હાડ થીજવતી ઠંડીમાં કેવી રીતે દેશની રક્ષા કરે છે જાંબાઝ જવાનો? વાંચો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ

ઠંડી અને ધુમ્મસમાં વધારો થતાં સૈનિકોએ સરહદો પર વધુ કડક પેટ્રોલિંગ કરવું પડશે. આવી સ્થિતિમાં, શું તમે વિચાર્યું છે કે ફોર્સ આ માટે કઈ તકનીકોનો ઉપયોગ કરે છે?

હાડ થીજવતી ઠંડીમાં કેવી રીતે દેશની રક્ષા કરે છે જાંબાઝ જવાનો? વાંચો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ

શ્રીનગરઃ હાલ હાડ થીજવતી ઠંડીથી પહાડી રાજ્યોના લોકો ઠુંઠવાય રહ્યા છે. આ ઠંડીની આડમાં જ દેશના દુશ્મન એવા આતંકીઓ ઘુષણખોરી માટે તૈયાર બેઠા હોય છે. ત્યારે માઈનસ ડિગ્રીમાં પહોચેલા તાપમાનની વચ્ચે પણ દેશના જવાનો દેશની સુરક્ષા માટે ખડેપગે છે. કેવી રીતે હિંદના 'હિમવીર' મોતને માત આપીને આપણી કરી રહ્યા છે સુરક્ષા, જોઈએ આ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટમાં...  

LOCના ઝીરો પોઈન્ટ પર દેશના જવાનોની એક એક ક્ષણ કોઈ પરીક્ષા સમાન હોય છે. સરહદ પર એક એક પગલું મોટો પડકાર હોય છે. પરંતુ દેશના આ જાંબાઝ જવાનો નથી થાકતા કે નથી અટકતા... 24 કલાક દેશની સુરક્ષા માટે જ ખડેપગે હોય છે. 

કડકડતી ઠંડીમાં જ્યાં એક તરફ આપણે આપણા ઘરોમાં પુરાઈ જઈએ છીએ.... પ્રવાસીઓ શિમલા, મનાલી અને કાશ્મીરમાં થતી બરફ વર્ષાની મજા માણતા હોય છે, ત્યાં બીજી તરફ 10 હજાર ફૂટની ઊંચાઈ પર ભારત માતાના આ વીર સપુત મોતને પકડાક ફેંકીને દેશની સુરક્ષા માટે પગ જમાવીને ઊભા રહે છે. 

ભારતીય ગુપ્ત એજન્સીને માહિતી મળી છે કે LOCના લોન્ચિંગ પેડ પર 150થી વધુ દુશ્મન દેશના આતંકીઓ બરફ વર્ષાની આડમાં દેશની ઘુષણખોરી કરવા માટે તૈયાર બેઠા છે. પરંતુ દરેક પળે સજાગ થઈને બેઠેલા આપણા જાંબાઝ જવાનો આતંકીઓની દરેક ઘુષણખોરીને નિષ્ફળ બનાવી રહ્યા છે. 

હૃદયના ધબકારા અટકાવી દે તેવા બરફના પહાડો પર આપણા જવાનો હાથમાં બંધુક અને સર્ચ ઓપરેશન કરવાના અત્યાધુનિક સાધનો સાથે સચેત છે. ઘુષણખોરી અટકાવવાની સાથે સાથે બરફની નીચે પણ સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. 

ઘુંટણ સુધીના બરફ વચ્ચે સીમાની સુરક્ષા કરતા આપણા જવાનો આતંકીઓને પકડવા માટે ડ્રોનનો પણ ઉપયોગ કરી રહ્યા છે. હાલમાં જ LOC પર થયેલી તાજી બરફ વર્ષાના કારણે સેનાના જવાનોએ કોઈપણ પ્રકારની ઘુષણખોરીને અટકાવવા માટે કમર કસી લીધી છે. ભારતીય સેનાની વિશેષ ટીમ રાજૌરી અને પુંછ સેક્ટરના LOC વિસ્તારમાં સતત સર્ચ ઓપરેશન કરી રહી છે. 

બરફથી ઢંકાઈ ગયેલા પર્વતોની વચ્ચે સેનાના જવાનોએ પોતાના બંકર બનાવી લીધા છે. જ્યાંથી આતંકીઓની કોઈપણ પ્રકારની મુવમેન્ટ પર નજર રાખવામાં આવી રહી છે. જ્યારે પણ દેશની સરહદ પર બરફ વર્ષા થાય ત્યારે દર વર્ષે આતંકીઓ ઘુષણખોરી કરવાની ફિરાકમાં હોય છે. ત્યારે આ વખતે દુશ્મન દેશના આતંકીઓના નાપાક પ્રયાસને નિષ્ફળ બનાવવા માટે દેશના જવાનોએ પહેલાથી જ તૈયારી કરી લીધી છે. માત્ર LOC જ નહીં, ભારત-ચીન સરહદ ઉપર પણ દેશના હિમવીરો હાડ થીજવતી ઠંડીમાં ખડેપગે ઉભા છે. માઈનસ ડિગ્રી તાપમાનમાં પણ આપણા દેશના જવાનો ઈન્ડો-તિબ્બત બોર્ડર પર આતંકીઓના દરેક ષડયંત્રને જડબાતોડ જવાબ આપી રહ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news