છેલ્લા 24 કલાકમાં 7178 નવા કેસ નોંધાયા, એક્ટીવ કેસમાં પણ ઘટાડો, 16 દર્દીઓના મોત
Coronavirus Update: કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા સોમવારે જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, રવિવારે ભારતમાં છેલ્લા 24 કલાકમાં 7,178 નવા કોરોના કેસ નોંધાયા છે, જ્યારે સક્રિય કેસોની સંખ્યામાં 69 દિવસ પછી ઘટાડો થયો છે.
Trending Photos
Coronavirus Update: આજે દેશમાં કોરોનાથી થોડી રાહત મળી છે. કેટલાક સમયથી રોજના 10,000 થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે, પરંતુ આજે 24 કલાકમાં કોવિડના 7,000 નવા કેસ નોંધાયા છે. સોમવારે જાહેર કરાયેલા સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોવિડના 7178 નવા કેસ સામે આવ્યા છે અને હવે એક્ટિવ કેસની સન્ખ્યા 65 હજારને પાર થઈ છે.
સોમવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના ડેટા અનુસાર છેલ્લા 24 કલાકમાં 7,178 નવા કોરોનાવાયરસ કેસ નોંધાયા છે, જ્યારે 69 દિવસ પછી સક્રિય કેસોની સંખ્યામાં ઘટાડો થયો છે. આંકડામાં કહેવામાં આવ્યું છે કે આ સમયગાળા દરમિયાન દેશમાં કુલ 16 કોરોના દર્દીઓના મોત થયા છે. આ 16 મૃત્યુ સાથે, દેશમાં કોવિડથી મૃત્યુઆંક વધીને 5,31,345 થઈ ગયો છે.
આ પણ વાંચો:
શું હવે પાકિસ્તાન જણાવશે કે અસલ શિવસેના કોની છે? શિંદેએ ઠાકરે પર સાંધ્યુ નિશાન
કુનો નેશનલ પાર્કમાં વધુ એક ચિત્તાનું મોત, નર ચિત્તા ઉદયે તોડ્યો દમ
કોલક્તામાં ચાલ્યો ચેન્નઈનો જાદૂ, KKRને 49 રને હરાવી પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને CSK
આંકડા અનુસાર, દેશમાં કોરોના વાયરસ સંક્રમણના એક્ટિવ કેસની સંખ્યા 65,683 છે. તે જ સમયે, ડેઇલી પોઝિટિવિટી રેટ 9.16 ટકા અને વીકલી પોઝિટિવિટી રેટ 5.41 ટકા નોંધવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં દેશમાં કોરોના વાયરસના કુલ 4.48 કરોડ કેસ નોંધાયા છે.
ગુજરાત કોરોના અપડેટ( New Covid casses in Gujarat)
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. પરંતુ આજે કેસમાં ઘટાડો નોંધાયો છે. 23 એપ્રિલના રોજ ગુજરાતમાં 227 કોરોના કેસ નોંધાયા છે. સદનસીબે આજે કોરોનાને કારણે એક પણ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં કોવિડ 19થી સાજા થવાનો દર 99.00 ટકાએ પહોંચ્યો છે. બીજી બાજુ આજે 265 દર્દીઓ સાજા થઈને પોતાના ઘરે પહોંચ્યા છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 12 લાખથી વધુ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી દીધી છે.
આ પણ વાંચો:
ગરમીએ હણ્યો ગુજરાતમાં કોરોના! આજે નવા કેસ અને એક્ટિવ કેસમાં સૌથી મોટો ઘટાડો
કુનો નેશનલ પાર્કમાં વધુ એક ચિત્તાનું મોત, નર ચિત્તા ઉદયે તોડ્યો દમ
કોલક્તામાં ચાલ્યો ચેન્નઈનો જાદૂ, KKRને 49 રને હરાવી પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને CSK
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે