Corona: દેશમાં નવા કેસમાં 68 ટકાનો ઘટાડો, વેક્સિનની બાબતમાં અમેરિકાથી આગળ નિકળ્યું ભારતઃ સ્વાસ્થ્ય મંત્રાલય
દેશમાં ઝડપથી કરવામાં આવી રહ્યાં છે કોરોના ટેસ્ટિંગ સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર દેશમાં અત્યાર સુધી સક્રિય કેસની સંખ્યા 16,35,993 છે. દેશભરમાં કોરોના સંક્રમિતોની ઓળખ કરવા માટે ઝડપથી ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે.
Trending Photos
નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના કેસની જાણકારી આપતા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યુ કે, છેલ્લા 24 કલાકમાં કોરોનાના આશરે 1,32,000 નવા કેસ સામે આવ્યા છે. છેલ્લા 8 દિવસથી કોરોનાના કેસ 2 લાખથી ઓછા આવી રહ્યાં છે. કેસમાં 68 ટકાનો ઘટાડો થયો છે. 66 ટકા કેસ 5 રાજ્યોમાંથી આવી રહ્યાં છે. 33 ટકા કેસ 31 રાજ્યોથી આવી રહ્યાં છે. 100થી વધુ એવરેજ દૈનિક નવા કેસના રિપોર્ટ કરનાર જિલ્લામાં સતત કમી આવી છે. 377 જિલ્લામાં આ દરમિયાન 5 ટકાથી ઓછા કેસ સામે આવી રહ્યાં છે. 257 જિલ્લા 100થી વધુ દૈનિક મામલા રિપોર્ટ કરી રહ્યાં છે. દેશમાં કોરોનાનો રિકવરી રેટ સતત વધી રહ્યો છે. વર્તમાનમાં 91.3 ટકા કોરોનાનો રિકવરી દર છે.
આ સાથે તેમણે કહ્યું કે, અત્યાર સુધી 22.41 કરોડ વેક્સિનના ડોઝ આપવામાં આવી ચુક્યા છે. જેમાં મુખ્ય રૂપથી સ્વાસ્થ્યકર્મી, ફ્રંટ લાઇન વર્કર્સ અને 45 વર્ષથી વધુ ઉંમરના લોકો સામેલ છે. 18થી 45 ઉંમર વર્ગના 2.43 કરોડ લોકોને વેક્સિનના ડોઝ આપવામાં આવી ચુક્યા છે.
આ પણ વાંચોઃ શૈક્ષણિક વર્ષ 2021-22 થી CBSE શાળાઓમાં બે નવા કોર્સ શરૂ કરશે, શિક્ષણ મંત્રીએ કરી જાહેરાત
વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં અમેરિકાથી આગળ નિકળ્યું ભારત
નીતિ આયોગના સ્વાસ્થ્ય સભ્ય ડો. વીકે પોલે જણાવ્યુ કે વિશ્વના આંકડા અનુસાર ભારતમાં વેક્સિનના ઓછામાં ઓછા એક ડોઝ મેળવનારની સંખ્યા 17.2 કરોડ છે. વેક્સિનનો પ્રથમ ડોઝ મેળવનાર લોકોની સંખ્યાના મામલામાં આપણે અમેરિકાથી આગળ નિકળી ગયા છે.
દેશમાં ઝડપથી કરવામાં આવી રહ્યાં છે કોરોના ટેસ્ટિંગ
સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર દેશમાં અત્યાર સુધી સક્રિય કેસની સંખ્યા 16,35,993 છે. દેશભરમાં કોરોના સંક્રમિતોની ઓળખ કરવા માટે ઝડપથી ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં 20,75,428 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. અત્યાર સુધી કુલ 35,74,33,846 સેમ્પલના ટેસ્ટ કરવામાં આવી ચુક્યા છે. દેશમાં પોઝિટિવિટી રેટ સતત 11માં દિવસે 10 ટકાથી નીચે નોંધાયો છે. ગુરૂવારે પોઝિટિવિટી રેટ 6.38 ટકા રહ્યો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે