PM મોદીએ રાષ્ટ્રપતિ પુતિન સાથે કરી વાત, કોરોના સામે લડવા ભારતની મદદ કરશે રશિયા

રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાતચીત બાદ પ્રધાનમંત્રી મોદીએ ખુદ આ વિશે ટ્વીટ કરતા કહ્યુ- મારા મિત્ર પુતિન સાથે આજે શાનદાર વાત થઈ. અમે કોરોનાની સ્થિતિનો સામનો કરવાની ચર્ચા કરી.

PM મોદીએ રાષ્ટ્રપતિ પુતિન સાથે કરી વાત, કોરોના સામે લડવા ભારતની મદદ કરશે રશિયા

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાની ખરાબ થતી સ્થિતિ (Corona crisis in india) વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભારતના ખાસ મિત્ર રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે બુધવારે ફોન પર વાત થઈ છે. આ દરમિયાન કોરોના સંક્રમણથી બનેલી ભયાનક સ્થિતિ સહિત અન્ય મુદ્દા પર બન્ને નેતાઓ વચ્ચે વાતચીત થઈ છે. 

રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાતચીત બાદ પ્રધાનમંત્રી મોદીએ ખુદ આ વિશે ટ્વીટ કરતા કહ્યુ- મારા મિત્ર પુતિન સાથે આજે શાનદાર વાત થઈ. અમે કોરોનાની સ્થિતિનો સામનો કરવાની ચર્ચા કરી. કોરોના મહામારી વિરુદ્ધ ભારતની લડાઈમાં સમર્થન માટે હું રશિયાના રાષ્ટ્રપતિ પુતિનનો આભાર માનુ છું. 

— Narendra Modi (@narendramodi) April 28, 2021

તેમણે આગળ કહ્યું કે, અમે વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગ ખાસ કરીને નાઇડ્રોજન ઇકોનોમી સહિત વકાશ સંશોધન અને નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રો પર ચર્ચા કરી. સ્પૂતનિક-V વેક્સિન પર આપણો સહયોગ કોરોના મહામારી વિરુદ્ધ માનવતાના સંઘર્ષમાં મદદ કરશે. 

— Narendra Modi (@narendramodi) April 28, 2021

રશિયાના રાષ્ટ્રપતિ સાથે વાત કર્યા બાદ પીએમ મોદીએ ટ્વીટ કરી કહ્યુ-  બન્ને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા અને રાષ્ટ્રપતિ પુતિન અને મારા વચ્ચે 2+2 મંત્રી સ્તરીય વાર્ચા વિદેશ અને રક્ષા મંત્રીઓ સાથે થવા પર સહમતિ બની છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news