તમિલનાડુ: 60 ના દશકનું ભુત ફરી ધુણ્યું, હિંદી નામો પર કાળા કુચડા ફેરવાયા

તમિલનાડુના તિરુચિરાપલ્લીમાં બીએસએનએલ હવે એરપોર્ટ સહિત કેન્દ્ર સરકારનાં કાર્યાલયોમાં લાગેલી નામની પટ્ટિકાઓ પર લખેલા હિંદી નામો પર કાળા કુચડા માર્યા હતા. પોલીસે જણાવ્યું કે, આ કેસ શનિવારે સવારે પ્રકાશમાં આવ્યો. તેમણે જણાવ્યું કે, આ બોર્ડો પર અંગ્રેજીનાં શબ્દોને વિરુપિત નથી કરવામાં આવ્યા. 
તમિલનાડુ: 60 ના દશકનું ભુત ફરી ધુણ્યું, હિંદી નામો પર કાળા કુચડા ફેરવાયા

તિરુચિરાપલ્લી : તમિલનાડુના તિરુચિરાપલ્લીમાં બીએસએનએલ હવે એરપોર્ટ સહિત કેન્દ્ર સરકારનાં કાર્યાલયોમાં લાગેલી નામની પટ્ટિકાઓ પર લખેલા હિંદી નામો પર કાળા કુચડા માર્યા હતા. પોલીસે જણાવ્યું કે, આ કેસ શનિવારે સવારે પ્રકાશમાં આવ્યો. તેમણે જણાવ્યું કે, આ બોર્ડો પર અંગ્રેજીનાં શબ્દોને વિરુપિત નથી કરવામાં આવ્યા. 

— ANI (@ANI) June 8, 2019

માલદીવની 'મજલિસ' થી PM મોદીએ વિશ્વને આપ્યા 10 મોટા સંદેશ
આ ઘટના હવે કેન્દ્ર દ્વારા પ્રસ્તાવિત ત્રણ ભાષાની ફોર્મ્યુલા મુદ્દે પેદા થયેલ વિવાદની પૃષ્ટભુમિમાં થઇ છે. રાજ્યનાં વિપક્ષી દળોએ કેન્દ્રનાં આ પગલાને રાજ્ય પર હિંદી થોપવાનો પ્રયાસ ગણાવ્યો હતો. મુખ્ય વિપક્ષી દળ દ્રમુક અને અન્યએ આ પગલાનો પુરજોર વિરોધ કરતા ભાર આપતા કહ્યું હતું કે, માત્ર બે ભાષાઓની ફોર્મ્યુલા જ ચાલુ રાખવી જોઇએ. 

બંગાળમાં 17 પાર્ષદોએ પાટલી બદલી, ભાજપે તૃણમુલની વધારે 1 સીટ છીનવી લીધી
પોલીસે જણાવ્યું કે, આ અંગે પોલીસ કેસ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે ચેતવણી ઉચ્ચારી છે કે નામ પટ્ટિકાઓને વિરુપિત કરનારા વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. તમિલનાડુમાં 60નાં દશકમાં હિંદી વિરોધમાં એક આંદોલન ચલાવવામાં આવ્યું હતું. ત્યારે પણ આ જ પ્રકારની સ્થિતી સર્જાઇ હતી. જે હાલમાં સર્જાઇ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news