ભારતે પાકિસ્તાનને આપ્યો કડક જવાબ, સમજોતા લિંક એક્સપ્રેસનું સંચાલન રદ્દ
ભારતે દિલ્હીથી અટારી વચ્ચે ચાલનારી સમજોતા લિંક એક્સપ્રેસ રદ્દ કરી દીધી છે
Trending Photos
નવી દિલ્હી : ભારતે દિલ્હીથી અટારી વચ્ચે ચાલતી સમજોતા લિંક એક્સપ્રેસ રદ્દ કરી દીધી છે. સંવિધાનના અનુચ્છેદ 370 હેઠળ જમ્મુ કાશ્મીરને પ્રદત્ત વિશેષ દરજ્જો સમાપ્ત કરવાનાં ભારતનાં નિર્ણય બાદ પાકિસ્તાને સમજોતા એક્સપ્રેસ ટ્રેનને સ્થાયી રીતે સસ્પેંડ કરી દીધી છે. ઇસ્લામાબાદમાં ગુરૂવારે એક પત્રકાર પરિષદમાં રેલમંત્રી શેખર રશિદ અહેમદે કહ્યું હતું કે, જે યાત્રીઓએ પહેલા જ ટિકિટ ખરીદી લીધી છે, તેના પૈસા પરત આપવામાં આવશે. સમજોતા એક્સપ્રેસ સપ્તાહમાં બે વખત વાઘા રેલવે સ્ટેશનનાં રસ્તે લાહોરથી અટારી વચ્ચે ચાલતી હતી.
CBSEએ પરીક્ષા ફીમાં કર્યો વધારો, વિદ્યાર્થીઓએ 50ના બદલે 1200 ચુકવવા પડશે
VIDEO: અફવા ફેલવાનારા લોકોને પોલીસ અધિકારીનો મુંહતોડ જવાબ, આપ્યો પુરાવો
આ ઉપરાંત અહેમદે શુક્રવારે જાહેરાત કરી હતી કે, પાકિસ્તાન તથા ભારતને જોડનારી અંતિમ બાકી ટ્રેન લિંક થાર એક્સપ્રેસને બંધ કરી દેવામાં આવી રહી છે. થાર એક્સપ્રેસ જોધપુર અને મુનાબાઓ વચ્ચે અઠવાડીયે એકવાર ચાલતી હતી. ઉલ્લેખનીય છે કે, 1965ની ભારત-પાકિસ્તાન યુદ્ધ બાદ આ બંન્ને જ ટ્રેન સેવાઓને અટકાવી દીધી હતી, જે 2006માં ફરી એકવાર ચાલુ કરવામાં આવી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે