ગરમીનું ટોર્ચર! દેશના 13 રાજ્યોમાં હવામાન વિભાગે કરી ભારે આગાહી, ભૂલથી પણ ન નીકળતા....
હજુ તો મે મહિનાના 10 દિવસની વાર છે અને ગરમી રોજેરોજ રેકોર્ડ તોડી રહી છે. તમને જાણીને આશ્વર્ય થશે કે ગરમીના કારણે આખા દેશમાં જાણીતું રાજસ્થાન અત્યારે દિલ્લીથી પાછળ છે. એટલું જ નહીં પહાડો પર ગરમી મેદાની પ્રદેશો કરતાં નવા રેકોર્ડ બનાવી રહી છે ત્યારે હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી અલર્ટ આપી દીધું છે. જેના કારણે ગરમીથી ત્રસ્ત લોકોએ હજુ 5 દિવસ સુધી ભીષણ ગરમીમાં શેકાવું પડશે.
Trending Photos
હજુ તો મે મહિનાના 10 દિવસની વાર છે અને ગરમી રોજેરોજ રેકોર્ડ તોડી રહી છે. તમને જાણીને આશ્વર્ય થશે કે ગરમીના કારણે આખા દેશમાં જાણીતું રાજસ્થાન અત્યારે દિલ્લીથી પાછળ છે. એટલું જ નહીં પહાડો પર ગરમી મેદાની પ્રદેશો કરતાં નવા રેકોર્ડ બનાવી રહી છે ત્યારે હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી અલર્ટ આપી દીધું છે. જેના કારણે ગરમીથી ત્રસ્ત લોકોએ હજુ 5 દિવસ સુધી ભીષણ ગરમીમાં શેકાવું પડશે. શિમલામાં લાખો લોકો ગરમીમાં ઠંડકનો અહેસાસ કરવા માટે આવતાં હોય છે પરંતુ આ વખતે અહીંયા મોસમનો મિજાજ સાતમા આસમાને છે. આગામી 4 દિવસ સુધી અહીંયા એવી ગરમી રહેશે કે જાણે તમે મેદાની વિસ્તારમાં હોવ. હાલ તો શિમલા ફરવા આવેલા પ્રવાસીઓ કાળઝાળ ગરમીથી ત્રાહિમામ થઈ ગયા છે. એકતરફ શિમલામાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. તો બીજીબાજુ તેની અસર તુતી કંડી વિસ્તારમાં આવેલા જંગલ પ્રદેશોમાં પણ જોવા મળી રહી છે. જંગલોમાં ભીષણ ગરમીના કારણે આગ લાગતાં અનેક વૃક્ષો તેમાં બળીને રાખ થઈ ગયા.
આ તરફ ઉત્તર પ્રદેશના અયોધ્યામાં ભગવાન રામના દર્શન કરવા આવતાં ભક્તો પણ કાળઝાળ ગરમીમાં પરેશાન થઈ રહ્યા છે. કેમ કે ગરમીનો પારો વધતાં દૂર-દૂરથી આવતાં યાત્રાળુઓ ઠંડા પીણા, નાળિયેર પાણીનો સહારો લઈ રહ્યા છે. ગરમી આ વખતે તમામ રેકોર્ડ તોડી રહી છે. કેમ કે હંમશા ગરમ પ્રદેશ તરીકે જાણીતા રાજસ્થાનને આ વખતે દિલ્લીએ પાછળ છોડી દીધું છે. દિલ્લીના નજફગઢમાં ગરમીનો પારો 47.8 ડિગ્રી સુધી પહોંચી ગયો.જ્યારે રાજસ્થાનના શ્રી ગંગાનગરનું તાપમાન 46.7 ડિગ્રી નોંધાયું છે. ઉત્તર પ્રદેશમાં પણ કાળઝાળ ગરમીની ભારે અસર જોવા મળી રહી છે. જેના કારણે રાજ્યના અલીગઢ શહેરમાં તરબૂચની ડિમાન્ડમાં ધરખમ વધારો થયો છે.
હવામાન વિભાગે મધ્ય પ્રદેશ સહિત 13 રાજ્યોમાં ગરમી અંગે આગાહી કરી છે. જેમાં 22 મેના રોજ પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ, બિહાર, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઓડિશામાં હીટવેવનું એલર્ટ આપ્યું છે. તો 23 મેના રોજ પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, ગુજરાત, મધ્ય પ્રદેશ, ઉત્તરાખંડ, બિહાર, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઓડિશામાં હીટવેવ એલર્ટ રહેશે. 24 મેના રોજ ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં રાત્રે જોરદાર ગરમી પડવાની સંભાવના છે. દિલ્હી અને પંજાબમાં હીટવેવ ચાલુ રહેશે. આગ ઓકતી ગરમીમાં ડિહાઈડ્રેશન અને બેભાન થઈને પડી જેવા કિસ્સામાં વધારો થાય છે ત્યારે જો તમારે કામ ન હોય તો ગરમીમાં બહાર ન નીકળવું જોઈએ.
હજુ તો મે મહિનામાં આ સ્થિતિ છે... તો વિચાર કરો જૂન મહિનામાં વધુ ગરમીની શક્યતા છે... ત્યારે આગામી સમયમાં લોકોએ લૂ અને હિટવેવની સ્થિતિનો સામનો કરવા તૈયાર રહેવું પડશે....
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે