Corona Update: ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ? જાણો લેટેસ્ટ અપડેટ

દેશમાં કોરોના વાયરસના નવા કેસમાં સામાન્ય ઘટાડો જોવા મળી રહ્યો છે. 

Corona Update: ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ? જાણો લેટેસ્ટ અપડેટ

નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસ (Corona Virus) ના નવા કેસમાં સામાન્ય ઘટાડો જોવા મળી રહ્યો છે. એક દિવસ પહેલાની સરખામણીમાં આજે નવા કેસની સંખ્યામાં 9 ટકા જેટલો ઘટાડો થયો છે. છેલ્લા 24 કલાકમાં 32,937 નવા કેસ નોંધાયા છે. 

છેલ્લા 24 કલાકમાં 32 હજારથી વધુ કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ છેલ્લા 24 કલાકમાં 32,937 નવા કેસ નોંધાયા છે. આ સાથે કુલ કેસની સંખ્યા 3,22,25,513 પર પહોંચી ગઈ છે. આ અગાઉ રવિવારે 36,083 કેસ નોંધાયા હતા. જ્યારે એક દિવસમાં 417 દર્દીઓએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યા છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાએ 4,31,642 લોકોનો ભોગ લીધો છે. 

સરકારી આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં ભારતમાં 35,909 દર્દીઓ રિકવર થયા છે. અત્યાર સુધીમાં કુલ 3,14,11,924 દર્દીઓ રિકવર થવામાં સફળ થયા છે. રિકવરી રેટ વધીને 97.48 ટકા પર પહોંચ્યો છે. નવા કેસમાં ઘટાડો અને ઠીક થનારા લોકોની સંખ્યા વધુ હોવાના લીધે એક્ટિવ કેસમાં પણ ઘટાડો થયો છે. દેશમાં હાલ 3,81,947 લોકો સારવાર હેઠળ છે. જે કુલ કેસના 1.18 ટકા છે. 

— ANI (@ANI) August 16, 2021

સંક્રમણ દર પર વાત કરીએ તો તે સાપ્તાહિક અને દૈનિકના આધારે સતત ત્રણ ટકાથી નીચે જળવાઈ રહ્યો છે. સાપ્તાહિક પોઝિટિવિટી રેટ 2.01 ટકા છે. જ્યારે દૈનિક સંક્રમણ દર 2.79 ટકા છે. જે છેલ્લા 21 દિવસમાં 3 ટકાથી ઓછો છે. 

દેશમાં હાલ રસીકરણ અભિયાન પણ પૂરપાટ ઝડપે ચાલી રહ્યું છે. કેન્દ્ર સરકારના જણાવ્યાં મુજબ અત્યાર સુધીમાં રસીના 54,58,57,108 ડોઝ અપાઈ ચૂક્યા છે. જેમાંથી 17,43,114 ડોઝ છેલ્લા 24 કલાકમાં અપાયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news