રામલલા માટે પ્રસાદ અને ભેટનો ભંડાર, હૈદરાબાદથી આવ્યો 1265 કિલોનો લાડુ

સમગ્ર વિશ્વમાં વસતા હિન્દુ સમાજ માટે 22 જાન્યુઆરીનો દિવસ ઐતિહાસિક બનવાનો છે. અયોધ્યામાં બની રહેલા ભગવામ શ્રીરામના મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજાવાનો છે. આ પહેલા દેશભરમાંથી ભગવાન રામ માટે ભેટો મોકલવામાં આવી રહી છે.
 

રામલલા માટે પ્રસાદ અને ભેટનો ભંડાર, હૈદરાબાદથી આવ્યો 1265 કિલોનો લાડુ

અયોધ્યાઃ શનિવારે સાંજે આઠ વાગ્યે અયોધ્યાની સરહદો સીલ કરી દેવાઈ છે. જો કે તે પહેલાં જ રામનગરીમાં પહોંચી ગયેલા લોકો પોતાને નસીબદાર માની રહ્યા છે. એમાં પણ ભવ્ય અને અનોખી ભેટ લઈને આવેલા શ્રદ્ધાળુઓની ખુશીનો પાર નથી. કેવી છે રામલલા માટેની અનોખી ભેટ, જોઈએ આ અહેવાલમાં.. 

અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાના અવસર પર 10 હજાર જેટલા મહેમાનો અને હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાજર રહેવાના છે, ત્યારે આ ભવ્ય પ્રસંગ માટે પ્રસાદની પણ મોટા પાયા પર તૈયારીઓ કરવામાં આવી છે..

અયોધ્યામાં જ જ્યાં જુદા જુદા ન્યાય તરફથી લાખો લાડુનો પ્રસાદ તૈયાર કરવામાં આવ્યો છે, અન્ય રાજ્યોમાંથી પણ પ્રસાદ આવી રહ્યો છે...રામલલાને ભોગ ધરાવ્યા બાદ પ્રસાદ વહેંચવામાં આવશે.  

અયોધ્યા આવતા શ્રદ્ધાળુઓ હજુ પણ અનોખા પ્રસાદ લઈને આવી રહ્યા છે. દ્રશ્યોમાં તમે વાહનમાં જે ગોળાકાર વસ્તુને જોઈ રહ્યા છો, તે લાડુ છે, હૈદરાબાદના કેટરિંગના એક વેપારી રામ મંદિર નિર્માણનો સંકલ્પ પૂરો કરવા આ મહાકાય લાડુ રામલલાને અર્પણ કરશે. આ લાડુનું વજન સવા ટનથી વધુ એટલે કે 1265 કિલોગ્રામ છે.

ત્રણ દિવસની યાત્રાના અંતે પિક અપ ટ્રકમાં લાડુને અયોધ્યા લાવવામાં આવ્યો છે. લાડુને તૈયાર કરવા 10 લોકોને ત્રણ દિવસનો સમય લાગ્યો છે. એક દિવસ તો લાડુને આકાર આપવામાં જ લાગ્યો હતો. લાડુ એક મહિના સુધી ટકી શકે તે માટે જરૂરી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. લાડુ માટે કેટરરે ફૂડ સર્ટીફિકેટ પણ મેળવ્યું છે. પરિવહન દરમિયાન લાડુને નુકસાન ન થાય તે માટે પિકઅપ ટ્રકમાં ખાસ પ્રકારના સસ્પેન્શન લગાવવામાં આવ્યા છે. લાડુની આસપાસ કાચનું બોક્સ તૈયાર કરવામાં આવ્યું છે, જે એર કન્ડિશન્ડ છે. 

રામ લલા માટે વધુ એક મહાકાય ભેટ અલીગઢથી આવી છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે તે મહાકાય તાળાનું વજન 400 કિલોગ્રામ છે. અલીગઢની ઓળખ તાળા બનાવતા શહેરની છે, દેશના 80 ટકા તાળા અલીગઢમાં જ બને છે, ત્યારે રામભક્તોએ આ મહાકાય તાળું અલીગઢની ઓળખને જાળવી રાખવા માટે તૈયાર કરાવ્યું છે. આ પ્રતિકાત્મક તાળું રામ મંદિર ટ્રસ્ટને ભેટમાં આપવામાં આવશે, તેનો તાળા તરીકે ઉપયોગ નહીં થાય...

તાળું સામાન્ય રીતે કોઈ જગ્યાની સુરક્ષા માટે લગાવવામાં આવે છે, જો કે રામ મંદિરની સુરક્ષા માટે કોઈ તાળાની જરૂર નથી. મહાકાય તાળું ભેટમાં આપનાર શ્રદ્ધાળુઓએ તાળાના માધ્યમથી કેટલાક લોકોને સંકેત પણ આપ્યા છે.

રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે જ્યાં દેશભરમાં દીવા પ્રજવલિત કરવામાં આવશે, ત્યાં ઓડિશાના ભદ્રક જિલ્લાના એક દિવા પર સમગ્ર દેશની નજર હશે. તેનું કારણ છે દીવડાનું મહાકાય કદ. ભદ્રક જિલ્લાના બાસુદેવપુરમાં માટીમાંથી મહાકાય દીવો તૈયાર કરવામાં આવ્યો છે. આ દીવાની ક્ષમતા 12 હજાર લીટરની છે. સ્થાનિકો દીવાને પ્રજવલિત કરવા તેલનો ફાળો આપી રહ્યા છે. 

વડોદરાથી પણ અયોધ્યામાં એક મહાકાય દીવો ભેટ સ્વરૂપે મોકલવામાં આવ્યો છે. સ્ટીલના આ દીવાનું વજન 1100 કિલો, ઉંચાઈ સવા નવ ફૂટ અને પહોળાઈ 8 ફૂટ છે...દીવામાં 850 કિલો ઘી કે તેલનો સમાવેશ થઈ શકે છે...

જો કે ઓડિશાના ભદ્રકમાં તૈયાર કરવામાં આવેલો દીવો દેશનો સૌથી મોટો દીવો છે. જેને પ્રજવલિત થતાં જોવો એક લ્હાવો હશે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news