યુપી, એમપી, જમ્મુ કાશ્મીર, મહારાષ્ટ્રમાં ભારે વરસાદ, જમ્મુ કાશ્મીરના ડોડામાં આભ ફાટ્યું
દેશના અનેક વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ઉત્તર ભારતમાં આવેલા પહાડી રાજ્યોમાં વરસાદે મુશ્કેલી ઉભી કરી છે. શનિવારે હિમાચલના શિમલા જિલ્લામાં વાદળ ફાટવાથી ત્રણ લોકોના મોત થયા છે.
Trending Photos
નવી દિલ્હીઃ ગુજરાત ઉપરાંત ઉત્તર ભારતના રાજ્યોમાં પણ મેઘરાજાની તોફાની બેટિંગને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે....ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદ વચ્ચે પૂરની સ્થિતિ સર્જાઈ છે. દેશભરમાં અત્યારે ચોમાસું જામ્યું છે. ઉત્તર ભારતમાં વરસાદનો નવો ધમાકેદાર રાઉન્ડ શરૂ થયો છે. પાણી ઘણી જગ્યાએ પોતાની હદ વટાવી રહ્યું છે.
ઉત્તરપ્રદેશ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને મહારાષ્ટ્રમાં વરસાદે કરેલી તોફાની બેટિંગથી જળતાંડવ જેવી સ્થિતિ સર્જાઈ છે. નદીઓ જોખમી સ્તરે વહી રહી છે. નીચાણાળા વિસ્તારો જલમગ્ન થઈ ગયા છે. લાખો લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે.
આ દ્રશ્ય યુપીના બિજનૌરના છે. જ્યાં નદીનું જળસ્તર વધતા એક બસ પાણીમાં ફસાઈ હતી. પાણીના ધસમસયતા પ્રવાહમાં બસને બચાવવી મુશ્કેલ હતી. કોઈ પણ સમયે બસ પાણીમાં વહી જાય તેમ હતી. મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા. જો કે સ્થાનિકોએ જીવના જોખમે મુસાફરોને બચાવ્યા હતા. ડ્રાઈવરની એક ભૂલ અનેક મુસાફરો માટે જીવલેણ સાબિત થઈ શકી હોત.
જમ્મુ કાશ્મીરના ડોડામાં પણ ભારે વરસાદથી આભ ફાટ્યું છે. પહાડો પરથી આવતા ધસમસતા પાણી વચ્ચે અનેક લોકો ફસાયા છે. જો આ સ્થિતિ યથાવત રહેશે તો અનેક વિસ્તારો માટે મુશ્કેલી સર્જાય તેવી શક્યતા છે.
મધ્ય પ્રદેશના રતલામમાં મોડી રાતથી શરૂ થયેલા મૂશળધાર વરસાદે જિલ્લાની ભૂગોળ બદલી નાંખી છે. મોટાભાગનાં વિસ્તારો પાણીને હવાલે છે. વિક્રમગઢના પ્રખ્યાત શિવ મંદિરમાં 3 ફૂટથી વધુ પાણી ભરાઈ ગયા, મંદિરની આસપાસના અનેક ગામનો સંપર્ક કપાઈ ગયો, તેમ છતા શ્રદ્ધાળુઓ મંદિરમાં દર્શન માટે આવી રહ્યા છે.
હિમાચલ પ્રદેશમાં વરસાદનું જોર ઘટ્યું છે. જો કે ભૂસ્ખલનની ઘટનાઓ યથાવત્ છે. ભૂસ્ખલનને કારણે મંડીનો પંડોહ નેશનલ હાઈવે બંધ થઈ ગયો. વાહનો ભૂસ્ખલનની ઝપેટમાં આવતા થોડા માટે બચી ગઈ..
ભારે વરસાદ વચ્ચે કેન્દ્ર શાસિત પ્રદેશ સેલવાસમાં પુલ પરથી એક કાર નદીમાં તણાઈ હતી. ડોકમરડી ખાડીમાં તણાયેલી કારમાં 3 લોકો સવાર હોવાની માહિતી મળતાં શોધખોળ માટે કોસ્ટગાર્ડના હેલિકોપ્ટરની મદદ લેવાઈ હતી.
મહારાષ્ટ્રમાં પણ વરસાદે ભારે કરી છે. બુલઢાણાના સંગ્રામપુર તાલુકાની કેદાર નદીમાં પૂર આવતાં ગ્રામ્ય વિસ્તાર પાણીને હવાલે થઈ ગયા. ગામ બેટમાં ફેરવાઈ ગયું, અનેક લોકોના રેસ્ક્યૂ કરવાની નોબત આવી. પાણીના આક્રમણ વચ્ચે સ્વયંભૂ કરફ્યૂ લદાઈ ગયો..
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે