ભારત પોતાના જાંબાઝ જવાનોની શહાદતનો બદલો આ રીતે લઈ શકે છે, જાણો PAKની તબાહીના 3 પ્લાન

પાકિસ્તાનને શું લાગે છે? તે પોતાના આતંકીઓ મોકલીને ભારતના શૂરવીરો પર હુમલા કરતું રહેશે અને કોરોનાકાળમાં હિન્દુસ્તાન હાથ પર હાથ ધરીને બેસી રહેશે? એવું જરાય નથી. કારણ કે એક એક જાંબાઝના જીવના નુકસાનની ભરપાઈ પાકિસ્તાને ભારે કિંમત ચૂકવીને કરવી પડશે. હિન્દુસ્તાન આ વખતે પાકિસ્તાન પર ત્રિપલ એટેક કરવાનું છે. 

ભારત પોતાના જાંબાઝ જવાનોની શહાદતનો બદલો આ રીતે લઈ શકે છે, જાણો PAKની તબાહીના 3 પ્લાન

નવી દિલ્હી: પાકિસ્તાનને શું લાગે છે? તે પોતાના આતંકીઓ મોકલીને ભારતના શૂરવીરો પર હુમલા કરતું રહેશે અને કોરોનાકાળમાં હિન્દુસ્તાન હાથ પર હાથ ધરીને બેસી રહેશે? એવું જરાય નથી. કારણ કે એક એક જાંબાઝના જીવના નુકસાનની ભરપાઈ પાકિસ્તાને ભારે કિંમત ચૂકવીને કરવી પડશે. હિન્દુસ્તાન આ વખતે પાકિસ્તાન પર ત્રિપલ એટેક કરવાનું છે. 

પાકિસ્તાનની તબાહીના પ્રમુખ 3 પ્લાન આ હોઈ શકે...
દર વરખતે હિન્દુસ્તાન વિરુદ્ધ ટેરર એટેક કરવાનું કાવતરું રચનારું પાકિસ્તાન અઆને તેના આતંકીઓ કદાચ એ ભૂલી જાય છે કે આ નવું ભારત છે. જે ઘરમાં ઘૂસીને મારે છે. બે બે વાર પાકિસ્તાનની નાપાક હરકતનો અંજામ સર્જિકલ સ્ટ્રાઈક અને એર સ્ટ્રાઈકથી ભોગવવો પડ્યો હતો. હિન્દુસ્તાને બતાવી દીધુ હતું કે અમે ઘરમાં ઘૂસીને મારીશું પરંતુ આમ છતાં એકવાર ફરીથી હંદવાડામાં 5 ભારતીય જવાનોની શહાદતમાં પાકિસ્તાનનું પ્લાનિંગ સામે આવ્યું છે. આ ઉપરાંત હંદવાડામાં અન્ય એક આતંકી હુમલામાં 3 સીઆરપીફ જવાનોએ પણ શહાદત વ્હોરી. પરંતુ હવે પાકિસ્તાનની આ કરતૂત બાદ પાકિસ્તાન સાથે શું શું થઈ શકે છે તે પાકિસ્તાન અને તેના આતંકીઓ બરાબર સમજી લે...

પ્લાન નંબર 1: પાકિસ્તાન પર ત્રિપલ એટેક
પ્લાન નંબર 2: હાફિઝ સઈદનો સર્વનાશ
પ્લાન નંબર 3: PoK પર કબ્જો

એ વાત બિલકુલ સાચી છે કે આ વખતે થયેલી ભૂલની સજા પાકિસ્તાનનો નક્શો બદલી શકે છે. મોસ્ટ વોન્ટેડ આતંકી હાફિઝ સઈદને જહ્નુમ મોકલવાનો સમય પણ આવી શકે છે અને પાકિસ્તાને હિન્દુસ્તાન તરફથી ટ્રિપલ એટેક એટલે કે ત્રણેય સેનાઓનો માર ઝેલવો પડી શકે છે. તમને જણાવીએ કે ભારતના આ ત્રણેય પ્લાનમાં કેટલો દમ છે. 

પ્લાન નંબર 1: CDS અને ત્રણેય સેનાઓની રણનીતિથી પાકિસ્તાન તબાહ થઈ શકે છે
નેવી, આર્મી અને એરફોર્સના પ્રમુખોએ હાલમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત સાથે પ્રેસ કોન્ફરન્સ કરીને પાકિસ્તાનને ચીમકી આપી હતી કે કોરોના કાળમાં ભારતને નબળું સમજવાની ભૂલ ન કરે. કારણ કે ભારતીય જાંબાઝોની આ સેના દરેક હરકતનો જડબાતોડ જવાબ આપશે. કદાચ પાકિસ્તાન અને તેના નાપાક આતંકીઓને આ વાત ગળે નહતી ઉતરી અને હંદવાડામાં આવી કરતૂતને અંજામ આપ્યો. 

તમને યાદ અપાવીએ કે જ્યારે જ્યારે ભારતના વીર સપૂતોને આતંકી ષડયંત્રનો શિકાર બનાવવાનું કાવતરું રચાયું તેનો અંજામ આતંકીસ્તાન માટે તબાહી અને બર્બાતી સિવાય કઈ નથી રહ્યું. આ જ કારણ છે કે આ વખતે પાકિસ્તાન પર ટ્રિપલ એટેક થઈ શકે છે. થલસેના, અને વાયુસેનાનું ટ્રેલર તો આતંકીસ્તાન જોઈ ચૂક્યું છે. હવે કોઈ પણ એક મોરચે નહીં પરંતુ ત્રણેય સેનાઓનો એટેક પાકિસ્તાન અને તેના આતંકીઓ પર કેર બનીને તૂટી શકે છે. 

2 રાઈટ હેન્ડ હૈદરભાઈ માર્યો ગયો, હવે હાફિઝ સઈદનો વારો!
હંદવાડા અથડામણ સંગલ્ન અનેક મોટી જાણકારી સામે આવી છે. સૌથી મોટી વાત એ જણાવવામાં આવી રહી છે કે લશ્કર ચીફ હાફિઝ સઈદે પાકિસ્તાનના લાહોરમાં પોતાના ઘરમાં બેસીને હંદવાડા હુમલાનો ખુની પ્લાન બનાવ્યો હતો. હંદવાડા એન્કાઉન્ટરમાં હાફિઝ સઈદનો રાઈટ હેન્ડ માર્યો ગયો છે. હવે નંબર હાફિઝ સઈદનો હોઈ શકે છે. 

હંદવાડા એન્કાઉન્ટરમાં સેનાને મોટી સફળતા
હંદવાડા એન્કાઉન્ટર દરમિયાન દેશના સેનાના 5 અને સીઆરપીએફના 3 જવાનોની શહાદતથી 130 કરોડ હિન્દુસ્તાનીઓની આંખો ભીની થઈ ગઈ છે. પરંતુ શૂરવીરોએ સર્વોચ્ચ બલિદાન આપીને આતંકવાદી સંગઠન લશ્કર એ તૈયબાના ટોપ કમાન્ડરનો ખાતમો કર્યો. જો કે હજુ પણ બદલો પૂરો થયો નથી. 

કહેવાય છે કે હંદવાડામાં 6 આતંકીઓ છૂપાયેલા હોવાની જાણકારી મળી હતી. જેમાંથી 2ને તો પહેલા જ ઠાર કરાયા. જેમાં હૈદર પણ સામેલ છે. આતંકી હૈદર નોર્થ કાશ્મીરમાં લશ્કરનો ટોપ કમાન્ડર હતો. એલઓસી પાસે આતંકીઓને ઘૂસણખોરીમાં મદદ કરતો હતો. 

આતંકી હૈદર અંગે ઝી મીડિયાને સૂત્રો પાસેથી પ્રાથમિક જાણકારી મળી છે કે હૈદર કાશ્મીરમાં લશ્કર ચીફ આતંકી હાફિઝ સઈદનો રાઈટ હેન્ડ હતો. હાફિઝના ઈશારે જ તે જમ્મુ અને કાશ્મીરમાં મોટા આતંકી હુમલાને અંજામ આપતો હતો. એટલે કે હંદવાડામાં હાફિઝના રાઈટ હેન્ડનું કામ સેનાએ તમામ કરી દીધુ છે અને લશ્કર આતંકી હૈદર માર્યો જતા કાશ્મીરમાં લશ્કરની કમર તૂટી છે. 

જેલમાંથી છૂટીને હાફિઝ સઈદે રચ્યું ષડયંત્ર
પાકિસ્તાને હાલમાં જ આતંકવાદી સંગઠન લશ્કર એ તૈયબાના મોસ્ટ વોન્ટેડ આતંકી અને હિન્દુસ્તાનના દુશ્મન નંબર વન હાફિઝ સઈદને જેલમાંથી છોડી મૂક્યો. ન્યૂઝ એજન્સી એએનઆઈના હવાલે આ મોટા સમાચાર આવ્યાં હતાં કે પાકિસ્તાને કોરોનાની આડમાં પાકિસ્તાનની જેલમાં બંધ અનેક આતંકીઓને છોડી મૂક્યાં. જેમાં લશ્કર ચીફ આતંકી હાફિઝ સઈદ પણ સામેલ છે. હાફિઝ સઈદ લાહોરમાં પોતાના ઘરમાં બેસીને ભારત વિરુદ્ધ ષડયંત્ર રચી રહ્યો હતો. 

પાકિસ્તાનની જેલમાંથી આતંકી હાફિઝના છૂટવાના ગણતરીના દિવસો વિત્યા ત્યાં હંદવાડામાં લશ્કરના ટોપ કમાન્ડરે મોટા હુમલાને અંજામ આપ્યો. જે વાત સામે આવી રહી છે તે એ છે કે આ ખૂની પ્લાનને આતંકી હાફિઝ સઈદે જ બનાવ્યો હતો. 

હાફિઝનો સંહાર કરીને જ લઈ શકાય છે શહાદતનો બદલો
હંદવાડા આતંકી પ્લાનના ખુલાસા બાદ હવે સમગ્ર હિન્દુસ્તાન આતંકી હાફિઝ સઈદને ખુલ્લી ચેતવણી આપી રહ્યો છે કે હવે તે પોતાના દિવસ ગણવાના શરૂ કરી દે. કારણ કે એ નક્કી છે કે આ 8 જવાનોની શહાદત પર હિન્દુસ્તાનની શૂરવીર સેના ચૂપ નહીં બેસે. જો હાફિઝના અંત માટે લાહોરમાં પણ ઘૂસવું પડે તો સેના તેનાથી પાછળ નહીં હટે. હૈદર બાદ હાફિઝનો પણ નંબર આવશે. બસ લીલી ઝંડીની રાહ જોવાઈ રહી છે. એટલે કે પ્લાન નંબર 2 હેઠળ આતંકીઓના આકા હાફિઝ સઈદનો વિનાશ થઈ શકે છે. 

3. પાકિસ્તાનનો નક્શનો બદલાઈ જશે, હવે PoKનો વારો
હિન્દુસ્તાનની સેનાએ પાકિસ્તાન વિરુદ્ધ સર્જિકલ સ્ટ્રાઈક કરી, વાયુસેનાએ એરસ્ટ્રાઈક કરી આમ છતાં પાકિસ્તાનના આતંકી ષડયંત્રો બંધ થયા નહીં. એટલે કે એ સ્પષ્ટ થઈ ગયું છે કે પાકિસ્તાનને હવે પીઓકેવાળુ ઈન્જેક્શન લગાવવાનો સમય આવી ગયો છે. તેની શરૂઆત પણ ભારતે કરી દીધી છે. ગિલગિટ-બાલ્ટિસ્ટાન પર ભારતે આતંકના સેફ હેવન બની બેઠેલા પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. હિન્દુસ્તાને રોકડું પરખાવ્યું છે કે પાકિસ્તાન તરત ગેરકાયદેસર કબ્જો છોડે.

PoK માટે જીવ આપી દઈશું
પાકિસ્તાને ભારતને આજે ફરીથી એકવાર ચેતવણી આપી છે પરંતુ આ કઈ પહેલીવાર નથી. તમને જણાવીએ કે ગત વર્ષ 2019ના ઓગસ્ટ મહિનાની 5મી તારીખે જમ્મુ અને કાશ્મીરમાં આર્ટિકલ 370 હટાવ્યાં બાદ પહેલીવાર દેશના ગૃહ મંત્રી અમિત શાહે સંસદમાં ઊભા  થઈને કહ્યું હતું કે પીઓકે અમારું છે અને પીઓકે માટે અમે જીવ પણ આપી દઈશું. 

પાકિસ્તાન સાથે ફક્ત પીઓકે પર વાત
થોડા દિવસ પહેલા રક્ષામંત્રી રાજનાથ સિંહે પણ આ જ સંકલ્પ દેશ સમક્ષ દોહરાવ્યો હતો. તેમણે પણ કહ્યું હતું કે પીઓકે અમારું છે અને પાકિસ્તાન સાથે હવે જો વાત થશે તો ફક્ત પીઓકે પર થશે. 

હંદવાડા એન્કાઉન્ટર પાકિસ્તાનની છેલ્લી ભૂલ સાબિત થઈ શકે છે. જો તમને એમ લાગે કે કેવી રીતે તો આ રીતે સમજો. હિન્દુસ્તાનની સેના અવીસ્મરણીય પરાક્રમ બતાવી શકે છે. ત્યારે તમારે હિન્દુસ્તાનના પીઓકે સંકલ્પને ધ્યાનમાં રાખવો જોઈએ. આ એટલા માટે પણ જરૂરી છે કારણ કે સેના પહેલા જ સ્પષ્ટ કરી ચૂકી છે કે તેઓ પીઓકેમાં એક્શન માટે તૈયાર છે. બસ સરકારની મંજૂરીની રાહ જોવાય છે. 

અત્રે યાદ અપાવવાનું કે જ્યારે થોડા મહિના પહેલા દેશના ચીફ ઓફ ડિફેસન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતે બોર્ડર પર કઈંક મોટું થવાના સંકેત આપ્યા હતાં ત્યારે તેમણે પીઓકે ઉપર પણ કહ્યું હતું કે પ્લાન જણાવવામાં આવતો નથી તેને અંજામ આપવામાં આવે છે. તો શું ખરેખર પ્લાનને અંજામ આપવાનો સમય આવી ગયો છે. 

સેના તૈયાર બસ લીલી ઝંડીની જોવાઈ રહી છે રાહ
તમારે એ જાણવું પણ જરૂરી છે કે આખરે પીઓકે માથી પાકિસ્તાનનો કબ્જો હટાવવો કેમ જરૂરી છે? પીઓકેમાં આતંકી સંગઠનોના ટેરર કેમ્પ છે. પીઓકેમાં ભારતમાં ઘૂસણખોરી માટે આતંકીઓના લોન્ચ પેડ છે અને પીઓકેમાં હજુ પણ 350 આતંકીઓ ભારતમા ઘૂસણખોરી માટે તૈયાર બેઠા છે. 

જુઓ LIVE TV

આ શું યોગ્ય તક નથી?
સૌથી મોટ સવાલ એ છે કે શું પાકિસ્તાનને પીઓકેમાં ઘૂસીને પાઠ ભણાવવા માટે આ યોગ્ય સમય છે? શું પીઓકેમાં સ્ટ્રાઈક કરીને અહીંથી પાકિસ્તાનનું અસ્તિત્વ મીટાવવાનો આ સૌથી સારો સમય છે? શું પીઓકે ફરીથી ભારતમાં સામેલ કરવાથી જ પાકિસ્તાનને પોતાની ઓકાત સમજમાં આવશે?

હાલ ભારત કોરોના જેવા અદ્રશ્ય દુશ્મન વિરુદ્ધ પણ સૌથી મોટી જંગ લડી રહ્યું છે અને તેમા સેના પણ સામેલ છે. બની શકે કે ઓપરેશન પીઓકેમાં થોડો સમય લાગે પરંતુ એ સાચુ છે કે પીઓકે ભારતનો સંકલ્પ છે, સોગંદ છે અને હિન્દુસ્તાન પીઓકે વગર અધૂરું છે. દેશના રક્ષામંત્રી અને ગૃહમંત્રીએ પણ સંકેત આપ્યા હતાં, બસ હવે રાહ જોવાઈ રહી છે કે પાકિસ્તાનના પગ તળેથી જમીન ખેંચીને આતંકીઓને જહન્નુમ પહોંચાડવાની. આ ત્રીજા પ્લાનથી પાકિસ્તાનથી સૌથી મોટો બદલો લેવાઈ શકે છે.

પાકિસ્તાન કદાચ એ વાત ભૂલી રહ્યું છે કે ભારત હવે એ દેશ નથી જે ચૂપચાપ આતંકી કાવતરા સહન કરે. ભારતની સેનાઓની ગણતરી એવા દેશોમા થાય છે જે ઘરમા ઘૂસીને દુશ્મનનો ખાતમો કરે છે. દુશ્મનની કબરો તેમના ઘરમા ઘૂસીને ખોદે છે. પછી ભલે તે 2016માં ઉરીનો બદલો સર્જિકલ સ્ટ્રાઈકથી લેવાયો હોય કે પછી પુલવામાનો બદલો બાલાકોટમાં એરસ્ટ્રાઈકથી લેવાયો હોય. દર વખતે હિસાબ બરાબર થયો છે. આ વખતે પણ ત્રણેય પ્લાનમાંથી કોઈ રસ્તો અપનાવવામાં આવી શકે છે, આતંકીઓ પર એક્શન લેવામાં આવી શકે છે અને એવી કાર્યવાહી થશે કે દુશ્મન કાંપી ઉઠશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news