Corona Update: કોરોનાના નવા કેસમાં 19.8 ટકાનો ઘટાડો નોંધાયો, જાણો લેટેસ્ટ અપડેટ

દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાતા કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. એક દિવસમાં 31 હજાર જેટલા નવા કેસ નોંધાયા છે. જ્યારે 290 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે. હાલ દેશમાં 3,92,864 દર્દીઓ સારવાર હેઠળ છે. 
Corona Update: કોરોનાના નવા કેસમાં 19.8 ટકાનો ઘટાડો નોંધાયો, જાણો લેટેસ્ટ અપડેટ

નવી દિલ્હી: દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાતા કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. એક દિવસમાં 31 હજાર જેટલા નવા કેસ નોંધાયા છે. જ્યારે 290 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે. હાલ દેશમાં 3,92,864 દર્દીઓ સારવાર હેઠળ છે. 

નવા 31 હજાર જેટલા કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે બહાર પાડેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશભરમાંથી કોરોનાના 31,222 નવા દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો હવે 3,30,58,843 પર પહોંચી ગયો છે. જેમાંથી 3,92,864 દર્દીઓ સારવાર હેઠળ છે. નવા કેસમાં સોમવારની સરખામણીએ મંગળવારે 19.8 ટકાનો ઘટાડો નોંધાયો છે. સોમવારે 38,948 નવા કેસ નોંધાયા હતા. 

Active cases: 3,92,864
Total cases: 3,30,58,843
Total recoveries: 3,22,24,937
Death toll: 4,41,042

Total vaccination: 69,90,62,776 pic.twitter.com/heyaJn6PBm

— ANI (@ANI) September 7, 2021

290 દર્દીના મોત
સરકારી આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે 290 દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. આ સાથે કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો 4,41,042 પર પહોંચી ગયો છે. જો કે રિકવરી કરનારા દર્દીઓની સંખ્યા વધી છે. એક દિવસમાં 42,942 દર્દીઓ રિકવર થયા છે. આ સાથે કુલ રિકવર થયેલા દર્દીઓનો આંકડો હવે 3,22,24,937 થયો છે. 

રસીના 69 કરોડથી વધુ ડોઝ
દેશમાં કોરોનાને પછાડવા માટે રસીકરણ અભિયાન પૂરજોશમાં ચાલુ છે. અત્યાર સુધીમાં રસીના 69,90,62,776 ડોઝ અપાયા છે. જેમાં છેલ્લા 24 કલાકના 1,13,53,571 ડોઝ સામેલ છે. સંક્રમણ દરની વાત કરીએ તો સાપ્તાહિક પોઝિટિવિટી રેટ 2.56 ટકા છે. જે 74 દિવસથી 3 ટકાની નીચે છે. જ્યારે ડેઈલી પોઝિટિવિટી રેટ 2.05 ટકા છે જે છેલ્લા 8 દિવસતી 3 ટકાની નીચે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news