી મૂર્તિ બનાવનાર કલાકાર નથી..
મૂર્તિ બનાવવાની મળી હતી ચેલેન્જઃ
ગિનીઝ બુકે અનંત કુમારને રૂની મોટી મૂર્તિ બનાવવાની ચેલેન્જ આપી અને ત્યારે અનંતે મહાત્મા ગાંધીજીની સાડા સાત ફૂટ લાંબી 22 કિલો રૂની મૂર્તિ બનાવીને ગિનીઝ બુકને પણ આશ્રર્યમાં મુકી દિધા છે. ગાંધીજીની આ મૂર્તિનો દુનિયાભરમાં આજે પણ કોઈ મુકાબલો કરી શકતું નથી. અનંત કુમારના દેશ-વિદેશમાં ઘણા ગ્રાહકો છે અને તેઓ તેમની કલાનું પ્રદર્શન પણ કરે છે. અનંત ઘણા આર્ટ સ્કુલમાં વર્ક શોપ પણ કરે છે. 56 વર્ષીય અનંત ખૈરનાથ વર્ષ 1988થી આ અદભુત કલાકારી કરતા આવ્યા છે..અત્યાર સુધી અનંત કુમાર 2 હજારથી વધુ રૂની જુદી જુદી કલાકૃતિઓ બનાવી ચુક્યા છે. સોશિયલ મીડિયા પર દુનિયાના એકમાત્ર રૂના શિલ્પકારનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે અને લોકો આ શિલ્પકારની પ્રતિભાથી ખુબ પ્રભાવિત થઈ રહ્યા છે. લોકો આ દુનિયાના એકમાત્ર શિલ્પકારની કલાકૃતિના ખુબ વખાણ પણ કરી રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે