217 કરોડ રૂપિયા ફી લેનાર વકીલના ત્યાં આઇટીના દરોડા, 38 ઠેકાણે રેડ
ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ (Income Tax Department)એ પોતાના ક્લાઇન્ટ પાસેથી 217 કરોડ રૂપિયા કેસ ફી લેનાર ચંદીગઢના એક મોટા વકીલ (Chandigarh Lawyer) ના ઘણા ઠેકાણાઓ પર રેડ પાડી.
Trending Photos
નવી દિલ્હી: ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ (Income Tax Department)એ પોતાના ક્લાઇન્ટ પાસેથી 217 કરોડ રૂપિયા કેસ ફી લેનાર ચંદીગઢના એક મોટા વકીલ (Chandigarh Lawyer) ના ઘણા ઠેકાણાઓ પર રેડ પાડી. ઇનકમ ટેક્સ વિભાગની આ રેડ દિલ્હી, એનસીઆઇ અને હરિયાણાના 38 ઠેકાણાઓ પર પાડવાની છે.
અધિકારીઓ અનુસાર, ટેક્સ ચોરી કેસમાં બુધવારે આ મોટી કાર્યવાહી કરવામાં આવી જેમાં ઇનકમ ટેક્સ વિભાગની ટીમે 5.5 કરોડ રૂપિયા કેશ જપ્ત કરી છે.
સીબીડીટી (CBDT)ના અનુસાર રેડમાં ઇનકમ ટેક્સને લઇને મોટો ખુલાસો થયો અને ખબર પડી કે એક ક્લાઇન્ટ પાસેથી વકીલે 217 કરોડ રૂપિયા કેશ રકમ લીધી.
ઇનકમ ટેક્સ વિભાગે આ વકીલના દસ બેંક લોકરોને સીલ કરવામાં આવ્યા છે. જોકે વિભાગે વકીલના નામનો ખુલાસો કર્યો નથી. વિભાગના અનુસાર એક કેસમાં વકીલે 117 કરોડ રૂપિયા કેશમાં ફી લીધી. પરંતુ કાગળો પર 21 કરોડ ફી દર્શાવી હતી.
એક અન્ય કેસમાં પણ વકીલે 100 કરોડ ફી. આ કેસમાં ક્લાઇન્ત એક ઇંફ્રા અને એન્જીનિયરિંગ કંપની હતી. એક સરકારી કંપની સાથે કેસમાં ડીલ માટે ફી લેવામાં આવી હતી. વકીલે આ રકમનો ઉપયોગ રહેણાંક અને કોમર્શિયલ સંપત્તિઓ ઘરીદવામાં કર્યો અને તેના માટે કેશ પેમેન્ટ કર્યું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે