ભારતીય પાટલોટ અભિનંદદની મુક્તિની જાહેરાત, જાણો 24 કલાકમાં કઇ રીતે બદલાયો સમગ્ર ખેલ
સૈન્ય પ્રમુખો દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી અને પાકિસ્તાનનાં જુઠ્ઠાણાનો પર્દાફાશ કરવા માટે પુરાવા રજુ કરાયા હતા
Trending Photos
નવી દિલ્હી : ભારત- પાકિસ્તાનની વચ્ચે ગુરૂવારે થયેલા મુખ્ય ઘટનાક્રમ કંઇક આ પ્રકારે છે.
- પાકિસ્તાનને જાહેરાત કરી કે કમાન્ડર અભિનંદનને શુક્રવારે મુક્ત કરવામાં આવશે.
- પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાન શાંતિની રજુઆત માટે નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાતચીત માટે તૈયાર, વિદેશ મંત્રી શાહ મોહમ્મદ કુરેશીએ કહ્યું.
- કુરેશીએ કહ્યું કે, પાકિસ્તાન અભિનંદનને પરત કરવા માટે તૈયાર છીએ. જો તણાવમાં ઘટાડો થાય તો તેઓ તૈયાર છે.
- અભિનંદનના પિતાએ કહ્યું કે, તેઓ પ્રાર્થના કરી રહ્યા છે કે તેમના પુત્રને પ્રતાડિત ન કરવામાં આવે અને તેઓ સકુશળ તથા સુરક્ષીત ઘરે પરત આવે.
- સરકારી સુત્રોએ કહ્યું કે, ભારતે ભારતીય વાયુસેનાનાં પાયલોટ અભિનંદનને રાજદ્વારી પહોંચ આપવા માટે નથી કહ્યું અને તેઓ તેની તત્કાલ તથા બિન શરતી મુક્તિ પર જોર આપી રહ્યા છે.
- સુત્રોએ કહ્યું કે, પાકિસ્તાની વડાપ્રધાનને 14 ફેબ્રુઆરીએ પુલવામા હૂમલા અંગે પોતાનાં કહ્યા પર કામ કરવું પડશે અને ભારત આતંકવાદીઓ અને તેમનું છદ્મ સંગઠન પર તત્કાલ, વિશ્વસનીય અને પ્રમાણીક કાર્યવાહી ઇચ્છે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે